Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 18
________________ - મને ખાત્રી થઈ ગઈ કે જિન પ્રતિમાના સિદ્ધાંત સાચી છે. વળી મોઢે મુહપત્તી બાંધવાનું આગમસૂત્રમાં ક્યાંય ફરમાન નથી. એટલે મુહપત્તી હાથમાં રાખું છું. અમારી ભાવના ગુજરાત તરફ વિહાર કરી શત્રુંજય તીર્થની યાત્રા કરવાની છે.' સંઘવીએ કહ્યું, તો પછી ગુરુ મહારાજ ! આપ બંને અમારા સંઘ સાથે જોડાઈને અમને લાભ આપો. વળી અમને પણ અનુકૂળતા રહેશે, કારણ કે રસ્તામાં ઘણે ઠેકાણે જૈનોના ઘર આવતાં નથી. બુટેરાયજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજે સંઘપતિની વિનંતીનો સ્વીકાર કર્યો અને તેઓ સંઘ સાથે જોડાઈ ગયા. પ્રાંતિજ સુધી સંઘ સાથે તેઓ વિહાર કરી અમદાવાદ પહોંચ્યા. નગર બહાર શેઠ હઠીસિંહની વાડીએ ઊતર્યા. એમના આગમનના સમાચાર અમદાવાદના સંઘમાં પહોંચી ગયા. સૌભાગ્યવિજયજી મહારાજે માણસ મોકલી એમને ઉપાશ્રયે તેડાવ્યા. દાદા મણિવિજયજી, સૌભાગ્યવિજયજી વગેરે સંવેગી સાધુઓનાં દર્શન કરી તેઓએ ધન્યતા અનુભવી. થોડા દિવસ રોકાઇને' શત્રુંજયની તીર્થયાત્રા પહેલી વાર કરીને તેઓએ અનન્ય ધન્યતા અને પ્રસન્નતા અનુભવી. થોડા દિવસ તેઓ ત્યાં રોકાયા. ત્યાં યતિઓનું જોર ઘણું હતું. એટલે ચાતુર્માસ આસપાસ કરવાનો એમણે વિચાર કર્યો. નજીકમાં વિહાર કરીને વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી મહારાજે ભાવનગરના સ્થળની અનુકૂળતા જોઇ આવ્યા. ભાવનગરના સંઘે પાલિતાણા આવીને તેમને વિનંતી કરતાં બુટેરાયજી મહારાજે ગુજરાતમાં પ્રથમ ચાતુર્માસ ભાવનગરમાં કર્યું ભાવનગરના ચાતુર્માસ પછી ફરી તેઓ ભાવનગરના સંઘ સાથે સિદ્ધાચલજીની યાત્રાએ ગયા. પાલિતાણામાં થોડો સમય રોકાઇ તેમણે અમદાવાદ તરફ વિહાર કર્યો. વૃદ્ધિચંદ્રજી અને પ્રેમચંદજી મહારાજે ગિરનારની યાત્રા માટે જૂનાગઢ તરફ વિહાર કર્યો. રામાનુગ્રામ વિહાર કરતા બુટેરાયજી મહારાજ અને મૂળચંદજી મહારાજ લીંબડી પધાર્યા. ત્યાં થોડા દિવસ રોકાયા તે દરમિયાન મૂળચંદજી મહારાજને તાવ આવ્યો અને તે ઊતરતો નહોતો. એ સમયે ગુરુ મહારાજ બુટેરાયજીએ પોતાના શિષ્ય મૂળચંદજી મહારાજની ઘણી સેવાચાકરી કરી હતી. એવામાં વૃદ્ધિચંદ્રજી મહારાજ ગિરનારની જાત્રા કરી ત્યાં આવી પહોચ્યાં હતા. મુનિ પ્રેમચંદજી છૂટા પડી એકલવિહારી થઈ ગયા હતા. મૂળચંદજી મહારાજને તે સારું થઇ ગયું ત્યાર પછી વિહાર કરીને તેઓ ત્રણે અમદાવાદ આવી પહોંચ્યા અને ઉજમફોઇની ધર્મશાળામાં ઊતર્યા. ત્યાં પંન્યાસ દાદા મણિવિજયજી તથા ગણિ સૌભાગ્યવિજયજીના ગાઢ સમાગમમાં તેઓ આવ્યા. અને તેઓ ત્રણેએ મણિવિજયજી દાદા પાસે મૂર્તિપૂજક સમુદાયમાં સંવેગી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો. એ માટે સૌભાગ્યવિજયજી મહારાજ પાસે યોગવહન પણ કર્યા. ત્યાર પછી સં. ૧૯૧૨માં ચતુર્વિધ સંઘ સમક્ષ મણિવિજય દાદાએ ત્રણેને સંવેગી દીક્ષા આપી. મુનિ બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મુનિ મૂલચંદજીનું નામ મુનિ ૧૬ -- ૮ મા - શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education International

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75