Book Title: Prekshadhyana Sharir Preksha Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 5
________________ વૈરાગ્યની દૃષ્ટિએ કેટલાક ધમના આચાર્યોએ શરીરના વિષયમાં કેટલીક વાતો રી-આ શરીર અપવિત્ર છે. મળ-મૂત્રથી ભરેલું છે, લોહી, પરુ, મેલ, દુધી પદાથ', નકામા કચરાથી આ શરીર ભરેલું છે. અશૌચ ભાવના માટે, અશૌચ અનુપ્રેક્ષા માટે આ પણ એક દૃષ્ટિકોણ છે. આ એક સત્ય હકીકત છે, તેના આપણે અસ્વીકાર નહીં કરીએ. પર ંતુ એક ગુંચવણ પેદા થઈ ગઈ કે સત્યનું પ્રતિપાદન કરનારાઓએ વૈરાગ્યની દૃષ્ટિએ આમ કર્યું. અને આપણે સમૂળા શરીરને નકામુ માની લીધું. એવું માની લીધું કે શરીર તે ત્યજવા યોગ્ય જ છે, અપવિત્ર છે, ગંદુ છે, નિ ંદનીય છે, એની સાથે આપણે કંઈ લેવા-દેવા નથી. આપણે તે આત્મા જોઈએ. જો આપણે એવી કલ્પના કરીએ કે શરીર અને શ્વાસને સમજ્યા વિના, પ્રાણધારાને જાણ્યા વિના તથા સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ શરીરનાં રહસ્યાને જ્ઞાત કર્યા વિના જ આત્મા સુધી પહેાંચી જઇશું, તે તે અતિકલ્પના ગણાશે. શરીરને એ માટે સમજવું જરૂરી છે કે તે માધ્યમ બને છે. આગળ સુધી પહોંચવા માટે, એટલા માટે શરીરની પ્રેક્ષા કરીએ. શરીરમાં શું શું ઘટિત થઇ રહ્યું છે, તે જોઈએ. પ્રત્યેક ક્ષણે શરીરમાં કંઈક ને ક ંઈક્ર ઘટિત થાય જ છે, તે જોઈએ. તેની પ્રેક્ષા કરીએ. સત્ય સમજમાં આવવા લાગશે. એક ફ્રિજિયાલોજિસ્ટને માટે શરીરની સંરચના અને તેના કશનને જાવુ નિતાંત આવશ્યક છે. તે તેમને જાણે છે અને અનેક નિષ્ણે તારવે છે. એક ધ્યાન સાધકને માટે પણ શરીરની સરચના અને ક્રિયાવિધિ આવશ્યક છે. શરીર-પ્રેક્ષા માટે શરીરથી પરિચિત થવું જરૂરી છે, પરંતુ આજે મનુષ્ય શરીરથી કેટલે પરિચિત છે? મનુષ્ય જેમ જેમ મસ્તિષ્ટ્રીય પ્રવૃત્તિઓમાં ગુ ંચવાતા ગયા તેમ તેમ તેના સ્વતા ખેાધ અને શરીરને ખાધ પણ ક્ષીણ થતા ગયા. આધુનિક યુગની બૌદ્ધિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 76