________________
તા. ૧૬-૨-૯૬ અને તા. ૧૬-૩-૯૬
પ્રબુદ્ધ જીવન
અમદાવાદ કોઇ પ્રસંગે જાય તે જમાનામાં એમના દીકરાઓ રોજેરોજ અમદાવાદ, ભરૂચ, અંકલેશ્વર સવારના જઇને સાંજે ઘરે પાછા ફરતા હતા, પરંતુ આપત્તિ આવ્યા પછી સાત માઇલ દૂર વડોદરા જવાનું પણ સ્વપ્ન જેવું થઇ ગયું. એક બાજુ અનેક લોકોની સ્વાર્થી મનોવૃત્તિનો પરિચય થઇ ગયો તો બીજા બાજુ કેટલાયે એવા મિત્રો નીકળ્યા કે જેઓએ રોજ ઘરે આવીને બેસવાનો પોતાનો નિયમ છોડ્યો નહિ અને ઘણી હૂંફ
આપ્યા કરી.
જ્યારે આવી મોટી આર્થિક આપત્તિ આવી ગઇ ત્યારે અમૃતલાલ બાપાએ દીકરાઓને સલાહ આપી કે ‘હવે તમે બધા ત્રીસ-ચાલીસની ઉંમરે પહોંચ્યા છો. અત્યાર સુધી તમે મોટા શેઠની જેમ ગામમાં રહ્યાં છો. હવે કુટુંબનું ગુજરાન ચલાવવાનો પ્રશ્ન સૌથી ગંભીર છે. હું તો વૃદ્ધાવસ્થાએ પહોંચ્યો છું. પણ તમારી ચિંતા છે. આ ગામમાં રહીને તમે નાની મોટી નોકરી કરશો કે હાટડી માંડશો તો તેમાં આબરૂ નહી રહે, અનેકનાં મહેણાં ટોણાંનો ભોગ બનશો. જીવન જીરવાશે નહિ. દૈવયોગે જે પરિસ્થિતિ આવી પડી છે તેનો સ્વીકાર કરી લેજો, બહારગામ જઇ નોકરી ધંધો કરજો, અનીતિ આચરતા નહિ અને સ્વમાનથી રહેજો.'
આ
વેપારધંધામાં મોટી નુકશાની આવી અને દેવાદાર થઇ ગયા પછી ડાહ્યાકાકાનું ચિત્ત અસ્વસ્થ રહ્યા કરતું હતું. વળી એમને પાંચ દીકરી હતી, પણ દીકરો નહોતો અને પોતે વિધુર થઇ ગયા હતા. સંજોગોમાં એમની માનસિક વ્યગ્રતા વધી ગઇ હતી. અડસઠની ઉંમરે તેઓ પહોંચવા આવ્યા હતા. યુવાનીમાં ઘણી જાહોજલાલી અને ઠેર ઠેર માનપાન જોયાં પછી પાછલાં થોડાં વર્ષોમાં પોતાના ૠણ તળે આવેલા માણસો, જ્ઞાતિબંધુઓ અને સગાંઓને વિમુખ થઇ ગયેલા જોઇને ડાહ્યાકાકાને જીવતર ખારું ઝેર જેવું લાગવા માંડ્યું હતું. પરિણામે માનસિક સમતુલા ગુમાવી એમણે કૂવામાં પડતું મૂકી આપઘાત કરવા પ્રયત્ન કરેલો. પરંતુ જેવી ખબર પડી કે તરત બેત્રણ બાહોશ માણસોએ કૂવામાં ઊતરી એમને બચાવી લીધા હતા. ડાહ્યાકાકા થોડો વખત સ્વસ્થ રહ્યા હતા, પરંતુ કેટલાક મહિના પછી એમણે બીજી વાર ઘર પાસે આવેલા લાલ કૂવા તરીકે જાણીતા મોટા કૂવામાં પડતું મૂક્યું. આ વખતે વહેલી પરોઢે તેઓ કૂવામાં પડ્યા કે જેથી કોઇની અવરજવર ન હોય અને બચાવવા કોઇ દોડે નહિ. સવાર પડતાં પનિહારીઓ કૂવે ગઇ ત્યારે એમણે ડાહ્યાકાકાનું શબ પાણીમાં તરતું જોયું. વડીલ બંધુ અમૃતલાલ માટે આ ઘટના બહુ આઘાતજનક હતી. એની અસર એમની તબિયત ઉપર પડી અને તેઓ સાજા માંદા રહેવા લાગ્યા. તેઓ શરીરે પણ અશક્ત થઇ ગયા.
