Book Title: Prabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ ૧૬ પ્રબુદ્ધ જીવન શ્રી ચીમનલાલ જે. શાહના અભિવાદનનો કાર્યક્રમ I અહેવાલ : ચીમનલાલ કલાધર - શ્રી મુંબઈ જૈન યુવક સંઘની સાડા છ દાયકા સુધીની અવિરત વિકાસયાત્રામાં સંઘના વિવિધ હોદ્દાઓ પર રહી ચાર દાયકા જેટલી અખંડ અને સંનિષ્ઠ સેવા આપનાર શ્રી ચીમનલાલ જે. શાહનું એમના દામ્પત્ય જીવનની અર્ધશતાબ્દી પ્રસંગે અભિવાદન કરવાનો એક કાર્યક્રમ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના ઉપક્રમે ડૉ. રમણલાલ ચી. શાહના પ્રમુખસ્થાને શનિવાર, તા. ૨૦મી જાન્યુઆરી, ૧૯૯૬ના રોજ બપોરના ૩-૩૦ કલાકે ચોપાટી સ્થિત બિરલા ક્રીડા કેન્દ્રમાં યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે સંઘના ઉપપ્રમુખ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહે સૌનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે ચીમનભાઇનો અભિવાદન કરવાનો અનેરો અવસર યુવક સંઘને સાંપડ્યો છે. તેનો અમને સૌને આનંદ છે. ચીમનભાઇએ સતત ચાલીસ વર્ષ સુધી સંઘને સેવા આપી છે અને આજે પોતાના દામ્પત્ય જીવનનાં પચાસ વર્ષ પૂર્ણ કરે છે એ આપણા સૌ માટે હર્ષનો વિષય છે. આ પ્રસંગે આપ સૌનું સ્વાગત કરતાં ધન્યતા અનુભવું છું. જાણીતા સ્વાતંત્ર્યસેનાની ગાંધીવાદી ડૉ. ઉષાબહેન મહેતાએ પોતાના વક્તવ્યમાં કહ્યું હતું કે ચીમનભાઈ સંનિષ્ઠ અને ભેખધારી સમાજસેવક છે. એક કર્મયોગી અને પ્રબુદ્ધ નાગરિક તરીકે તેમને હું વર્ષોથી જાણું છું. તેમણે સાહિત્ય વાંચ્યું છે, જીવનમાં પરિણમાવ્યું છે અને લોકોમાં વહેંચ્યું પણ છે. · સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી દામજીભાઇ એન્કરવાલાએ ઉદ્દબોધન કરતાં જણાવ્યું હતું કે ચીમનભાઇ યુવક સંઘના પાયાના પથ્થર છે. એ તો ખરું જ પરંતુ તેઓ સૌના હ્રદયમાં બિરાજ્યા છે તે મોટી વાત છે. ‘ગમતાનો કરીએ ગુલાલ'નો નાદ તેમણે પોતાના અને અન્યોના જીવનમાં સદાય પ્રજ્વલિત રાખ્યો છે. પંચોતેર વર્ષની વયે તેઓ આટલા પ્રફુલ્લિત છે. તેમની પાસેથી બીજાઓએ પ્રેરણા લેવા જેવી છે. ઋતુંભરા વિદ્યાપીઠનાં મુખ્ય સૂત્રધાર શ્રીમતી પૂર્ણિમાબહેન પકવાસાએ ચીમનભાઇની સેવાને બિરદાવતાં કહ્યું હતું કે ચીમનભાઇનું સમગ્ર વ્યક્તિત્વ નિર્મળ અને પારદર્શી છે. તેમનાં વાણી અને વર્તનમાં સદૈવ સુવાસ પ્રસરે છે. શક્તિદળ અને ઋતુંભરા વિદ્યાપીઠને તેમનો વર્ષોથી સહયોગ મળતો રહ્યો છે. ચીમનભાઇના અવાજમાં મધુરતા અને વાત્સલ્ય છે. ભારત જૈન મહામંડળના ઉપાધ્યક્ષ શ્રી વસનજી લખમશી શાહે ચીમનભાઇની સેવાપરાયણતાની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે ચીમનભાઈની વ્યવસ્થા શક્તિ અજોડ છે. કાર્યક્રમનું