Book Title: Prabuddha Jivan 1996 Year 07 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 27
________________ તા. ૧૬-૨-૯૬ અને તા. ૧૬-૩-૯૬ પ્રમુખ, ઇતિહાસના પ્રાધ્યાપક હાજીનું પણ અપમાન લાગ્યું. પરિણામે પ્રિન્સિપાલ સાથેના શ્રી ચાગલાના સંબંધો તંગ બની ગયા. શ્રી ચાગલાને ઓક્સફર્ડમાં અભ્યાસ ક૨વા જવાનું બન્યું ત્યારે તેઓ ફાઘર પાસે ગુણવત્તાનું પ્રમાણપત્ર લેવા ગયા ત્યારે ફાધરે ઠંડો આવકાર આપ્યો, પરંતુ પછી રાબેતા મુજબનું પ્રમાણપત્ર શ્રી ચાગલાને આપ્યું હતું . પ્રબુદ્ધ જીવન ઓક્સફર્ડમાં તેમણે ‘અર્વાચીન ઇતિહાસ'નો વિષય પસંદ કર્યો. હતો. શ્રી ચાગલાને સાહિત્યનો અત્યંત શોખ હતો, ખાસ કરીને કાવ્યોનો. ઇતિહાસ પરનાં વ્યાખ્યાનોમાં હાજરી આપવી ફરજીયાત નહોતી, તેથી શ્રી ચાગલા અંગ્રેજી કવિતા પરનાં વ્યાખ્યાનો સાંભળવા જતા. શ્રી ચાગલાને ખબર પડે કે પોતાની શૈલી અને વક્તૃત્વકળા માટે પ્રખ્યાત હોય તેવી કોઇ ખ્યાતનામ વ્યક્તિ બોલવાની છે, તો તેઓ ત્યાં અવશ્ય જતા. તેમને ઓક્સફર્ડમાં ચર્ચાસભામાં ભાગ લેવાની સારી તક મળી હતી . ત્યાં તેમને શ્રી ઝીણા, શ્રીમતી સરોજિની નાયડુ વગેરે જેવી ભારતની ખ્યાતનામ વ્યક્તિઓનો સંપર્ક થતો. ત્યારે સુભાષચંદ્ર બોઝ ત્યાં આઇ. સી.એસ.નો અભ્યાસ કરતા હતા. શ્રી ચાગલાએ અઢી વર્ષ સુધી સભાઓમાં જવું, ચર્ચા સભાઓમાં ભાગ લેવો વગેરેમાં ગાળ્યાં હતાં. છેલ્લી પરીક્ષાને જ્યારે ત્રણ માસ રહ્યા ત્યારે તેઓ ખિન્ન બની ગયા. પરંતુ સઘળી પ્રવૃત્તિઓ છોડી ત્રણ માસ સુધી તેઓ અભ્યાસમાં લીન બની ગયા. પરીક્ષાના આગલા બે ત્રણ દિવસ કંઇ ન વાંચવું. એવો તેમનો પ્રયોગ મુંબઇમાં સફળ થયો હતો. તેમણે ઓક્સફર્ડમાં પણ જ પ્રયોગ અજમાવ્યો. તેઓ બીજા વર્ગમાં ઉત્તીર્ણ થયા. તેમણે ઓક્સફર્ડના અભ્યાસ દરમ્યાન ‘ઇનર ટેમ્પલ'માં પણ તેમનું નામ નોંધાવ્યું હતું. તેમને દરેક સત્રમાં ટેમ્પલમાં ત્રણ ભોજન સમારંભમાં ઉપસ્થિત થવા માટે લંડન જવું પડતું. આ બેરિસ્ટર થવા માટે જરૂરી હતું. ત્રણ વર્ષ બાદ, ભારતમાં ગમે તે મુશ્કેલીઓનો તેમને સામનો કરવો પડે તો તેનો તેઓ બહાદુર હૃદયે સામનો કરશે. એવી જરૂરી શ્રદ્ધા સાથે તેમણે ઇ . સ. ૧૯૨૨માં ઋણભાવના સ્વીકાર સાથે ઓક્સફર્ડની વિદાય લીધી. ડૉ. આંબેડકર અને તેઓ મુંબઇનાં વકીલો મંડળમાં એક જ દિવસે દાખલ થયા હતા. અને વડી અદાલતમાં સાથે જ પ્રેકટીસ કરતા. શ્રી ચાગલા ઇ. સ. ૧૯૨૨માં મુંબઇનાં વકીલ મંડળમાં જોડાયા ત્યારે ઇનવેરારીટી, અને સ્ટ્રોંગમેન જેવા અંગ્રેજ વકીલો અને ભૂલાભાઇ દેસાઇ, દીનશા, મહંમદઅલી