Book Title: Prabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 59
________________ 11 તા. ૧૬-૬-૯૬ અને તા. ૧૬-૭-૯૬ પ્રબુદ્ધ જીવન તાણાવાણા સાથે કેવી રીતે ગૂંથાઇ ગયેલો છે એનું આલેખન છે. સંક્ષેપમાં, બાઇબલમાં ઇશ્વર અને માનવ વચ્ચેના સંબંધોનું નિરૂપણ છે. જૂના કરારના ગ્રંથોને હિંદુઓની ચતુઃસૂત્રીની જેમ ચાર વિભાગોમાં વહેંચી શકાય. પહેલો ગ્રંથ તે પંચગ્રંથી અથવા નિયમસંહિતા, બીજામાં સેમ્યુઅલ, હેઝરા, નહેમિયા, મક્કાબી જેવા ઇતિહાસ ગ્રંથો છે. ત્રીજામાં યશાયા, વિર્મયા, ઝખરિયા, હેઝકિલ, ડેનિયલ જેવા ૧૭ પયગંબરોની વાણી છે અને ચોથો ગ્રંથ જ્ઞાનોપાસનાનો છે જેમાં સ્તોત્રસંહિતા, સર્વોત્તમગીત, ગીતરત્નો, નીતિસૂત્રોનો સમાવેશ છે. જૂના કરારના મહાપ્રસ્થાન ગ્રંથમાં વર્ણવ્યા મુજબ સિનઇ પર્વત ૫૨ મોશેની દરમિયાનગીરી થકી ઇઝરાયલી પ્રજા અને પરમેશ્વર વચ્ચે એક કરાર થયેલો. એ કરારને હજારેક વર્ષ વીતી ગયા બાદ ઇશુખ્રિસ્ત દ્વારા પુનઃ નવી જાતનો બ્રહ્મસંબંધ બંધાયો એવી ઇશુપંથીઓની શ્રદ્ધા છે. એથી કરીને ઇશુ ખ્રિસ્ત પૂર્વેના ૩૭ ગ્રંથોને જૂનો કરાર અને ખ્રિસ્ત પશ્ચાત ૨૭ ગ્રંથોને અથવા તો ઇશુ ખ્રિસ્તના જીવન-સંદેશને રજૂ કરતા ગ્રંથોને નવો કરાર કહે છે. સંપૂર્ણ બાઇબલ ઇશુના અનુયાયીઓનો ગ્રંથ છે જ્યારે જૂનો કરાર યહૂદીઓનો ધર્મગ્રંથ છે. જિસસના જીવન-કથન, આત્મબલિદાન, પુનરુત્થાનના પ્રભાવક વર્ણન ઉપરાંત નવા કરારમાં મેથ્યુ, માર્ક, લ્યૂક અને યોહાનના શુભસંદેશ છે. પ્રેષિતોના ચરિત્રો છે. યોહાનના શુભ સંદેશનો કવિ કાન્તને હાથે અનુવાદ થયો હોવાથી ગુજરાતીમાં વિશેષ પ્રસિદ્ધિ પામ્યો છે. · બધી પ્રાચીન સંસ્કૃતિઓમાં પ્રજા જીવનનું નિયમન કરતા કાયદાના સંગ્રહો મળી આવે છે. જેમ ભારતમાં મનુસ્મૃતિ છે તેમ જૂના કરારમાં મોશેકૃત પંચગ્રંથી છે. હિબ્રૂમાં એને તોરા કહે છે. તોરા એટલે નિયમ. પંચગ્રંથીઓ પ્રજા-જીવનના ધાર્મિક-સામાજિક અનેક પાસાંઓને આવરી લેતી આચાર-સંહિતાઓ છે. મનુસ્મૃતિની જેમ એને મોશે સ્મૃતિ પણ કહી શકાય. જ જેવી રીતે પુરાણોમાં મનુ અને મત્સ્યની કથા છે બરોબર તેવી રીતે કથા બાઇબલમાં નૂહની છે. સૃષ્ટિના જલ પ્રલયની અને સર્જનની કથાઓ છે. પ્રારંભમાં પૃથ્વી અસ્તવ્યસ્ત અને શૂન્ય હતી. અથાગ જલરાશિ પર કેવળ અંધકાર છવાયેલો હતો. બાઇબલનું આ વર્ણન વાંચીને વેદોનું નાસદીય સૂક્ત ના સાંભરે તો જ નવાઇ ! બાઇબલમાં ક્યાંક રાજવૃત્તાંતો છે તો ક્યાંક ગાર્ગી- મૈત્રેયી જેવી એસ્તેર અને રૂથની કથાઓ છે. ધર્મના ક્ષેત્રમાં શ્રદ્ધા મહત્ત્વનું ઘટક છે. તેથી શ્રદ્ધાને પોષક આશ્વાસન ધર્મ આપતો રહે છે.