Book Title: Prashamrati Prakaran
Author(s): Rajshekharsuri, Dharmshekharvijay
Publisher: Arihant Aradhak Trust

View full book text
Previous | Next

Page 7
________________ (O) 00000. 5000 ( - પરિચય ગ્રંથકાર - ટી 2 0000 0 C)) આર્યદિન્નસૂરિના મુખ્ય શિષ્ય આર્યશાંતિશ્રેણિકથી ઉચ્ચનાગરી શાખા નીકળી. (કલ્પસૂત્ર) આ ઉચ્ચનાગરી શાખામાં પૂર્વજ્ઞાનના ધારક અને વિખ્યાત એવા વાચનાચાર્ય શિવશ્રી થયા હતા. તેમને ઘોષનંદી શ્રમણ નામના પટ્ટધર હતા. જેઓ પૂર્વધર ન હતા, કિંતુ અગિયાર અંગના ધારક હતા. પંડિત ઉમાસ્વાતિએ ઘોષનંદીની પાસે દીક્ષા લીધી. પછી અગિયાર અંગનું અધ્યયન કર્યું. તેમની બુદ્ધિ તેજ હતી. આથી તેઓ પૂર્વનું જ્ઞાન ભણી શકે તેવી યોગ્યતાવાળા હતા. આથી તેમણે ગુર્વાશાથી મહાવાચનાચાર્ય શ્રી મુંડપાદક્ષમાશ્રમણના પટ્ટધર વાચનાચાર્ય શ્રીમૂળ ક્ષમાશ્રમણની પાસે જઇ પૂર્વનું જ્ઞાન મેળવ્યું. તેઓશ્રીએ કેટલા પૂર્વનું જ્ઞાન મેળવ્યું એ ચોક્કસ થઇ શકતું નથી, પણ પૂર્વધર હતા એ ચોક્કસ છે. આ ઉપરથી વાચકવર ઉમાસ્વાતિ મહારાજ વિક્રમના પહેલાથી ચોથા સૈકા સુધીમાં થયા હોય તેવી સંભાવના કરી શકાય. તેમાં પણ પ્રથમ સૈકામાં થયા હોય તેવી સંભાવના છે, એમ વિદ્વાનોનું મંતવ્ય છે. ઉમાસ્વાતિ મહારાજનું ગોત્ર કૌભીષણી હતું. ન્યગ્રોધિકા ગામમાં તેમનો જન્મ થયો હતો. પિતાનું નામ સ્વાતિ અને વાત્સી ગોત્રીય માતાનું નામ ઉમા' હતું. તેના કારણે તેઓશ્રી ઉમાસ્વાતિ એવા નામથી પ્રસિદ્ધ બન્યા હતા. માતાના ‘ઉમા’ અને પિતાના સ્વાતિ' નામ ઉપરથી તેમનું ‘ઉમાસ્વાતિ' એવું નામ પ્રસિદ્ધ બન્યું. તેઓશ્રીએ પાંચસો ગ્રંથોની રચના કરી હતી. તેમાંથી આજે તત્ત્વાર્થાધિગમ સૂત્ર, પ્રશમરતિ, જંબૂદ્વીપ સમાસ પ્રકરણ , પૂજાપ્રકરણ, શ્રાવકપ્રજ્ઞપ્તિ, ક્ષેત્રવિચાર વગેરે ગ્રંથો ઉપલબ્ધ છે. કલિકાલસર્વજ્ઞ આચાર્ય શ્રી હેમચંદ્રસૂરિ મહારાજા ૩પમાસ્વાતિ સંગૃહીતાર: એમ કહીને સર્વોત્કૃષ્ટ સંગ્રહકાર તરીકે ઓળખાવે છે. | વર્તમાનમાં પ્રશમરતિ ગ્રંથ ઉપર બે ટીકા અને એક અવચૂરિ ઉપલબ્ધ છે. ટીકાઓમાં એક ટીકા અજ્ઞાતકર્તીક છે. બીજી ટીકા હરિભદ્રસૂરિ મ.ની છે. અવચૂરી અજ્ઞાત કર્તક છે. અજ્ઞાતકર્તક પ્રશમરતિની ટીકા પૂર્વે १. वात्सीसुतेनेति गोत्रेण, नाम्ना उमेति मातुराख्यानम् । | તત્ત્વાર્થાધિગમસૂત્ર - સિદ્ધસેનીય ટીકા

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 272