________________
८
પ્રબુદ્ધ જીવન
હાથમાં રાખી એ ઊભો રહ્યો-પેલા રૂપિયા ખેંચવા. અચાનક એના હાથમાંથી પોતાનો રૂપિયો સરી પડ્યો ને પેલા રૂપિયાના ઢગલામાં જઇ પડ્યો. હવે ? એ તો તરત ગયો શેઠ પાસે ને બધી વાત કહી. શેઠે હંસીને કહ્યું-‘વાત ખોટી નથી. પણ પેલા રૂપિયા વધારે હતા એટલે એણે તારો રૂપિયો ખેંચી લીધો !
આ સાવ આપણી, પોતાને ત્યાંની વાત લાગે છે, ખરું ને ! પણ એના મૂળમાં તો એક ફારસી વાર્તા છે ! જે ફારસી શાયર નિઝામીના મહાકાવ્ય સિકંદરનામામાં નોંધાયેલી છે. એમણે આવો જ પ્રસંગ ટાંકી કહેવત તારવી છે. ‘જર રા જર કશદ’-ભાષાનો જ ફેર છે ને ! જે વાર્તા આપણા સમાજના વાતાવરણમાં રૂપાંતર પામી છે એટલું જ !
કોઇ જબરી સમસ્યાના ઉકેલ માટે, ખૂબ ચર્ચા પછી વિચારાયેલો ઉપાય અમલમાં મૂકવામાં અત્યંત મોટું જોખમ રહેલું હોય ત્યારે એવું જોખમ ખેડવા ભાગ્યે જ કોઇ તૈયાર થાય ! આવું દર્શાવતી એક કહેવત છે-બિલાડીને ગળે ઘંટ કોણ બાંધે !'
વાર્તા કંઇક આવી છે : ઉંદરો માટે બિલાડી હંમેશાં જાની દુશ્મન હોય છે. એ એવી છાનીમાની આવે, કે જરાયે જાણ ન થાય, ને કેટલાંયે ઉંદરોનો ખાતમો થઇ જાય, એટલે ઉંદરોએ આનો ઉપાય શોધવા સભા ભરી; ને નક્કી થયું કે બિલાડીની કોટે ઘંટ બંધાય તો એ આવે એની આગોતરી જાણ થઇ જાય ! પણ બિલાડીને ગળે ઘંટ બાંધવા જાય કોણ! જે જાય તેને બિલાડી ખાઇ જ જાય ને !
આ વાર્તા ઘણી ભાષાઓમાં પ્રચલિત થઇ છે. આપણે, કદાચ એ અંગ્રેજીમાંથી અપનાવી છે.
આ બધી વાર્તાઓ કહેવતોની યથાર્થતાનું સમર્થન જરૂ૨ ક૨ે છે, પણ કહેવતો માટે રજૂ થતી કેટલીક વાર્તાઓ પ્રતીતિકર નથી લાગતી. કહેવતોના પ્રચલિત અર્થને આધારે બનાવી લઇ, ઠઠાવી દીધી હોય એવી લાગે છે. દા. ત. કોઇ બે વ્યક્તિઓ વચ્ચે જબરું અંતર હોય એવું દર્શાવતી આપણી એક કહેવત છે. ‘ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી,' આને વિશે ઘણાંએ વાતો કરી છે, આને માટે રજૂ થયેલી એક વાર્તા તો એવી છે જે અન્ય બે-ત્રણ સંદર્ભમાં મેં વાંચી છે. એક તો
લોકકથા તરીકે પણ રજૂ થઇ છે. ને હા, એ તેલી, તે તૈલપ રાજા માટે કંઇક નીચા અર્થમાં બનેલું રૂપ છે. પણ આપણે ત્યાં તો કેટલાકે એને સ્થાને ‘ ગાંગલી ઘાંચણ’ પણ ગોઠવી દીધી છે, તે કહે છે, ‘ક્યાં રાજા
તા. ૧૬-૬-૯૬ અને તા. ૧૬-૭-૯૬
આવી કહેવતોમાં ઉમેરવા જેવી છે;–એ નસીબની વાત છે, ‘ન માગે દોડતું આવે.' વધુ પડતું અભિમાન હોય ત્યાં ‘હું કરું હું કરું !' કહીએ છીએ. અન્યના દોષ કાઢનાર પોતાના દોષ તરફ આંખ બંધ રાખે ત્યારે આપણે કહીએ છીએ-‘આપના અઢાર વાંકા !' અલબત્ત આ કહેવાયું છે ઊંટના સંદર્ભમાં; પછી, જવાબદારીપૂર્વક કોઇ વસ્તુ અન્ય માટે સાચવી રાખવાને બદલે કોઇ ઓળવી જાય ત્યારે કહીએ છીએ-‘વાડ થઈને ચીભડાં ગળે !' સ્વાસ્થ્ય સાચવવાને માટે કહેવાયું છે. ‘પહેલું સુખ તે જાતે નર્યાં’
ભોજ ને ક્યાં ગાંગલી ઘાંચણ.'
