Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf
View full book text
________________
એમને માટે બહુ કઠિન બની ગયું. તેમ છતાં એવા વિરોધના વંટોળ વચ્ચે પણ તેઓ સ્વસ્થતાથી અને નીડરતાથી વિચરતા રહ્યા હતા.
એક બાજુ એમની વિદ્વત્તા, વિનમ્રતા, સરળતા અને લોકપ્રિયતા કેવી હતી અને બીજી બાજુ તેમને માથે કેવા સંકટો આવી પડ્યા હતાં તેના કેટલાક પ્રસંગો નોધાયા છે. શરૂઆતનો એક પ્રસંગ પતિયાલા શહેરનો છે.
પંજાબના સ્થાનકવાસી સંપ્રદાયના મુખ્ય ઋષિ અમરસિંહજી ત્યારે પતિયાલામાં બિરાજમાન હતા. અમરસિંહજીના ગુરુભાઇએ સિત્તેર જેટલા ઉપવાસની તપશ્ચર્યા કરવા ધારી હતી. સાઠ જેટલા ઉપવાસ પછી તપશ્ચર્યા દરમ્યાન જ તેઓ કાળધર્મ પામ્યા. એ પ્રસંગે પતિયાલામાં એક ગુણાનુવાદ મહોત્સવ રાખવામાં આવ્યો હતો. એ અવસરે ચારે બાજુથી હજારો શ્રાવક-શ્રાવિકાઓ તથા અનેક સંતો-મહાસતીઓ પતિયાલા પધાર્યાં હતાં. તે વખતે માલેરકોટલાથી દિલ્હી તરફ વિહાર કરતા બુટેરાયજી મહારાજ પોતાના શિષ્ય મુનિ પ્રેમચંદજી સાથે પતિયાલા પધાર્યા હતા. ત્યાં આવતાં જ તેમણે જોયું કે તેમણે મુહપત્તીનો જે દોરો છોડી નાખ્યો છે તેની ચર્ચા પતિયાલામાં ઠેકઠેકાણે ચાલી રહી હતી. બુટેરાયજીનો વિરોધ કરવા માટે પણ પ્રવૃત્તિઓ ચાલી રહી હતી. આટલા બધાં સાધુ સાધ્વીઓ એકત્ર થયાં છે તેનો લાભ લઇ તે બધાંની સમક્ષ બુટેરાયજી મહારાજે વિચાર્યું કે આવી પરિસ્થિતિમાં અહીં પતિયાલામાં રહેવું પોતાને માટે ઉચિત નથી. અહીં રહીને સંઘર્ષ કરવાનો કે લોકોના ઉપદ્રવનો ભોગ બનવાનો કોઇ અર્થ નથી. અહીં ટોળાની સામે શાસ્રસિદ્ધાંતની વાત ચાલશે નહિ. માટે પતિયાલા છોડીને આગળ વિહાર કરવો યોગ્ય છે.
આમ વિચારીને બુટેરાયજી મહારાજે ગોચારી-પાણી કર્યા પછી તરત પતિયાલામાંથી વિહાર કર્યો. જ્યારે અમરસિંહને આ વાતની ખબર પડી ત્યારે તેઓ અને તેમના સાધુઓ વિચારમાં પડી ગયા, કારણ કે બુટેરાયજીને પાઠ ભણાવવાની તેમની યોજના નિષ્ફળ થતી હતી.
તેઓએ થોડાક યુવાનોને બોલાવીને સમજાવ્યું કે તમે બુટેરાયજી પાસે જાવ અને તેમની પ્રસંશા કરી, તથા તેમને આગ્રહ પૂર્વક વિનંતી કરી ગમે તે રીતે યુક્તિપૂર્વક સમજાવીને અહીં પાછા બોલાવી લાવો.
તેઓ બુટેરાયજી મહારાજ પાસે પહોંચી ગયા. એમની મુહપત્તિની ઘટનાની તેઓએ બહુ પ્રશંસા કરી. પછી બહુ જ આગ્રહપૂર્વક જાતજાતનાં વચનો આપીને તેઓ બુટેરાયજી મહારાજને પતિયાલા પાછા તેડી લાવ્યા. બુટેરાયજી મહારાજે પોતાના શિષ્યો સાથે પતિયાલાનગરમાં પાછો પ્રવેશ કર્યો. સ્થાનક તરફ તેઓ જ્યારે જતા હતા તે વખતે જે રીતે કેટલાક શ્રાવકો તેમના તરફ કરડી નજરથી જોતા હતા અને કાનમાં વાતો કરતા હતા તે પરથી તેમને લાગ્યું કે તેમને માટે વાતાવરણ ધારવા કરતાં વધુ પ્રતિકૂળ અને તંગ બન્યું છે. પરંતુ હવે બીજી વાર પાછાં ફરવાનું તેમના જેવા સાધુ
૧૦
Jain Education International
શ્રી વિજયાનંદસૂરિ સ્વર્ગારોહણ શતાબ્દી ગ્રંથ
For Private & Personal Use Only
www.jainelibrary.org