________________
અને સંસારી સંસ્કારે નાનપણથી જ તેના હૃદયમાં સારી રીતે ઉતરેલા હતા. તેને ધાર્મિક અભ્યાસ પંચપ્રતિક્રમણ ચાર પ્રકરણ, આદિ નાની ઉંમરમાં કર્યો હતો અને દહેરાસરમાં પૂજા પણ ઘણુંજ આનંદથી ને સારી રીતે ભણાવતી હતી. વિક્રમ સંવત ૨૦૧૦ ના વૈશાખ સુદી ૧૧ના તેનું લગ્ન કરવામાં આવ્યું હતું. ગમે તેવા દુઃખ વખતે પણ પિતાના માતપિતાને ખૂબ આનંદ કરાવતી હતી. ૧૯ વર્ષની નાની વયમાં તે સિદ્ધાચલ, જુનાગઢ, વગેરે જાત્રાના સ્થળની જાત્રાએ ઘણી વખત કરી હતી ને સાધ્વીજી મ. સર્વેની સાથે પણ સારે પ્રેમ રાખતી હતી. તેમાં પણ ચારિત્રનાયક ચંદન શ્રીજી મને પ્રેમ તે તેના ઉપર ઘણેજ હતે તે કારણથી ચંદન શ્રીજી મ.ની શિષ્યા મહદયશ્રીજી (એટલે વિલાસબેનના સંસારી પક્ષના કાકી) એમના આગ્રહથી આ પુસ્તકમાં તેમને ફેટે મુકેલ છે, કારણકે નાનપણથી ધર્મના સંસ્કારે હતા તે વાંચવાથી સર્વને પણ ધર્મના સંસ્કારો જાગ્રત થાય તે માટે મૂકાવેલ છે સંવત ૨૦૧૨ના ફાગણ વદી એકમના રાતના દસ વાગે સાધારણ ફાનસ સળગાવતા એકાએક દાઝી ગઈ ને ફાગણ વદી બીજના સવારે ત્યાં તે બેનની પાસે સાધ્વીજી મ. ખાંતિશ્રીજી તેમના પરિવાર સહીત આવેલાને અંતિમ આરાધના કરાવતા હતા. તે સમયે પણ આનંદીત ચહેરે સર્વને ખમાવીને અરિહંત ભગવાનનું નામ લેતા લેતા અંતિમ દેહને ત્યાગ કર્યો ને છેલ્લા સમય સુધી સારી ભાવના હતી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.