પછી એ હિંદુ હો યા ઇસાઇ, જેવી શ્રદ્ધા તેવી વ્યક્તિ. ગીતાનું વિધાન છે- યો ય સ વ સ શ્રદ્ધા મોટું બળ છે. શ્રદ્ધા નિર્ધનનું ધન છે. દુઃખમાં આશ્વાસન છે. શ્રદ્ધા એ જીવન છે. જીવનના યજ્ઞ કુંડમાં શ્રદ્ધાના અગ્નિનું આધાન છે. વેદોનું જ શ્રદ્ધાસૂક્ત છે. श्रद्धयाग्निः समिध्यते श्रद्धया हूयते हविः । श्रद्धां भगस्य मूर्ध्नि वचसा वेदयामसि || બાઇબલમાં ઇબ્રાનનું વિધાન છે. શ્રદ્ધા માનવીના કર્તૃત્વનો, જ્ઞાનનો, સત્યનો, યશનો મૂલ આધાર છે. શ્રદ્ધા દ્વારે જ પ્રભુના પયગંબરોએ ઉત્તમ પ્રશંસા પ્રાપ્ત કરી છે. વેદોના શ્રદ્ધાસૂક્ત અને ઇબ્રાનઉક્ત વચનમાં કેટલી સમાનતા વરતાય છે . એક સંત કવિએ ગાયું છે શ્રદ્ધા વિણ ધર્મ સદા નિર્બલ શ્રદ્ધા વિણ સત્ય જડે નાહીં મન નિશ્ચલ તો એ હિમાચલ છે, મન ચંચલ તો એ રજકણ છે. શ્રદ્ધા એ ધર્મનો મૂલાધાર છે તો સત્ય અને અહિંસા સર્વ ધર્મનો સાર છે. ધર્મનું અંતિમ તત્ત્વ અને સત્ત્વ છે. સમગ્ર જગતની સત્યમાં ૧૧ નિષ્ઠા છે અને સત્યમાં પ્રતિષ્ઠા છે. સત્ય એ બ્રહ્મનું પ્રતિબિંબ છે, સત્યના સહારે ગાંધીજીએ સ્વાતંત્ર્ય સંગ્રામ જીત્યો. પરમાત્માની સત્યવાણી યોહાનના મુખે બાઇબલમાં પ્રગટે છે. પત્રાવલિ ૨-૩) My Little Children, I have no greater joy than to hear that my Children walk in truth. ઇશ્વર પ્રેમ સ્વરૂપ છે. He that loveth not knoweth not the God, for God is Love (Yohan-1.4.8) જો કોઇ કહે કે તે ઇશ્વરને પ્રેમ કરે છે, પરંતુ એના ભાઇ સાથે આડવેર છે તો તે અસત્યભાષી છે. જેને દેખી શકે તે ભાઇને પ્રેમ ન કરનારો અદષ્ટ ઇશ્વરને કઇ રીતે ચાહી શકે ? પરસ્પર પ્રેમનો આ મંત્ર, દ્વેષરહિત યોહાનની પ્રેમમયી વાણીનો ઉદ્ઘોષ ઋગ્વેદના મા પ્રાતા પ્રાતર ટ્વિક્ષન્ ના વેદઘોષનો યુગયુગથી માનવ હૃદયમાં ગુંજતો અને ઘૂમતો જયઘોષ છે એવું પ્રતીત નથી થતું? એનું જ આધુનિક કાળનું સ્વરૂપ એટલે ‘હમારા નારા ભાઇચારા’ વેદ હો યા બાઇબલ-પ્રેમમય બંધુતા, રાષ્ટ્રીય એકાત્મતા અને વિશ્વ માનવતાનો