અન્ય ભાષામાંથી આવેલી કહેવતોમાં ઇતિહાસનો પણ સારો એવો ફાળો હોય છે. અંગ્રેજોના શાસનને લઇને આપણે ત્યાંજેમ અંગ્રેજી પ્રયોગો પ્રચલિત થયા છે તેમ મુગલ શાસનને લઇને આપણી ભાષામાં સારી એવી પ્રચલિત થયેલી કેટલીક કહેવતો છે જે એવી આત્મસાત થઇ ગઇ છે કે હવે તો માનવામાં ન આવે કે એ મૂળ ફારસી છે. મોટે ભાગે એ માત્ર ભાષાંતર રૂપે આપણે ત્યાં પ્રચલિત થઇ છે. ચાલો થોડી જોઇએ. એક છે–દીવાલને પણ કાન હોય છે. બીજી છે– ખોદ્યો ડુંગર ને કાઢ્યો ઉંદ૨. પછી એક મ્યાનમાં બે તલવાર ન રહે, પછી સિંદરી બળે પણ વળ ન જાય, અથવા દોરડી બળે ને વળ ન જાય. પછી ગઇ ગુજરી ભૂલી જવી. ઉપરાંત નાદાન દોસ્ત કરતાં દાનો દુશ્મન ભલો, કૂતરાની
પૂંછડી વાંકી તો વાંકી જ, સોબતે અસર.
કહેવતોની જેમ પ્રચલિત કેટલીક પંક્તિઓ તો આપણે ત્યાં પદ્ય રચનાઓમાંથી યે આવી છે. જેમકે-કોઇ એક બાબતનો યોગ્ય રીતે ઉપયોગ ન થતાં, અણઘડ રીતે થયેલા ઉપયોગ માટે આપણે અખાની પંક્તિમાં ટાંકીએ છીએ-‘આંખનું કાજળ ગાલે ઘસ્યું.’
કામ કર્યું હોય કોઇએ, પણ એનો યશ જોડેનું જ અન્ય કોઇ લેતું હોય-ગાડા નીચે કૂતરું આવેલું હોય ને માની લે કે પોતાને કા૨ણે જ ગાડું ચાલે છે; એવું હોય ત્યારે આપણે કહીએ છીએ-‘શકટનો ભાર જ્યમ શ્વાન તાણે.' ભાષા વિશેનો અનાવશ્યક વિવાદ થાય ત્યારે આપણે અખાની પંક્તિઓ ટાંકીએ છીએ-‘ભાષાને શું વળગે ભૂર.’
આ બધી મૂળ પદ્યરચનાઓમાંથી લેવાઇ છે. આપણે ત્યાં સારી એવી પ્રચલિત એવી જ એક કહેવત છે-‘એક પંથ દો કાજ !' દેખીતી રીતે એ હિંદીમાંથી આવી છે. મૂળ રચનામાં-દહી વેચવા નીકળેલી સખીઓની વાત છે. એક કહે છે આમ ચાલ સખી આપણે ત્યાં જઇએ જ્યાં કનૈયો છે. દહીં પણ વેચાશે ને કનૈયાને પણ મળાશે
ચલો સખી જાએં જહાઁ મિલે બ્રજરાજ
ગોરસ બેચત હરિ મિલે, એક પંથ દો કાજ
પ્રજા જીવનનાં કેટલાંક પાસાઓનું દર્શન કરાવતી કહેવતો જોઇએ. દા. ત. ‘કાગડા બધેજ કાળા' પછી ‘પાપડી જોડે ઇયળ પણ બફાઇ જાય' પછી ‘દૂધનો દાઝ્યો છાશ પણ ફૂંકી ફૂંકીને પીયે' હવે આ જુઓ
બે હાથ વગર તાળી ન પડે' અથવા ‘દે દામોદર દાળમાં પાણી', ‘દૂધમાં ને દહીંમાં પગ રાખવો’, ‘બે ઘરનો પરોણો ભૂખે મરે’, ‘પાણી પહેલાં પાળ બાંધવી’, ‘બોલે એના બોર વેચાય'.