સંચાલન પણ તેમની આગવી કલા છે. યુવક સંઘના તેઓ પાયાના પથ્થર છે. તેમનું વ્યક્તિત્વ જ એવું છે કે લોકો આપોઆપ તેમની તરફ આકર્ષાય છે. શ્રીમતી જયવતીબહેન કાજીએ પોતાનું વક્તવ્ય રજૂ કરતાં કહ્યું હતું કે ચીમનભાઇ મારે માટે સંકટ સમયની સાંકળ સમા છે. અમે બાલકનજી બારીમાં સાથે કામ કરતાં હતાં. યુવક સંઘમાં તેમણે ચાલીસ કરતાં વધુ વર્ષોની સેવા આપી છે. જાહેર જીવનમાં આટલા લાંબા સમય સુધી કામ કરવું અને સાથે બધાની ચાહના મેળવવી તે સહેલું કામ તો નથી જ. ચીમનભાઈ મહેફીલ, મીટિંગ અને માઇકના માણસ છે. તેમના સેવાકાર્ય પાછળ પ્રેરક બળ તેમનાં ધર્મપત્ની મંજુલાબહેન છે. જૈન અગ્રણી પદ્મશ્રી શ્રી મહીપતભાઇ જાદવજી શાહે આ પ્રસંગે બોલતાં જણાવ્યું હતું કે ચીમનભાઇ સાથે છેલ્લાં ચાલીસ વર્ષથી મારો સંબંધ છે. ચીમનભાઇનો ભૂતકાળ વાગોળવા જેવો છે. ચીમનભાઈનાં સંસ્મરણો વિષે એક પુસ્તક પણ લખી શકાય. તેઓ મિત્રોમાં નિત્ય પ્રેમની લહાણી કરતા રહ્યા છે. કોઇને દુભવવા જ નહિ, કોઇને દુઃખ પહોંચાડવું નહિ તે વાત તેમના જીવનમાં વણાઇ ગઇ છે. તા. ૧૬-૧-૯૬ . · તપશ્ચર્યા છે. ચીમનભાઇને પંચોતેર વર્ષ થયાં, પરંતુ હજુ પણ તેઓ એટલા જ સક્રિય છે. ચીમનભાઇ આ ઉંમરે પણ સતત પ્રવૃત્તિશીલ રહેવાના જ પ્રવૃત્તિ એ જ જાણે એમનું જીવન છે. તેમની સામાજિક અને સાંસ્કારિક ચેતના અનેકોને પ્રેરમા આપો એવી શુભકામના. સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક શ્રી હરિભાઇ કોઠારીએ તેમની લાક્ષણિક શૈલીમાં વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે ચીમનભાઇના ત્રણ અક્ષરોનો અર્થ સમજવા જેવો છે. ‘ચી’ એટલે ચીવટ રાખો, ‘મ' એટલે મસ્તીથી જીવો અને ‘ન’ એટલે નમ્ર રહો. દીર્ઘકાલ, નિરંતર અને સતત કાર્યરત રહેવું અને સૌનો સદ્ભાવ ટકાવી રાખવો તે બહુ મોટી વાત છે. ચીમનભાઇએ એ વાત પોતાના જીવનમાં સિદ્ધ કરી બતાવી છે. ચીમનભાઇ હંમેશાં મસ્તીમાં જ જીવે છે. તેમની માનસિક સ્વસ્થતા ગજબની છે. પોતાને આશ્વાસનની જરૂર હોય ત્યારે તે બીજાને આશ્વાસન આપતા હોય. તેમનાં પત્ની મંજુલાબહેન પણ ચીમનભાઇના સેવાકાર્યોમાં સાથે ને સાથે રહે છે એ ગૌરવની વાત છે. આવું મધુર દામ્પત્ય જીવન ઇશ્વરની અનહદ કૃપા હોય તો જ મળે ! શ્રી સુબોધભાઇ એમ. શાહે ચીમનભાઇની સેવાનિષ્ઠાની પ્રશંસા કરતાં કહ્યું હતું કે ચીમનભાઇએ કોઇ દિવસ કોઇના પ્રત્યે પૂર્વગ્રહ કે વેરભાવ રાખ્યો નથી. પરમાનંદભાઈ કાપડિયાએ તેમનું જીવન ઘડતર કર્યું છે. ચાલીસ વર્ષની સંઘની સેવામાં તેમનું યોગદાન બહુમૂલ્ય રહ્યું છે. મંજુલાબહેન તેમના સેવાકાર્યમાં પ્રેરણાબળ રહ્યાં છે. પ્રાસંગિક વક્તવ્યો બાદ કાર્યક્રમના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહના વરદ્ હસ્તે શ્રીફળ, શાલ અને ચાંદીનું કાસ્કેટ આપી સેવાપરાયણ શ્રી ચીમનભાઇનું તાળીઓના ગડગડાટ વચ્ચે અભિવાદન કરાયું હતું. શ્રીમતી મંજુલાબહેનનું સન્માન જયવતીબહેન કાજીએ શાલ ઓઢાડી કર્યું હતું. કાર્યક્રમના પ્રમુખ ડૉ. રમણલાલ ચી. શાહે ચીમનભાઇની સેવાઓને બિરદાવતાં કહ્યું હતું કે એમને ચાર દાયકામાં સંઘના ચાર પ્રમુખ સાથે કામ કરવા મળ્યું. તેઓ મધુરભાષી, ઉદાર દિલ, સ્નેહવત્સલ સૌજન્યમૂર્તિ છે. તેમના જીવનમાં વિવિધ સંસ્કારનો સુંદર સમન્વય થયો છે. ચીમનભાઇના જીવનમાં જૈન, વૈષ્ણવ, ઇસ્લામ, શીખ, ચાર્વાક, જરથોસ્ત વગેરે ધર્મનો સમન્વય પણ કેવી રીતે થટાવી શકાય તે હળવી રમૂજી શૈલીમાં તેમણે સમજાવ્યું હતું. તેમણે ચીમનભાઇની મૂલ્યવાન સેવાઓને બિરદાવી હતી. સન્માનનો પ્રત્યુત્તર આપતાં શ્રી ચીમનલાલ જે. શાહે જણાવ્યું હતું કે આજનું આ સન્માન મારું નથી. યુવક સંઘનું અને તમારા સૌનું છે. પરમાનંદભાઈ કાપડિયા, ચીમનલાલ ચકુભાઇ શાહ અને ડૉ. રમણભાઇ શાહ પાસેથી મને ઘણું ઘણું શીખવા મળ્યું છે. પૂ. ગાંધીજી, પં. સુખલાલજી, કાકાસાહેબ કાલેલકર, ગૌરીપ્રસાદ. ઝાલા વગેરે વિભૂતિઓના સત્સંગનો લાભ મને મળ્યો છે. તેને હું મારું મોટું સદ્ભાગ્ય ગણું છું. મારા સેવાકાર્યની કે મારા લગ્ન જીવનની અર્ધ શતાબ્દીની વાત મારે નથી કરવી, મારે તો બસ એટલું જ કહેવું છે કે જીવનને હંમેશાં આનંદમય, હાસ્યમય, શાંત, સ્વસ્થ અને કલેશરહિત રાખો. કાર્યક્રમનો પ્રારંભ શ્રીમતી હંસિકા કિશોરના મધુર ગીતોથી થયો હતો. કાર્યક્રમનું સુંદર અને સુચારુ સંચાલન સંઘના મંત્રી શ્રીમતી નિરુબહેન એસ. શાહે કર્યું હતું. અન્ય મંત્રી શ્રી જયવદન રતિલાલ મુખત્યારે આભારવિધિ કરી હતી. આ પ્રસંગે મુંબઇના અનેક નામાંકિત અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યાં હતા. શ્રી ચીમભાઇની સેવાને બિરદાવવાનો આ કાર્યક્રમ સૌના ઉષ્માભર્યા સહયોગથી અત્યંત વિશિષ્ટ, વિરલ, યશસ્વી અને યાદગાર બની રહ્યો. કાર્યક્રમના અંતે અલ્પાહારની વ્યવસ્થા રાખવામાં આવી હતી. શ્રી ચીમનભાઇના સુપુત્ર શ્રી નીતિનભાઇએ કુટુંબીજનો વતી આ પ્રસંગે રૂપિયા એકાવન હજારની રકમ સંઘને ભેટ આપવાની જાહેરાત કરી હતી. પ્રા. તારાબહેન ૨. શાહે આ પ્રસંગે ઉદ્બોધન કરતાં કહ્યું હતું કે ચીમનભાઇની સેવાની અનુમોદના કરવાનું આયોજન થયું તે માટે અમારા દિલમાં અત્યંત આનંદ છે. ચીમનભાઇ અમારા ધ્રાંગધ્રાનું ગૌરવ છે. ચીમનભાઇ અને મંજુલાબહેનની પ્રસન્નતા પાછળ તેમના દામ્પત્ય જીવનની માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોન : ૩૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨. ✰✰✰

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92