Book Title: Punjabna Char Krantikarai Mahatma
Author(s): Ramanlal C Shah
Publisher: Z_Vijyanandsuri_Swargarohan_Shatabdi_Granth_012023.pdf

View full book text
Previous | Next

Page 13
________________ માટે યોગ્ય ન કહેવાય. એટલે હવે તો જે થવાનું હશે તે થશે એમ સમજીને તેઓ શ્રાવકો લઇ ગયા તે સ્થાનકમાં ઊતર્યા. તેઓ ત્યાં બેઠા હતા એટલામાં પચીસેક સાધુઓ અને લગભગ ૪૦૦ સ્ત્રીપુરુષો ત્યાં આવીને તેમને ઘેરી વળ્યાં. અમરસિંહજીની યોજના એવી હતી કે બુટેરાયજી પાસે મુહપત્તી મોઢે બંધાવવી અને જો ન બાંધે તો બધાંએ ભેગા મળી તેમનો સાધુવેશ ખેંચી લેવો. ભેગા થયેલા ટોળામાંથી ગંગારામ નામના એક સાધુ કે જે જબરા હતા અને જે પોતાને ઘણા વિજ્ઞાન અને શાસ્ત્રના જાણકાર તરીકે ઓળખાવતા હતા તેમણે ઊભા થઇને બધાની વચ્ચે જોરથી મોટા અવાજે બધાને સંભળાય તે રીતે બુટેરાયજીને કહ્યું, ‘બુટેરાયજી, જો તમે આગમ સૂત્રોને માનતા હો તો પછી આચાર્યનું કહ્યું પણ તમારે માનવું જોઇએ. પરંતુ તમે તે માનતા નથી.’ બુટેરાયજીએ કહ્યું, ‘હું સૂત્ર સિદ્ધાંતમાં માનું છું, અને આચાર્યનું કહેવું પણ માનું છું.’ ગંગારામજીએ કહ્યું, ‘જો તમે આચાર્યનું કહ્યું માનતા હો તો તમારા ગુરુ નાગરમલજી મુહપત્તી મોઢે બાંધતા હતા અને જિનપ્રતિમામાં માનતા નહોતા, તો તમે એમની વિરુદ્ધ કેમ વર્તો છો? તમે તમારા ગુરુની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? તમે મૃષાવાદી છો; તમે નિહ્નવ છો; તમે મિથ્યાદ્દષ્ટિ પતિત છો.’ આ સાંભળી બુટેરાયજીએ કહ્યું, ‘મને મારા ગુરુ નાગરમલજીએ શિખવાડ્યું છે કેअरिहंतो मह देवो जावज्जजीवं सुसाहुणो गुरुणो । जिणपत्रतं तत्तं, इह सम्मतं मए गहियं ॥ ( સુદેવ અરિહંત, સુસાધુ ગુરુ તથા જિનેશ્વર ભગવાન દ્વારા પ્રરૂપિત તત્ત્વ(ધર્મ)નું જાવ જીવ હું શરણ ગ્રહણ કરું છું.) મારા ગુરુ નાગરમલજીએ મને જે આ શિખવાડ્યું છે તેનો હું સ્વીકાર કરું છું, એમાં સૂત્ર સિદ્ધાંત અને ગુરુની આજ્ઞા બંનેનો સ્વીકાર આવી જાય છે. મારે માટે એ પ્રમાણ છે. કુદેવ, કુગુરુ, કુધર્મ મારે માટે પ્રમાણ નથી.’ આ સાંભળી નકકી કરેલી યોજના પ્રમાણે ગંગારામજીએ બૂમ પાડીને બધાને કહ્યું, ‘ભાઇઓ ! બુટેરાયજી સાથે વધારે વાત કરવાનો કોઇ અર્થ નથી. જો તેઓ અત્યારે મુહપત્તી ન બાંધે તો તમે બધા અત્યારે જ એમનો વેશ ઉતારી લો અને એમને મારીને અહીંથી બહાર કાઢી મૂકો.’ આમ વાદવિવાદ ઉગ્ર ઝગડામાં પરિણમ્યો. એ જો વધે તો જૈન સાધુઓની શોભા નહી રહે એમ સમજીને બુટેરાયજીના એક અનુરાગી બનાતીરામ નામના એક જબરા શ્રાવકે ઊભા થઇને મોટા અવાજે સંત-મહાસતીઓને કહ્યું કે ‘શું તમે બધા અહીં શાસ્ત્રની ચર્ચા કરવા આવ્યા છો? તમને જૈન સાધુ-સાધ્વીઓને આમ કરવું શોભે છે? તમે બધાં અહીંથી હઠો અને પોતપોતાના સ્થાને જાવ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75