Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
મુકિતવિજયજી અને મુનિ વૃદ્ધિચંદ્રજીનું નામ મુનિ વૃદ્ધિવિજયજી રાખવામાં આવ્યું. સંવેગી દીક્ષા ધારણ કરીને તેઓ ત્રણેએ હર્ષોલ્લાસ સાથે કૃતાર્થતા અને ધન્યતા અનુભવી. જૈન શાસનના ઇતિહાસમાં આ એક જબરજસ્ત ક્રાંતિકારી ઘટના બની. એથી પંજાબથી આત્મારામજી મહારાજને પણ બીજા સત્તર સાધુઓ સાથે ગુજરાતમાં આવી સ્થાનકમાર્ગી દીક્ષા છોડી સંવેગી દીક્ષા ધારણ કરવાની પ્રેરણા મળી. આમ ગુજરાત ઉપર પંજાબી સાધુઓના આગમનનો ઘણો પ્રભાવ પડ્યો.
બુટેરાયજી મહારાજ ખરેખર એક ઊંચી કોટિના સાધુ હતા. તેઓ બ્રહ્મચર્યના પાલનમાં તથા સ્વાદેન્દ્રિય ઉપર વિજય મેળવવામાં ઘણા મકકમ હતા. તપશ્ચર્યા, વિહાર વગેરે કરવા માટે તેમની પાસે સારું શરીરબળ અને મનોબળ હતું. ભાવનગરમાં ચાતુર્માસ કર્યા પછી બુટેરાયજી મહારાજ પોતાના શિષ્યો સાથે પાલિતાણા પધાર્યા હતા. તે સમયના બે એક પ્રસંગો નોંધાયેલા છે. પાલિતાણામાં મૂળચંદજી મહારાજ ગોચરી વહોરવા જતા. તેઓ પણ પોતાના ગુરુ મહારાજની જેમ એક જ પાત્રમાં બધી ગોચરી વહોરી લાવતા. એવી રીતે મિશ્ર થઇ ગયેલી ગોચારી તેઓ વાપરતા જેથી સ્વાદ ઉપર વિજય મેળવાય.
પંજાબના લોકો દાળશાકમાં ગોળ ન નાખે. એક દિવસ મૂળચંદજી મહારાજ ગોચરી વહોરી લાવ્યા હતા. ગોચરી વાપરતાં બુટેરાયજી મહારાજે મૂળચંદજીને કહ્યું, ‘મૂલા, આ કઢી બહુ ગળી લાગે છે.’ તે વખતે મૂળચંદજી મહારાજે કહ્યું, ‘ગુરુદેવ, એ કઢી નથી પણ કેસરિયા દૂધ છે. એ તો ગળ્યું જ હોય.'
આમ બુટેરાયજી મહારાજે ખાવાની વાનગીઓમાં રસ લીધો નહોતો. પાત્રમાં જે આવે તે તેઓ વાપરી લેતા. શિખંડ, દૂધપાક કે કઢી વચ્ચે એમને બહુ ફેર જણાતો નહિ.
પાલિતાણામાં એક દિવસ મૂળચંદજી મહારાજ એક શ્રાવકના ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવક પાસે જાણવા મળ્યું કે પાલિતાણામાં ઘણા શ્રાવકો રીંગણાનું શાક ખાય છે અને સ્થાનકવાસી સાધુઓ રીંગણાનું શાક વહોરે પણ છે. બહુબીજના પ્રકારનું આ શાક અભક્ષ્ય ગણાય છે. જૈનોથી તે ખવાય નહિ. મૂળચંદજી મહારાજ જયારે એ શ્રાવકને ઘરે ગોચરી વહોરવા ગયા ત્યારે તે શ્રાવકે અચાનક ઉત્સાહપૂર્વક રીંગણાનું શાક પાત્રમાં ઠલવી દીધું. મૂળચંદજી મહારાજે ઉપાશ્રયમાં આવીને ગુરુ મહારાજ બુટેરાયજીને આ વાત કહી. એ ગોચરી તો તેઓને કલ્પે નહિ, એટલે ન વાપરતાં પરઠવી દીધી. પરંતુ બુટેરાયજી મહારાજે એ પ્રસંગે મૂળચંદજી મહારાજને કહ્યું કે ‘મૂલા ! આમાં શ્રાવકોનો કંઇ દોષ નથી. વસ્તુતઃ શુદ્ધ આહાર માટે ધર્મપ્રચારની જરૂર છે. ધર્મપ્રચાર સાધુઓ વગર સરળતાથી થઇ શકે નહિ. આપણા શ્વેતામ્બર સંવેગી સાધુઓ ઘણી અલ્પ સંખ્યામાં છે. જો આપણે ગુજરાત, રાજસ્થાન, પંજાબ વગેરે પ્રદેશમાં સારી રીતે ધર્મપ્રચાર કરવો હશે તો ઘણા સાધુઓની જરૂર પડશે. એટલે મારી તને ભલામણ છે કે જેનો ઉપદેશક બળવાન તેનો ધર્મ બળવાન એ ન્યાયે સારા ચારિત્રશીલ
પંપના ચાર ડાચિારી પાડાપાઓ Jain Education International
For Private & Personal Use Only
૧૭ www.jainelibrary.org