Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
ના ડાકલા
ન
માન
-
કે નહિ તે વિશે બુટેરાયજી અને એમના શિષ્ય મૂળચંદસ્વામીએ ઘણાની સાથે શાસ્ત્રચર્ચા કરી, પરંતુ તેમ છતાં મનનું સમાધાન ન થતાં તેઓ બંનેએ વિ.સં. ૧૯૦૩માં પંજાબમાં રામનગરમાં મુહપત્તિનો દોરો તોડી નાખ્યો. એથી સંઘમાં ઘા ઊહાપોહ થયો હતો.
પોતાની શંકાઓના સમાધાન માટે બુટેરાયજી મહારાજે પોતાના બે શિષ્યો મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી સાથે ગુજરાત બાજુ વિહાર કરવાનું નકકી કર્યું. એક હજાર કરતાં વધુ માઇલને એ કઠિન અને ઉગ્ર વિહાર હતો. રસ્તામાં યોગ્ય ગોચરી-પાગી પણ મળે નહિ, તેમ છતાં તેઓની લગની એટલી બધી તીવ્ર હતી કે બધાં કષ્ટો સહન કરીને પણ તેઓ અમદાવાદ આવી પહોંચ્યા. ત્યાં તેઓ પં. શ્રી મણિવિજયજી દાદાને મળ્યા. તેમની સાથે સત્સંગ કર્યો, શાસ્ત્રચર્ચા કરી અને બધી શંકાઓનું સમાધાન મેળવ્યું. તેઓએ નિર્ણય કર્યો કે પ્રથમ શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવી અને પછી પં. મણિવિજયજી દાદા પાસે ફરીથી સંવેગી દીક્ષા લેવી. તેઓએ અમદાવાદથી વિહાર કરીને શત્રુંજયની યાત્રા કરી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. ત્યાર પછી વિ. સં. ૧૯૧૨માં અમદાવાદમાં આવીને પૂ. મણિવિજયજી દાદા પાસે તેઓએ સંવેગી દીક્ષા લીધી. બુટેરાયજીનું નામ બુદ્ધિવિજયજી, મૂળચંદજીનું નામ મુકિતવિજયજી અને વૃદ્ધિચંદ્રજીનું નામ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. જો કે આ નવાં નામ કરતાં પોતાના જૂનાં નામથી જ તેઓ વધુ ઓળખાતા રહ્યા હતા.
ગુજરાતમાં એ સમયે સાચા ત્યાગી, સંવેગી સાધુઓની સંખ્યા ઘણી જ ઓછી થઇ ગઇ હતી. કઠિન સાધનામાર્ગ અને પ્રતિકૂળ સંજોગોને કારણે સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પંજાબમાં મળીને પચીસથી ત્રીસ જેટલાજ સંવેગી સાધુઓ છૂટાછવાયા વિચરતા હતા. યતિ અને શ્રીપૂજની સંખ્યા ઉત્તરોત્તર વધતી જતી હતી અને મોટાં મોટાં નગરોમાં તેઓનું બળ ઘણું રહ્યું હતું. પંજાબથી આવેલા આ ત્રણ સ્થાનકવાસી સાધુ મહારાજોએ જૈન સાધુસંસ્થામાં એક ક્રાંતિકારક પગલું ભર્યું હતું. અને તેને લીધે બુટેરાયજી મહારાજ સંવેગી મૂર્તિપૂજક સમુદાયની સંવેગી દીક્ષા ધારણ કર્યા પછી જ્યારે પંજાબ પાછા ફર્યા ત્યારે ત્યાં ઘણો ખળભળાટ મચી ગયો હતો. એમના પ્રભાવથી ત્યારપછી પંજાબના વતની અને જન્મ બ્રહ્મક્ષત્રિય એવા આત્મારામજી મહારાજ અને એમની સાથે પંદરથી વધુ સાધુઓ પણ પંજાબમાંથી વિહાર કરીને ગુજરાતમાં આવ્યા અને તેઓએ પણ સંગી દીક્ષા ધારણ કરી. આમ પંજાબી સાધુઓનો ગુજરાત ઉપર ઘણો મોટો ઉપકાર થયો. બુટેરાયજી, મૂળચંદજી અને વૃદ્ધિચંદ્રજી મહારાજના એ ઉપકારના કારણે એક સૈકા જેટલા સમયમાં સંવેગી સાધુઓની સંખ્યા અઢી હજારથી વધુ થઈ ગઈ તે માટે ગુજરાત પંજાબી સાધુઓનું હંમેશાં ઋણી રહેશે.
બુટેરાયજી મહારાજ પ્રખર શાસ્ત્રજ્ઞાતા હતા. મૂળચંદજી મહારાજ અનુશાસનના આગ્રહી હતા અને તેમની પાસે વ્યવસ્થાશક્તિ ઘણી સારી હતી. મૂળચંદજી મહારાજે જોયું કે સાધુ વગર શાસનને ઉદ્ધાર નથી માટે જેમ બને તેમ વધુ દીક્ષા આપવી જોઇએ. એમનો પ્રભાવ પણ એવો મોટો હતો કે
૨ ૨
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહાગ શતાબ્દી ગ્રંથ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org