Book Title: Prekshadhyana Sharir Preksha
Author(s): Mahapragna Acharya
Publisher: Anekant Bharati Prakashan

View full book text
Previous | Next

Page 4
________________ શરીરપ્રેક્ષાની સહજસિદ્ધિ પ્રેક્ષા ધ્યાન ધ્યાન–અભ્યાસની એવી પદ્ધતિ છે જેમાં પ્રાચીન દાર્શનિકો પાસેથી પ્રાપ્ત બેધ તેમ જ સાધના–પદ્ધતિને આધુનિક વૈજ્ઞાનિક સંદર્ભોમાં પ્રતિપાદિત કરવામાં આવેલ છે. આ બંનેના તુલનાત્મક વિવેચનના આધારે આજે યુગમાનસને એ રીતે પ્રેરી શકાય કે જેથી માનવીના પાશવી આવેશે નાશ પામે; તેમ જ વિશ્વમાં અહિંસા, શાંતિ અને આનંદની સ્થાપનાના મંગલમય ધ્યેયની પ્રાપ્તિ થઈ શકે. શ્વાસ–પ્રેક્ષા, શરીર–પ્રેક્ષા, દીધશ્વાસ-પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા, ચૈતન્ય-કેન્દ્ર-પ્રેક્ષા, લેધ્યાન, કાત્મગ–આ બધી જ પ્રક્રિયાઓ રૂપાન્તરની છે; પછી એવા ઉપદેશની જરૂર જ નહિ પડે કે તમે આવા બને, તેવા બને, ધાર્મિક બને, સ્વાર્થને છેડે, ભય અને ઇર્ષાને છેડે. આ ફક્ત ઉપદેશ છે. ફક્ત ઉપદેશ સફળ થતું નથી. જે ઉપાય સૂચવ્યા છે, તેમને કાર્યાન્વિત કરવા પડશે. તે એક દિવસ એ સ્પષ્ટ અનુભવ થશે કે રૂપાન્તર થઈ રહ્યું છે. ધાર્મિક વૃત્તિનું જાગરણ થઈ રહ્યું છે, ક્રોધ અને ભય છૂટી રહ્યા છે, માયા અને લેભનાં બંધન તૂટી રહ્યાં છે. આ દોષથી મુક્ત થવા માટે અલગ પ્રયત્ન કરવાની જરૂર જ નહિ રહે. તે આપઆપ નાશ પામશે. આ દોષને મૂળમાંથી નષ્ટ કરવાને આ જ ઉપાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 76