૫
મારા પિતાશ્રીએ કેટલોક વખત બેંગલોર જઇને નોકરી કરી. કેટલોક વખત ગુજરાતમાં ધનસુરામાં જઇને નોકરી કરી પણ બહુ ફાવ્યું નહિ. એવામાં વડોદરામાં આર્ય નૈતિક નાટક કંપની નાટકના ખેલ માટે આવેલી. એ કંપની પછી મુંબઇ જવાની હતી. કંપનીને કોઇ હોંશિયાર મુનીમની જરૂર હતી. કોઇકે કંપનીના માલિક નકુભાઇ કાળુભાઇને પિતાશ્રીના નામની ભલામણ કરી. પિતાશ્રીએ એ જવાબદારી સ્વીકારી અને તેઓ એકલા મુંબઇ આવ્યા. નાટક કંપનીમાં થિયેટરમાં ૨હેવાનું અને ખાવાનું, થોડા મહિના એ નોકરી કરી પણ પગાર નિયમિત મળે
નહિ. દરમિયાન મુંબઇમાં સ્વદેશી મારકેટમાં એક કાપડના વેપારીને ત્યાં નોકરી મળી ગઇ. એટલે પિતાશ્રીએ ખેતવાડી વિસ્તારમાં એક રૂમ ભાડે રાખી અને કુટુંબને મુંબઇ તેડાવ્યું. ઇ. સ. ૧૯૩૬ની એ વાત, બે વર્ષ કુટુંબનું ગુજરાન સરખી રીતે ચાલ્યું. ત્યાં મારકેટની બંધિયાર હવાને લીધે પિતાશ્રીને દમનો વ્યાધિ લાગુ પડ્યો. નોકરી છોડવી પડી. આવકનું કોઇ સાધન રહ્યું નહિ. મુંબઇ છોડીને પાછા પાદરા જવું પડે એવા સંજોગો ઊભા થયા. તે વખતે પિતાશ્રીના ફોઈના દીકરા ચંદુલાલ જેસંગલાલ દલાલે એમને હૂંફ આપી અને આર્થિક મદદ કરી. ચંદુભાઇ પોતે શેઠ કીકીભાઇ પ્રેમચંદના ગાઢ મિત્ર. એમણે શેઠ કીકાભાઇને પિતાશ્રીની તકલીફની વાત કરી . કીકાભાઇએ પોતાના ટ્રસ્ટમાંથી દર મહિને આર્થિક સહાય મળી જાય એવી વ્યવસ્થા કરી આપી. ચંદુભાઇએ પિતાશ્રીને નાનાં છોકરાંઓને ભણાવવાનાં બેત્રણ ટ્યૂશન બંધાવી આપ્યાં કે જેથી તબિયત સાચવીને કામ કરી શકાય. માતા રેવાબાએ કપડાં, વાસણ વગેરે બધું જ ઘ૨કામ હાથે કરવાનું ચાલુ કરી દીધું. અને એમ કરતાં કુટુંબ મુંબઇમાં ટકી ગયું. દસ બાય વીસની રૂમમાં કુટુંબના અમે દસ સભ્યો રહેતાં. અમે ભાઇબહેનો કાગળની કોથળી બનાવવી, કેલેન્ડરમાં ચિત્રો ચોંટાડવા વગેરે પ્રકારના પરચુરણ કામો મેળવી લાવી નાની રકમ કમાતા અને એથી કુટુંબમાં રાહત થતી. એક દાયકો આવી સખત હાડમારીનો પસાર થયો. મોટા બે ભાઇઓએ ભણવાનું છોડી નાની ઉંમરે નોકરી ચાલુ કરી દીધી. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઇ ખાલી થયું ત્યારે કુટુંબ એક વર્ષ માટે પાદરા ગયું. પિતાશ્રી સાથે અમે બે ભાઇઓ મુંબઇમાં રહ્યા. ત્યારે મારી ઉંમર પંદરેક વર્ષની હશે. અમે હાથે રસોઇ કરીને ખાતા. પિતાશ્રી નોકરીએ જતા અને અમે શાળામાં ભણવા જતા .
