Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
પોતાને ઉપાશ્રય પાછા આવવું અનિવાર્ય હતું. ફરી લાંબો વિહાર કરીને દર્શનવિજયજી વડોદરાના ઉપાશ્રયે પાછા ફર્યા.
મૂળચંદજી મહારાજે સંદેશાવાહક દ્વારા જાણ્યું હતું કે દર્શનવિજયજી ગોચરી વાપર્યા વિના ચાલ્યા આવ્યા છે. ફરી એક વખત એવી જ રીતે મૂળચંદજી મહારાજે સંદેશો મોકલાવ્યો. ફરી ગોચરી વાપર્યા વગર દર્શનવિજયજી આવ્યા. દોઢ-બે કલાક બેઠા, પરંતુ મૂળચંદજી મહારાજે પોતે શા માટે બોલાવ્યા છે તેની કશી જ વાત કરી નહિ. દર્શનવિજયજી પ્રસન્ન ચિત્તે વડોદરા પાછા ફર્યા. થોડા દિવસ પછી ત્રીજી એક વાર મૂળચંદજી મહારાજે એ જ પ્રમાણે સંદેશો કહેવરાવ્યો અને દર્શનાવિજયજી મહારાજ આવી પહોંચ્યા. જુદા જુદા વિષયો પર બીજી ઘણી વાત થઈ પણ પોતે શા માટે બોલાવ્યા છે તે મૂળચંદજી મહારાજે કહ્યું નહિ. હવે દર્શનવિજયજીથી રહેવાયું નહિ. તેમણે કહ્યું, “ગુરુમહારાજ ! આપે મને આટલે દૂરથી વિહાર કરાવીને આ ત્રીજી વાર બોલાવ્યો, પરંતુ આપ શા માટે બોલાવો છો તે તો કંઈ કહેતા નથી.” મૂળચંદજી મહારાજે કહ્યું “બસ મારે જે કામ હતું તે આ જ હતું. તમારી પદવી માટે પાત્રતા જોવી હતી. તમે હજુ કાચા છો એટલે તમારાથી પૂછ્યા વગર રહેવાયું નહિ. તમે હવે વડોદરા પાછા ફરો.”
દર્શનવિજય પાછા ફર્યા. પરંતુ આખે રસ્તે વિચારમાં રહ્યા, કે ગુરુ મહારાજે ખરી કસોટી કરી. અધીરા બનવા માટે સંતાપ પોતાને થયો. થોડા દિવસ પછી પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનો મળવા આવ્યા અને દર્શનવિજયજીની પદવીની વાત નીકળી ત્યારે મૂળચંદજી મહારાજે કહ્યું કે એમની હજુ જોઈએ તેટલી પાત્રતા થઈ નથી. મેં એમની ત્રણ વાર કસોટી કરી. ત્રીજી કસોટીમાં તેઓ અધીરા બની ગયા અને હારી ગયા. એમ છતાં ગોચરી વાપર્યા વગર આટલો લાંબો વિહાર કરીને જવા આવવાના તેમના કાર્યની પ્રશંસા પણ કરી. દર્શનવિજયમાં વિનય ગુણ ઘણો મોટો છે, પરંતુ હજુ તેમાં થોડી ન્યૂનતા છે તેમ મૂળચંદજી મહારાજે જણાવ્યું. આ વાત પ્રેમાભાઈએ દર્શનવિજયજીને પણ કરી. એથી દર્શનવિજયજીએ આવી કસોટી કરવા માટે ગુરુ મહારાજ પ્રત્યે રોષ વ્યકત ન કર્યો, પરંતુ અધીરા બની પ્રશ્ન કરવાની પોતાની ભૂલ માટે ક્ષમા માગી. ત્યારપછી થોડા જ વખતમાં દર્શનવિજયજીની હવે પાત્રતા છે એમ સમજીને તથા પ્રેમાભાઈ શેઠ અને સંઘના આગેવાનોની ભલામણથી મૂળચંદજી મહારાજે દર્શનવિજયજીને પદવી આપી હતી.
જૈન શાસનના રક્ષણને માટે જલદી જલદી દીક્ષા આપવાના ઉત્સાહવાળા મૂળચંદજી મહારાજ કોઈ એક યુવાનને દીક્ષા આપવાની વિધિ અમદાવાદમાં ઉજમબાઈના ઉપાશ્રયમાં કરી રહ્યા હતા. દીક્ષા અંગે તે યુવાનના કેટલાંક સગાંસંબંધીઓનો વિરોધ હતો. પરંતુ જ્યાં સુધી યુવાનની સંમતિ હતી ત્યાં સુધી મૂળચંદજી મહારાજ સગાસંબંધીઓની પરવા કરે એવા નહોતા. જ્યારે ઉપાશ્રયમાં દીક્ષાની વિધિ ચાલુ થઈ ત્યારે કેટલાંક સગાંસંબંધીઓએ ઉપાશ્રયની બહાર બૂમાબૂમ ચાલુ કરી અને વાતાવરણ ઉગ્ર બનતાં કેટલીક સ્ત્રીઓએ તો મૂળચંદજી મહારાજના નામથી છાજિયાં લેવાં પણ
પંજાબના ચાર કાનિમરી મહાત્માઓ Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org