Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 38
________________ (૩) શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજ પોતાના ગુરુવર્ય શ્રી બુટેરાયજી મહારાજ તથા ગુરુબંધુ શ્રી મૂળચંદજી મહારાજ સાથે પંજાબથી ગુજરાતમાં આવીને સ્વ. પૂ. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજે જે ભગીરથ કાર્ય કર્યું તેનો ઈતિહાસ ભવ્ય છે. શ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજનો જન્મ પંજાબમાં ગુજરાનવાલા જિલ્લામાં રામનગર નામના શહેરમાં વિ. સં. ૧૮૯૦ ના પોષ સુદ ૧૧ના રોજ થયો હતો. માતાપિતાએ એમનું નામ કૃપારામ રાખ્યું હતું. એમના પિતાનું નામ હતું લાલા ધર્મયશજી અને માતાનું નામ હતું કૃષ્ણાદેવી. તેઓ વીસા ઓસવાલ જ્ઞાતિના, ભાવડા વંશના અને ગદહિયા ગોત્રના જૈન હતા. કૃપારામને ચાર ભાઈઓ અને એક બહેન હતાં. ભાઈઓનાં નામ હતાં (૧) લાલચંદ, (૨) મુસદીલાલ, (૩) હજારીમલ અને (૪) હેમરાજ. બહેનનું નામ હતું રાધાદેવી. લાલા ધર્મયશજી સુખી શ્રીમંત હતા. તેમનો વેપાર સોનાચાંદીનો, કાપડનો અને શરાફીનો હતો. શહેરમાં તેમની મોટી દુકાન હતી. કૃપારામે ગામની શાળામાં અભ્યાસ કર્યો અને ચૌદ વર્ષની ઉંમર થતાં પિતાની દુકાને સોનાચાંદીના વેપારમાં જોડાઇ ગયા હતા. એ દિવસોમાં નાની ઉંમરમાં લગ્ન થતાં. કૃપારામના મોટા ભાઈઓનાં લગ્ન થઈ ગયાં હતાં. ત્યારપછી કૃપારામની સગાઈ કરવામાં આવી હતી. પરંતુ કોઈક કારણસર એ સગાઈ તૂટી ગઈ હતી. એટલે એમની બીજી સગાઈ કરવા માટે માતાપિતા વાતચીત ચલાવી રહ્યાં હતાં. પરંતુ કૃપારામનો જીવનનો રાહ કંઈ જુદો જ હતો. એ દિવસોમાં રામનગરમાં પૂજય બુટેરાયજી મહારાજનું ચોમાસું હતું. એમની સાથે એમના શિષ્ય મૂળચંદજી મહારાજ પણ હતા. મૂળચંદજી પંજાબના એ પ્રદેશમાં એ કાળે લુકાપંથી સ્થાનકવાસી સાધુ, ઢુંઢક રીખી (ઋષિ) હતા. ધર્મયશજીનું કુટુંબ એમની મધુર વાણી સાંભળવા ઉપાશ્રયે જતું. કિશોર કૃપારામ ઉપર એની ઘણી પ્રબળ અસર પડી. એમણે પોતાની સગાઈ કરવાનો માતાપિતાને ઇન્કાર કરી દીધો અને પોતાને દીક્ષા લેવાનો ભાવ થયો છે એમ જણાવ્યું. આથી માતાપિતા, ભાઈભાંડુઓ ચિંતામાં પડી ગયાં. તેઓ કૃપારામને ઉપાશ્રયે જતા અટકાવવા લાગ્યાં, એટલે લાગ જોઈ ઉપાશ્રયે જઈ ત્યાં જ દિવસ-રાત રહેવાનું કૃપારામે ચાલુ કર્યું. માતા-પિતાએ કૃપારામને શ્રીમંત સુખી ઘરની સગવડો, કૌટુંબિક જીવનનો આનંદ, સાધુપણાનાં કષ્ટો વગેરે સમજાવવા માંડ્યાં. પણ કૃપારામ તો હઠ લઈને બેઠા હતા કે પોતાને દીક્ષા જ લેવી છે. ચાતુર્માસ પછી બુટેરાયજી મહારાજ તો વિહાર કરીને ચાલ્યા ગયા. તાર-ટપાલ કે રેલવે વગરના એ દિવસોમાં એમનો સંપર્ક રાખવાનું સહેલું નહોતું. પરંતુ કૃપારામે તો દીક્ષા લેવાની જ વાત કર્યા ૨૪ Jain Education International શ્રી વિજયાનંદરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75