આવી કહેવતોમાં વ્યવહારદષ્ટિનાં દર્શન થાય છે. ‘ઘેર ઘેર માટીના ચૂલા', ‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય', આવ્યા મળવા ને બેસાડ્યા દળવા' સો દિવસ સાસુના તો એક દિવસ વહુનો' આવી કહેવતો સમાજના દર્પણસમી થઈ પડે છે. જ્યારે-‘સસ્તું ભાડું ને સિદ્ધપુરની જાત્રા' જેવી કહેવતો તે તે સ્થાનના તત્કાલીન મહત્ત્વનું દર્શન કરાવે છે.
પ્રચલિત છે જરા કંઇ કરી આવો કે વધુની અપેક્ષા રખાય ત્યારે કહીએ માનવ પ્રકૃતિનું દર્શન કરાવતી તો કેટલીયે કહેવતો આપણે ત્યાં છીએ- આંગળી આપતાં પહોંચો પકડ્યો.' માનવ સ્વભાવનું વિશ્લેષણ કરાવતી કહેવતો છે-‘ખાળે ડૂચા ને દરવાજા ઉઘાડા' અથવા ’ખાળે ડૂચા ને ગરનાળાં ઉઘાડાં', ‘પાઇની પેદાશ નહીં ને ઘડીની ફુરસદ
નહીં', 'સુખમાં સોની, દુ:ખમાં રામ', ‘આગ લાગે ત્યારે કૂવો ખોદવો!' પછી 'સઇની સાંજ', 'સુતારને મન બાવળીઓ', જોનારની એક ને ચોરનારની ચાર’, અથવા ‘ચોરને મન ચાંદરણું’, જેવી કહેવતોમાં વ્યવસાયીઓની પ્રકૃતિનાં દર્શન થાય છે-એક જમાનામાં ચોરી પણ વ્યવસાય ગણાતો ને !
વ્યવહારમાં ખૂબ ઉપયોગી નીવડેલી કેટલીક એવીયે કહેવતો છે જે ચોક્કસ સંજોગોમાં યોગ્ય હોય, પણ પૂર્વાપર સંજોગો બાદ કરતાં સ્વતંત્ર કહેવતો તરીકે એ પરસ્પરની વિરોધી પણ લાગે. આપણી એક કહેવત છે, ‘બોલે તેનાં બોર વેચાય !' જ્યારે આથી તદ્દન ઊલટી જ સલાહ આપતી કહેવત છે ‘ન બોલ્યામાં નવ ગુણ’ આવું જ એક બીજું જોડકું છે-'ભઠિયારો ભૂખે ન મરે' હવે સરખાવો ‘રાંધનારીને ધૂમાડો’ પરસ્પર વિરોધી વિધાનો પણ ભિન્ન ભિન્ન સંજોગોમાં પૂરેપૂરા ખરા નીવડી શકે એવાં હોય છે. એક વધુ જોઇએ ‘વાવે તેવું લણે’ ને સરખાવો ‘કીડી સંખે તેતર ખાય !' લગભગ આવા જ ભાવવાળું અન્ય એક જોડકું છે-‘કરે તેવું પામે' તો સામે છે. ‘કરે કોઇ ને ભરે કોઇ !’
કહેવતોના આ વિશ્વમાં અનોખું વૈવિધ્ય છે ને સમાજના ચિત્રની રંગીન છણાવટ પણ છે, તે છતાં સંજોગો અનુસાર એ બધી જ સો ટકા ખરી નીવડે છે.