Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
તેવો ફોટો તેમણે ક્યારેય લેવા દીધો નહોતો. એમના કાળધર્મ પછી એમનું આબેહૂબ તૈલચિત્ર હંસવિજયજી મહારાજે બનાવડાવીને અમદાવાદમાં ઉજમબાઈની ધર્મશાળામાં રખાવેલું તે એક ચિત્ર આજે ઉપલબ્ધ છે.
એ સમયે સાધુઓ ઓછા હતા અને ક્ષેત્રો ઘણાં હતાં એટલે તેઓએ ક્ષેત્રો વહેંચી લીધાં હતાં. મૂળચંદજી મહારાજ વિશેષત અમદાવાદ કે એની આસપાસ વિચરતા. વૃદ્ધિચંદ્રજી સૌરાષ્ટ્રમાં ગોહિલવાડમાં વિચરતા. બૂટેરાયજી મહારાજ પોતે અને આત્મારામજી મહારાજ પંજાબમાં વિચરતા. નીતિવિજયજીને સૂરત, ખાંતિવિજયજીને હાલાર અને ઝાલાવાડ, ગુણવિજયજી અને થોભાણવિજયજીને ઝાલાવાડ અને દાનવિજયજીને કચ્છ સંભાળવાનું સોંપવામાં આવ્યું હતું.
મુકિતવિજય ગણિ આચારપાલનમાં ઘણા ચુસ્ત હતા અને પોતાના શિષ્યો માટે પણ ઘણા કડક રહેતા. તેમની સંઘવ્યવસ્થા નમૂનારૂપ ગણાતી. તેમની પાસે સરસ કાર્યશકિત અને ત્વરિત નિર્ણય લેવાની સૂઝ હતી. તેમની અંતરંગ નીતિ અને બહિરંગ નીતિ પરસ્પર સુસંવાદી હતી. તેઓ શિષ્યોને અત્યંત વાત્સલ્યભાવથી રાખતા, પણ પ્રસંગે એટલા જ કડક થઈ શકતા. તેઓ પોતાના ગુરુ મહારાજની આજ્ઞા શિષ્યો પાસે બરાબર પળાવતા અને ન પાળે તો દંડ અથવા પ્રાયશ્રિત આપતા. તેમને પ્રભાવ એટલો બધો હતો કે તેમના શિષ્યો કોઈ પણ સંઘમાં હોય અને કંઈ પ્રશ્ન ઊભો થાય અને સંઘના આગેવાનો માત્ર એટલું જ કહે, “ભલે, અમે એ બાબતમાં મૂળચંદજી મહારાજને લખીશું તો પરિસ્થિતિ તરત બદલાઈ જતી.
તેમના એક શિષ્ય ઉત્તમવિજયે એક નાના છોકરાની મશ્કરી કરી અને છોકરાએ મહારાજને લાત મારી, તો ભાષા સમિતિ ન સાચવવા માટે એમને મૂળચંદજી મહારાજે અઠ્ઠમનું પ્રાયશ્ચિત્ત આપ્યું હતું. તેવી જ રીતે દંડાસાણ ન વાપરવાને કારણે એક શિષ્યને કૂતરું કરડયું તો તેમને પણ અઠ્ઠમનો દંડ આપ્યો હતો. મુનિ ભકિતવિજય પોતાની સંસારી પત્ની માટે કડવા શબ્દો, ના પાડવા છતાં બોલ્યા તો તેમને ઉપાશ્રયની બહાર ચાલ્યા જવાની આજ્ઞા કરી. તેઓ ઉજમબાઈના ઉપાશ્રયેથી હઠીભાઈની વાડીના ઉપાશ્રયે ગયા ત્યાં તેમને પોતાની ભૂલ માટે બહુ પશ્ચાત્તાપ થયો અને જ્યાં સુધી મૂળચંદજી મહારાજ પોતાને પાછા ન બોલાવે અને એમનાં દર્શન ન થાય ત્યાં સુધી આહારપાણીનો ત્યાગ કર્યો. એમ ચાર ઉપવાસ થયા ત્યારે શેઠ ધોળશાજીને ખબર પડી તો તેમણે મૂળચંદજી મહારાજને સમજાવ્યા અને સમાધાન કરાવી આપ્યું. પાછા ઉજમબાઈના ઉપાશ્રયે આવી ભક્તિવિજય મુનિએ આંખમાં આંસુ સાથે વંદન કરી ક્ષમા માગી. ત્યારપછી એમની પાત્રતા જોઈ એમને મૂળચંદજી મહારાજે પંન્યાસપદ આપ્યું હતું. લીંબડીના સંઘે પત્ર લખવામાં અવિનય દાખવ્યો તો મહારાજે લીંબડીમાં સાધુઓનો વિહાર બંધ કરાવ્યો. એક શિષ્ય મુનિ મોતીવિજય તબિયતને કારણે, પણ આજ્ઞા વગર લીંબડી ગયા તો મૂળચંદજી મહારાજે એમને સંઘાડા બહાર મૂક્યા. પરંતુ ત્યારપછી મોતીવિજયે માફી માગી અને ગુરુભાઈ વૃદ્ધિચંદ્રજીનો ભલામાણપત્ર આવ્યો કે તરત એમને પાછા સંઘાડામાં લઈ લીધા
૨૪
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ For Private & Personal Use Only
www.jainelibrary.org
Jain Education International