Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 21
________________ ગયા અને ખમતખામણા કરી આવ્યા. પરંતુ એથી અમરસિંહજીના શ્રાવકોએ એવી વાત ઉડાડી કે બુટેરાયજી ખમતખામણા કરવા આવ્યા હતા પણ અમરસિંહજીએ તો એમની સાથે કંઇ ચર્ચા કરવાની ના પાડી દીધી. બીજે દિવસે અમરસિંહજીના કેટલાક ભકતો અમરસિંહજી પાસે ગયા અને કહ્યું કે જેમ બુટેરાયજી મહારાજે તમારી પાસે ખમતખામણા કર્યા છે તેમ તમારે પણ એમની પાસે જઈને ખમતખામણા કરવા જોઇએ. પરંતુ એટલી વાત થતાંમાં તે અમરસિંહજીના શ્રાવકોએ બુટેરાયજીના શ્રાવકોને ધક્કા મારી બહાર કાઢયા, અને અમરસિંહજીના બીજા દિવસન વિહાર પણ જાહેર કરી દીધો. પરંતુ બીજે દિવસે સવારે બુટેરાયજી જંગલમાં કહે ગયા ત્યારે અમરસિંહજી ત્યાં રસ્તામાં મળ્યાં. એમણે બુટેરાયજીને કહ્યું, “બુટેરાયજી! હું તમને ખમતખામણા કરવા આવતો હતો, પરંતુ શ્રાવકોએ મને અટકાવ્યો. લોકો બહુ વિચિત્ર છે. હું તમને વારંવાર ખમાવું છું.' આમ બુટેરાયજી મહારાજ સાથે શાસ્ત્રચર્ચા નિવારી અમરસિંહજીએ ક્ષમાપના કરી લીધી. એથી વિવાદને વંટોળ શમી ગયો અને જેમાં શ્રદ્ધા હોય તે પ્રમાણે આચરણ કરવા લાગ્યા. અલબત્ત બુટેરાયજી મહારાજ ના આગમનના કારણે પંજાબમાં આત્મારામજી મહારાજ વગેરે બીજા ઘણાં સાધુ-મહાત્માઓએ પણ પોતાના સંપ્રદાયમાંથી નીકળી ગુજરાતમાં જઇ સંવેગી દીક્ષા લેવા માટે હિલચાલ ચાલુ કરી દીધી હતી. - પંજાબનાં પોતાનાં ક્ષેત્રો સંભાળી, ઠેર ઠેર જિનમંદિરના નિર્માણની યોજના કરી ગુજરાત તરફ આવવા માટે બુટેરાયજી મહારાજે પંજાબથી નીકળી સં. ૧૯૨૭નું ચાતુર્માસ બિકાનેરમાં કર્યું. તેઓ ગુજરાત તરફ આવી રહ્યા છે એ સમાચાર મળતાં એમના શિષ્યો મૂળચંદજી મહારાજ અને વૃદ્ધિચંદ્રજી મહારાજ તેમને લેવા માટે ગુજરાતથી વિહાર કરી આબુથી આગળ પાલી સુધી પહોંચ્યા હતા. અમદાવાદમાં આવીને બુટેરાયજી મહારાજે પોતાના શિષ્યો સાથે જૈન શાસનની ઉન્નતિ માટે વિવિધ યોજનાઓ વિચારી. તેમણે અમદાવાદ, ભાવનગર, પાલિતાણા વગેરે સ્થળે ચાતુર્માસ કર્યા. અમદાવાદમાં તેઓ હતા ત્યારે યતિમાંથી સાધુ થયેલા રતનવિજયજી નામના એક શિથિલાચારી સાધુએ પંજાબી સાધુઓને ઉતારી પાડવા પ્રપંચો કરેલા, પરંતુ અમદાવાદના સંઘના શ્રેષ્ઠીઓએ એમને ફાવવા દીધા નહોતા. વિ. સં. ૧૯૩૨માં બુટેરાયજી મહારાજ ભાવનગરથી અમદાવાદ પધાર્યા. તેમની ઉંમર હવે ૬૫ વર્ષ વટાવી ગઇ હતી. તેમની તબિયત હવે જોઇએ તેવી સારી રહેતી નહોતી. એ વર્ષે પંજાબના તેજસ્વી મહાત્મા આત્મારામજી મહારાજ અમદાવાદ આવી પહોંચ્યા. બુટેરાયજી મહારાજે એમને તથા એમની સાથે આવેલા બીજા ૧૭ સ્થાનકમાર્ગી સાધુઓને સંવેગી દીક્ષા આપી. આમ સંગી સાધુઓની સંખ્યા વધતી ગઇ. બુટેરાયજી મહારાજે પોતાના ત્રણ મુખ્ય શિષ્યોમાં ક્ષેત્રોની વહેંચણી કરી આપી. મૂલચંદજી પંજાબના ચાર કાન્તિકારી મહાત્માઓ Jain Education International ૧૯ www.jainelibrary.org For Private & Personal Use Only

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75