Book Title: Prashamrati Prakaran Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 8
________________ વિ.સં. ૧૯૬૬માં ભાવનગરની શ્રી જૈનધર્મ પ્રચારક સભા તરફથી અવસૂરિ સહિત પ્રકાશિત થયેલ છે. ત્યારબાદ વિ.સં. ૨૦૪૮માં શ્રી જિનશાસન આરાધન ટ્રસ્ટ તરફથી પ્રકાશિત થયેલ છે. આ. શ્રી હરિભદ્રસૂરિ વિરચિત ટીકા શેઠશ્રી દેવચંદ લાલભાઇ પુસ્તકોદ્વાર સંસ્થા તરફથી વિ.સં. ૧૯૯૬માં અવચૂરિ સહિત પ્રકાશિત કરવામાં આવી છે. વૃત્તિકાર આ.શ્રી હરિભદ્રસૂરિ યાકિનીમહત્તરાસૂનુ આ.શ્રી હરિભદ્ર સૂ.મ.થી ભિન્ન છે. આ.શ્રી માનદેવ સૂ.મ.ની પરંપરામાં થયેલા છે. પ્રશસ્તિ જોવાથી આનો ખ્યાલ આવી જાય છે. તેમણે વિ.સં. ૧૧૮૫માં સિદ્ધરાજ જયસિંહના રાજમાં પાટણમાં રહીને ૧૮૦૦ શ્લોક પ્રમાણ આ વૃત્તિનું સર્જન કર્યું છે. આ વૃત્તિની રચનાના પૂર્વે આ ગ્રંથ ઉપર એક બૃહત્તિ હતી. એ બૃહવૃત્તિના આધારે જ પ્રસ્તુત વૃત્તિની રચના કરવામાં આવી છે, એમ વૃત્તિકારે પ્રશસ્તિમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. છે આ.શ્રી ભદ્રગુપ્તસૂરિ કૃત વિવેચન વિ.સં. ૨૦૪૨માં પ્રકાશન કરવામાં આવ્યું છે. તથા મોતીચંદ ગીરધરલાલ કાપડીયાએ કરેલું વિવેચન પણ પ્રકાશિત કરવામાં આવ્યું છે. O OOO P) 0.0000 OOOO O (9) O OOOOPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 272