Book Title: Prashamrati Prakaran Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 5
________________ પ્રશમ’ને પ્રગટાવતો, “પ્રશમ’ને સંવર્ધિત કરતો ‘પ્રશમ’માં રમાડતો શરતિ શ્રી માતા ઉમા અને પિતા સ્વાતિના પુત્ર, પાંચસો-પાંચસો પ્રકરણ ગ્રંથના રચયિતા, શ્વેતાંબરકુલતિલક વાચકવર ઉમાસ્વાતિજી મહારાજાએ પ્રશમરતિ પ્રકરણ ગ્રંથનું સર્જન કર્યું છે. ગ્રંથના પ્રારંભમાં જ વિક્રમતિ હોવા છતાં ગ્રંથકાર પોતાની જાતને જડમતિ ગણાવીને પોતાની લઘુતા પ્રગટ કરે છે. કલિકાળના દુર્ભાગ્યે આવા મહાપુરુષોનો દુકાળ પડ્યો છે. એક અપેક્ષાએ કહીએ તો વર્તમાનમાં શ્રમણોની સંખ્યા વધી છે... વધી રહી છે, પરંતુ શ્રમણત્વ ઘટી રહ્યું હોય તેવો આભાસ થઇ રહ્યો છે. છતાંય કલિકાળમાં પણ ચોથા આરાની ઝાંખી કરાવે તેવા વિદ્વદ્ શિરોમણિ શ્રમણો પણ જિનશાસન નભોમંડળમાં સૂર્યની જેમ પ્રકાશિત રહી સ્વપરના કલ્યાણમાં સહાયક બની રહ્યા છે... એ કલિકાળનું સદ્ભાગ્ય છે. પ્રસ્તુત ગ્રંથરત્નનું સર્જન કરીને જિનશાસન શણગાર વાચક મુખ્ય ઉમાસ્વાતિજી મહારાજાએ જિનશાસન ઉપર જે અકલ્પનીય ઉપકાર કર્યો છે તેનું વર્ણન દુ:શક્ય છે. નામ પ્રમાણે ગુણ ધરાવતા વિદ્વવભોગ્ય આ ગ્રંથ સરિતામાં અવગાહન કરવું દુષમકાલિન મંદમતિ જીવો માટે અઘરું છે. આપણા જેવા અલ્પપ્રાજ્ઞ જીવો ઉપર અનહદ ઉપકાર કરીને પૂર્વકાલીન મહર્ષિઓની કૃતિઓને ચુંટી ચુંટીને ગુર્જર ગિરામાં અનુવાદ કરવા દ્વારા સંસ્કૃત ભાષાના અજાણ ભવ્યાત્માઓ ઉપર મહાન ઉપકાર કરી રહ્યા છે જિનાજ્ઞામર્મગ્રાહીમતિસંપન્ન પ્રશમરસનિમગ્ન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રાજશેખર સૂરીશ્વરજી મહારાજા ! લગભગ વિક્રમના સાત દાયકાને વટાવી ચૂકેલા, માત્ર ૩૦થી ૩૨ કિલો વજનને ધરાવતી હાડ-ચામયુત પુષ્ટિરહિત નાદુરસ્ત કાયાના ધારક પૂજ્યપાદશ્રીનું નિર્બળ શારીરિક બળ હોવા છતાં સબળ અને લોખંડી આધ્યાત્મિક બળના બળે જ આ સર્જનયાત્રાને અખલિતધારાએ આગળPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 272