Book Title: Punarlagna Nishedh Ane Sprushyasprushya Vivek
Author(s): Lakshmishankar Narottamdas Vaidyaraj, Chunilal Chotamlal Bohra
Publisher: Sanatan Dharm Pravartak Mandal

View full book text
Previous | Next

Page 6
________________ ( ૨ ) સહાયતાથી આ “મંડળને અઢારમું વર્ષ સમાપ્ત થતાં હાલમાં ઓગણીશમું વર્ષ ચાલે છે. ધર્મ તથા નીતિ આદિને સબોધ આપે એવા અપૂર્વ ઍથે મંડળ તરફથી ધર્મપ્રચાર તથા ધર્મની જાગૃતિ નિમિત્તે પ્રસિદ્ધ કરાવી મંડળને વાર્ષિક લવાજમ આપનારા સભાસદને વિના મૂલ્ય ભેટ આપવામાં આવે છે અને અન્ય પુરૂષોને મૂલ્ય લઈ તે પુસ્તકોને લાભ આપવામાં આવે છે. આ રીતે મંડળ તરફથી જે ચાર પુસ્તકે-“જન્મથી જાતિનિર્ણય”, “સચન સુધા,” “સ્વધર્મસર્વસ્વ ” તથા “ આત્મનિરૂપણું” પ્રસિદ્ધ કરાવવામાં આવ્યાં છે, તે પૈકી વિજ્ઞાનશાસ્ત્ર (સાયન્સ ) ના અતિગૂઢ અને ગહન રહસ્યોથી પરિપૂર્ણ–“સ્વધર્મસર્વસ્વ” ની પ્રસિદ્ધિના સંબંધમાં ભારતવર્ષની ચારે દિશાઓમાં મુદ્રાંતિ થતાં દૈનિક સમાચાર પત્ર, સાપ્તાહિક પત્ર, માસિકપત્રો તથા ત્રિમાસિક પત્રો સમાલોચનાથે આ પુસ્તક મોકલતાં શ્રી ભાવનગર સનાતનધર્મપ્રવર્તકમંડળ” ની અતિસ્તુતિપાત્ર કીર્તિ મુકતકંઠે ચારે દિશાઓમાં ગજાવી રહ્યાં છે. ભારતભૂમિમાં સનાતન વૈદિક ધર્મને હાનિ પહોંચાડનારી જાહેર પ્રવૃત્તિઓ સામે ધર્મની રક્ષાનિમિતે ધર્મોપદેશક પુરૂષપ્રવરેના પ્રમુખપદનીચે સમર્થ વિદ્વાન વ્યા ખ્યાતાઓ દ્વારા સનાતનધર્માવલંબી પ્રજાની ગંજાવર સભાઓ એકત્રિત કરવામાં આવે છે; દષ્ટાંત તરીકે શારદાપીની ખાલી પડેલી ગાદી પર સનાતનધર્મના સુદઢ અશ્વિમાની અને અનુરાગી પુરૂષવર્યની યોજનાને સંબંધમાં, મી. પટેલના વર્ણસંકરતાજનક લગનના ખરડાની વિરૂદ્ધતાના સંબંધમાં, આર્ય સમાજની આર્ય પરિષર સામે સ્વામી દયાનંદના તર્કનું સમૂલ ખંડન કરી સનાતનધર્મના અચલ સિદ્ધાંતનું પ્રતિપાદન કરવાના સંબંધમાં તથા ભાવનગર-કાઠીયાવાડ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 116