ઝીણા, સર ચીમનલાલ સેતલવાડ વગેરે જેવા પ્રતિભાશાળી ભારતીય વકીલો ખૂબ મોટી પ્રતિષ્ઠા ધરાવતા હતા. શ્રી ચાગલાના શરૂઆતના દિવસો આર્થિક રીતે ખૂબ જ વસમા હતા. શરૂમાં ઝીણા રાષ્ટ્રવાદી અને દેશપ્રેમી હતા તેથી ચાગલા તેમની ચેમ્બરમાં વકીલ તરીકે છ વર્ષ રહ્યા. પરંતુ ચાગલાને કેસ માટેની બ્રીફ મળે તેવી કોઇ ભલામણ તેમણે નહિ કરેલી. પરિણામે શ્રી ચાગલાને સખત પરિશ્રમ કરવો પડેલો. સખત મહેનત કરવાનો આ ગુણ તેમનાં જીવનમાં હંમેશાં રહ્યો. તેમણે ઇ. સ. ૧૯૪૧ સુધી ૧૯ વરસ વકીલાતની પ્રેકટીસ કર. આઠેક વરસ પછી તેમની પ્રેકટીસ સારી ચાલતી હતી અને ક્ષેત્ર વિસ્તરતું હતું. વકીલ મંડળમાં જોડાયા પછી તેમનાં લગ્ન થયાં, તેમનાં પત્ની વધારે શિક્ષિત નહોતાં. શ્રી ચાગલા તેમનાં પત્નીને હંમેશાં શુભ ગ્રહો ધરાવનાર ગણતા હતા. ઇ. સ. ૧૯૪૧ના ફેબ્રુઆરી માસમાં મુંબઇની વડી અદાલતના વડા ન્યાયમૂર્તિ સર જ્હોન બોમોન્ટે શ્રી ચાગલાને વડી અદાલતમાં ન્યાયાધીશનું સ્થાન લેવાનો પ્રસ્તાવ રજૂ કર્યો. શ્રી ચાગલાનું નામ ન્યાયાધીશ તરીકે સ્વીકારાય તે માટે વડા ન્યાયમૂર્તિને ભારત સરકાર સાથે ઝગડવું પડ્યું હતું, કારણ કે શ્રી ચાગલા રાજકારણની પ્રવૃત્તિમાં સંકળાયેલા હતા. પરંતુ વડા ન્યાયમૂર્તિ સર જ્હોન બોમોન્ટની એ દલીલ હતી કે તેમને શ્રી ચાગલામાં ન્યાયતંત્રને લગતાં શક્તિઓ તથા ગુણો ૧૧ સાથે લેવાદેવા છે. તેમણે સરકારને ખાતરી આપી હતી કે ન્યાયાસન પર તેઓ રાજકારને નહિ લાવે એટલો એમના પર વિશ્વાસ રાખી શકાય એમ છે. ઉગ્ન સંઘર્ષ અને ટપાટપી પછી શ્રી ચાગલાનું નામ સરકારને સ્વીકારવું પડ્યું. શ્રી ચાગલાએ તેમની પત્ની સાથે વિચારણા કરી અને પોતે પણ વિચાર કર્યો. આખરે તેમણે તેમનું જાહેર જીવન છોડીને ઇ. સ. ૧૯૪૧ના ઓગસ્ટની ૪થી તારીખે મુંબઇની વડી અદાલતના મદદનીશ ન્યાયાધીશ તરીકેનું તેમનું સ્થાન સંભાળ્યું. શ્રી ચાગલા ન્યાયાધીશ તરીકેનાં તેમનાં ન્યાય-ચુકાદો આપવાનાં કાર્યમાં નિર્બળ લોકોને અદાલતનાં ૨ક્ષણની વિશેષ જરૂર છે તેવી દષ્ટિ રાખતા. વડા ન્યાયમૂર્તિ તેમની કામગીરીથી સંતોષ પામ્યા હતા. તેમના પછી આવેલા બીજા અંગ્રેજ ન્યાયમૂર્તિઓનો પણ શ્રી ચાગલાએ વિશ્વાસ સંપાદન કર્યો હતો. ભારત સ્વતંત્ર બનતાં, ઇ. સ. ૧૯૪૭ની ૧૫મી ઓગસ્ટે શ્રી એમ. સી. ચાગલાએ સ૨ લીઓનાર્ડ સ્ટોન પાસેથી મુંબઇની વડી અદાલતના વડા ન્યાયમૂર્તિનો હોદ્દો સંભાળી લીધો. તેઓ અગિયાર વરસ સુધી કાર્યક્ષમ વડા ન્યાયમૂર્તિ તરીકે રહ્યા. તેમને તાવ આવ્યો હોય, સંધિવાનો પ્રબળ હુમલો આવ્યો હોય, તેઓ બિમાર હોય કે વ્યથિત દશામાં હોય, તો પણ તેઓ અદાલતમાં બેસતા. તેમનાં પત્ની તેમને પૂછતાં, ‘જ્યારે તબિયત સારી ન હોય ત્યારે પણ અદાલતમાં બેસવાથી તમને કંઇ વધારાનો પગાર મળે છે કે શું ?' તેઓ જવાબ આપતા, મારો આત્મા એમાં શાંતિ અનુભવે છે અને એ મને એક મહિનાના વધારાના પગાર જેટલો જ આનંદ આપે છે.’ શ્રી ચાગલાની વડા ન્યાયમૂર્તિ તરીકેની સુંદર અને માનવતાભરી કારકિર્દી દરમ્યાન આઘાત સાથે આશ્ચર્ય થાય તેવો આઘાતજનક બનાવ બન્યો. તેમની પુત્રીએ તેમને બચાવી લીધા એમ કહી શકાય. ઘુલીપાથી કોઇ માણસ તાકીદનાં કામનું બહાનું આપીને મળવા માગતો હતો. તે માણસે વડા ન્યાયમૂર્તિના મંત્રી સાથે મુલાકાત નક્કી કરી નહોતી. તેથી શ્રી ચાગલા તેને મળવા માગતા નહોતા. તેમની પુત્રી બહારથી આવીને, તેમના ખંડમાં ધસી ગઇ અને તેને મળવા જવાની તેમને ના પાડી. પિતાએ કહ્યું, ‘દૂરથી ગરીબ માણસ આવ્યો છે તો મારે મળવું જોઈએ.' પુત્રીએ કહ્યું, ‘ડેડી, મે એ માણસનો દેખાવ ગમતો નથી, અને કૃપા કરીને એને ન મળશો.' પછી તો તે માણસ અચાનક કાર્યાલયમાં ધસી આવ્યો. અને શ્રી ચાગલાની હત્યા કરવાના હેતુથી એ આવ્યો હતો એ ખુલ્લું પડી ગયું. તે દિવસે વડા ન્યાયમૂર્તિના નિવાસસ્થાનના દરવાજા બહાર બે પોલીસના માણસો રાઇફલ સાથે ઊભા હતા તે દોડી આવ્યા અને આ તોફાની માણસને ગોળી મારી ત્યારે મામલો થાળે પડ્યો. શ્રી એમ. સી. ચાગલા આ માણસને ઓળખતા નહોતા તેમ અદાલતમાં તેનો કોઇ દાવો પણ નહોતો. શ્રી ચાગલાને આ માણસનું આવું કૃત્ય કરવા આવવાનું કારણ સમજાયું નહિ. તેઓ તરત જ રાબેતા મુજબનાં જીવનની જેમ રહેવા લાગ્યા. જ તેમનામાં ન્યાયાધીશ તરીકેનાં સૂઝ અને બુદ્ધિશક્તિને લીધે જીવન વીમા કોર્પોરેશનની બાબતોમાં તપાસ કરવા માટે એક વ્યક્તિનાં ન્યાય પંચ માટે કેન્દ્ર સરકારના ગૃહપ્રધાન પંડિત ગોવિંદવલ્લભ પંતે શ્રી ચાગલાની સંમતિ માગી. તેમણે ત્વરાથી તપાસ પૂરી કરીને તેમનો અહેવાલ રવાના કરી દીધો. તેમના આ ચુકાદાને રાષ્ટ્રપતિ ડૉ. રાજેન્દ્રપ્રસાદ આજ સુધી અપાયેલાં ચુકાદાઓમાં એક શ્રેષ્ઠ ચુકાદો ગણતા હતા અને તેમણે કહ્યું, ‘જગતના સર્વશ્રેષ્ઠ અડધો ડઝન ન્યાયાધીશોને ભેગા કર્યા હોત તો તેઓ પણ આનાથી સવિશેષ ન્યાયપુરઃસર અને વિવેકબુદ્ધિપૂર્વક ચુકાદો રજૂ કરી શક્યા ન હોત...’ શ્રી ચાગલાએ તેમની વડા ન્યાયમૂર્તિ તરીકેની કારકિર્દી વિશે લખ્યું છે, ‘એ અગિયાર વર્ષોનો કાળ મારા જીવનનું સૌથી સવિશેષ સુવાસિત ગુલાબપુષ્પ બની રહે છે. આજે પણ એ સુવાસ મહેંકે છે, અને જ્યારે

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92