એમાં પ્રતિઘોષ છે. પરસ્પર પ્રેમ ત્યારે જ પ્રગટી શકે અને ટકી શકે જ્યાં અભય હો. મયં મિત્રાશયમમિત્રાદ્. ભયના સામ્રાજ્ય અને ભયના ભાષ્યમાં ચિરંતન પ્રેમ કે નિરંતર મૈત્રી કશું સંભવી શકે નહીં. બાઇબલની આ સંતવાણી અને વેદોની આર્ષવાણીમાં કેટલું સામ્ય છે. ભિન્ન ભિન્ન ધર્મ, પ્રજા, જાતિ-વ્યક્તિઓને નિહાળવાની વેદકાલીન આર્યોની દૃષ્ટિ શત્રુની નહીં, મિત્રની છે. મૈત્રી અને પ્રેમનું ઝરણું આર્યોના હૈયામાં સંસ્કૃતિના આદિકાળથી વહેતું રહ્યું છે. યજુર્વેદ ૩૮.૧૮ એ ઝરણનો કલરવ છે. મિત્રસ્ય ચક્ષુષા સમીક્ષામહે । આપણે પરસ્પરને મિત્રની સ્નેહભરી દષ્ટિથી નિહાળીએ. સામાજિક સ્નેહસંવર્ધનનો આ વેદમંત્ર છે. ભારતીય સંસ્કૃતિમાં સ્નેહનું માધુર્ય છે. દૃષ્ટિનું ઔદાર્ય છે. સંગમનું સૌંદર્ય છે. ઋગ્વેદના દસમા મંડળના ૧૯મા સૂક્તની પ્રથમ ઋચા છે- સંગ સંગથ્થું સં વો મનસિ ઞાનતામ્ । અર્થાત્ આપણા સહુની ગતિ એક હો, મતિ એક હો, રતિ એક હો, રીતિ એક હો, નીતિ એક હો. સાથે હળીએ, સાથે મળીએ, સાથે ભળીએ. એકબીજાનાં મનને સુપેરે સમજીએ. આપણાં મન એક હો, મંત્રણાનો સૂર એક હો, હૃદય એક હો. ધ્યેય અને લક્ષ્ય સમાન હો. આપણે સહુ સુખશાંતિથી હસીખુશીને ભેળાં રહીએ. બાઇબલના નવા કરારમાં રોમના ધર્મસંઘ પર પાઉલના પત્રમાંથી એક ઉક્તિ છે-Now the God of patience and consolation grant you to be like-minded one towards another. એજ પત્રાવલિમાં આગળ કહે છે આપણે ઝઘડા-બખેડા, વ્યભિચાર, દુરાચાર, દગાબાજી, નશાબાજી, ઉપદ્રવ, મત્સરમાં ગૂંચવાઇ ન જતાં પરમાત્માના ગુણોને ગ્રહણ કરીએ. આપણાં મન એક હો (Ib. ૧૩.૧૧-૧૪) આત્મા સ્વયં આત્માનો સાક્ષી છે કે આપણે એક જ ઇશ્વરનાં સંતાનો ભાઇ ભાઇ છીએ. The spirit itself beareth witness with our spirit that we are children of God. બાઇબલની સ્તોત્રમંહિતામાં પ્રભુના મહિમા અને માનવની ગરિમાનું એક સર્વોત્તમ સ્તોત્ર છે. હે પ્રભુ ! મારા હે ભગવાન ! સકલ ધરા પર નામ તમારું કેવું ભવ્ય મહાન !! ગગને વ્યાપ્યું તેજ તમારું એના ગાઉં ગાન. માનવ કેરી વિસાત શી કે કરો તમે ય વિચાર મરણશાલી માનવ શું કે કરો તમે દરકાર છતાં દેવ શો સર્જ્યો અર્યો માન-તેજનો તાજ વળી તમારી સૃષ્ટિ કેરો એને કીધો રાજ

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92