Book Title: Prashamrati Prakaran Author(s): Rajshekharsuri, Dharmshekharvijay Publisher: Arihant Aradhak Trust View full book textPage 4
________________ પ્રસ્તુત લાવાનુB ગો કિંચિ મેં પૂર્વે વિ.સં. ૨૦૨૫માં વાપી (ગુજરાત)ના ચાતુર્માસમાં મૂળ શ્લોકોનો અનુવાદ કર્યો હતો. તેનું ક્રમશઃ ત્રણ આવૃત્તિઓમાં પ્રકાશન થયું. એ અનુવાદ ઘણા વખતથી અપ્રાપ્ય બન્યો હતો. આથી અનેક સાધુ-સાધ્વીજી ભગવંતોની આ ગ્રંથ માટે માંગણી આવતી હતી. તેમાં ગત વર્ષે વિદ્વદ્વર્ય આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મહારાજે આ કાર્ય કરવા માટે પ્રેરણા કરી. આથી આ ગ્રંથનો સટીક અનુવાદ પ્રકાશિત થાય તો મંદયોપશમવાળા સાધુ-સાધ્વીજી ભગવંતોને વાંચવામાં સરળતા રહે એ આશયથી આચાર્ય શ્રી હરિભદ્રસૂરિ મ.ની ટીકાનો ગુજરાતી અનુવાદ કર્યો. એ અનુવાદ પ્રસ્તુત ગ્રંથમાં પ્રકાશિત થયો છે. કેવળ મૂળ શ્લોકોના અર્થવાળી નાની પુસ્તિકાનું પણ અલગ પ્રકાશન થયું છે. આ પ્રસંગે મારા પરમ ઉપકારી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા., આચાર્યદેવ શ્રીમદ્ વિજય હીરસૂરીશ્વરજી મ.સા., આચાર્યદેવ શ્રીમદ્ વિજય લલિતશેખરસૂરીશ્વરજી મ.સા.ને ભાવ ભરી વંદના કરું છું. અનુવાદ કરવા માટે પ્રેરણા કરીને કલ્યાણ મિત્ર બનનાર વિદ્વાન આચાર્ય શ્રી પ્રદ્યુમ્નસૂરિ મ.નું આ પ્રસંગે સ્મરણ થાય એ સહજ છે. મુનિશ્રી ધર્મશેખરવિજયજી અને મુનિશ્રી દિવ્યશેખરવિજયજી આમાં ઘણા સહાયભૂત બન્યા છે. મુનિશ્રી હિતશેખર વિજયજીએ ફાઇનલ મુફોનું સંશોધન કર્યું છે. આ અનુવાદમાં જિનાજ્ઞા વિરુદ્ધ કંઇ પણ લખાયું હોય કે અનુવાદમાં કોઇ પણ ક્ષતિ થઇ હોય તો ત્રિવિધ ત્રિવિધ ક્ષમા યાચું છું. - આચાર્ય રાજશેખરસૂરિ વિ.સં. ૨૦૬ ૧, આ.સ. ૯, નવસારી.Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 272