વિશ્વયુદ્ધનો મુંબઇ પરનો ભય હળવો બન્યો અને કુટુંબ પાછું મુંબઇ આવીને રહેવા લાગ્યું. ઇ. સ. ૧૯૩૬ થી ૧૯૪૮ સુધી બાર વર્ષ સુધી પિતાશ્રી અને બે વડીલ બંધુઓની નોકરીની આવકમાંથી કુટુંબનું ગુજરાન ચાલ્યા કર્યું. ૧૯૪૮માં અમે બે ભાઇઓ યુનિવર્સિટીમાં ડિગ્રીની પરીક્ષા પાસ કરીને તરત નોકરીએ લાગી ગયા. પછી કંઇક આર્થિક રાહત અનુભવાવા લાગી. ક્રમે ક્રમે આવક વધતી ગઇ. એક પછી એક ભાઇઓનાં લગ્ન થતાં ગયાં, ઘર મંડાતાં ગયાંઅને એમ પાછો કુટુંબનો ઉત્કર્ષ થતો ગયો. માતા રેવાબાનું અવસાન ૧૯૭૫માં થયું.
પિતાશ્રી અને અમે છ ભાઇ અને બે બહેનોના પરિવારના સભ્યોની
પિતાશ્રીએ પાદરા પાસે મોભા નામના ગામમાં અનાજ કરિયાણાની
જ
હતો. નાના બે ભાઇઓ મુંબઇ નોકરી ધંધા માટે પહોંચી ગયા. મારા હવે દરેક દીકરાને પોતાની મેળે કમાવા માટે પુરુષાર્થ કરવાનો દુકાન કરી. તે વખતે અમે ભાઇ-બહેનોમાંથી મને અને મારી નાની બહેનને પિતાશ્રી મોભા સાથે લઇ ગયા હતા. ત્યારે મારી ઉંમર પાંચ વર્ષની હતી. અમે એક વર્ષ મોભા રહ્યાં હોઇશું. પરંતુ એ સમયનું બધું જ ચિત્ર આજે પણ નજર સામે તાદશ છે. ઇ. સ. ૧૯૩૨માં અમૃતલાલ બાપા પાદરે માંદા પડ્યા એટલે મોભાની દુકાન સંકેલીને પાદરા પાછા આવી જવું પડ્યું. અમૃતલાલ બાપાની તબિયત દિવસે દિવસે બગડતી ગઇ અને એમ કરતાં ઇ. સ. ૧૯૩૨ માં બોંતેર વર્ષની વયે એમણે દે છોડ્યો. એમના અવસાન સમય સુધી અમથી બા પાદરા રહ્યા અને ત્યા૨ે પછી મુંબઇ આવીને દીકરાઓને ત્યાં રહ્યાં.
હવે અમેરિકા, સિંગાપુર વગેરે દેશ વિદેશોમાં મળીને ઘણાં મોટાં મોટાં સંખ્યા હવે સો ઉપર નીકળી ગઇ. ત્રીજી પેઢીના સંતાનો પણ હવે વ્યવસાયે લાગી ગયાં. પિતાશ્રી કહે છે કે ખેતવાડીના એક રૂમમાંથી ઘર થઇ ગયાં. ફરી પાછો પહેલાંથી પણ અધિક વળતો દિવસ જોવા મળ્યો. આમ છતાં પિતાશ્રીએ ધણાં વર્ષોથી અપનાવેલી સાદાઇ પ્રમાણે એમની પાસે તો બે જોડ વસ્ત્રથી વધુ પરિગ્રહ હોતો નથી. સંતાનો સ્વતંત્ર થયા પછી લગભગ પંચાવનની ઉંમરે ધન કમાવામાંથી એમણે રસ છોડી દીધો હતો. પોતાના નામે બેન્કમાં ખાતું કે મિલ્કત નથી કે નથી તેમણે ઘણાં વર્ષોથી કોઇને પ્રશ્ન કર્યો કે તમે શો વ્યવસાય કરો છો અને તમારી શી આવક છે ?' તેઓ સતત ધર્મમય જીવે છે. સાધુ મહારાજ જેટલો પરિગ્રહ તેઓ રાખે છે. ઉપકારીના ઉપકારનું વિસ્મરણ ન કરવું અને
ધર્મમાં શ્રદ્ધા રાખવી એ માટે વારંવાર ભલામણ કરે છે.
પિતાશ્રીનું જીવન એટલે ચડતી પડતી અને પાછી ચડતીના દિવસોનું જીવન. પણ એ દરેક તબક્કામાં એમણે સ્વસ્થતા અને સમતાપૂર્વક ધર્મને આદર્શ તરીકે રાખ્યો છે. એમના સરળ, નિરભિમાની, નિ: સ્પૃહ, ધર્મમય શાંત પ્રસન્ન જીવનમાંથી અમને હંમેશાં સતત પ્રેરણા મળતી રહી છે.
] રમણલાલ ચી. શાહ