Book Title: Pistalisa Agam Pooja tatha Parichay Author(s): Shrutgyan Prasarak Sabha Publisher: Shrutgyan Prasarak Sabha View full book textPage 8
________________ પૂજા શરુ કરતાં પહેલાં - જરૂરી - પૂજાની વિધિ પ્રથમ સ્નાત્ર ભણાવવું. આ પૂજામાં ભગવાનની સમક્ષ પિસ્તાલીસ આગમ પધરાવવા અને પાંચ પ્રકારનાં ૪૫ ફળ, પાંચ પ્રકારનાં ૪૫ નૈવેદ્ય, ૪૫ શ્રીફળ, ૪૫ નાગરવેલનાં પાન તથા સોપારી અને ૪૫ દીવા મુકવાં, એક આગમની પૂજાની થાળી વાગે ત્યારે ત્રિગડામાં બિરાજેલ ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવી, અને એક દીવો પેટાવવો. વળી જયારે જે આગમની પૂજા ચાલતી હોય ત્યારે તે આગમ થાળમાં પધરાવીને ત્યાં ઊભા રહેવું; ને પૂજા પૂરી થયે તે આગમની ૧, વાસક્ષેપ ૨, સોનામહોર-રૂપાનાણું ૩, ચોખાથી વધાવવા ૪ પુષ્પ ચઢાવવા, ૫ ધૂપ દીપ ૭ નૈવેદ્ય ૮ ફળ આ રીતે અષ્ટપ્રકારી પૂજા કરીને પધરાવવું, એકેક પૂજા ભણાઈ રહે એટલે એ આગમના જાપનું જે પદ હોય તેનો ૧૦૮ વાર જાપ કરવો સંઘમાં ઉલ્લાસ હોયતો સાચામોતી પાના, પોખરાજ માણેક વગેરેથી વધાવવા બધા આગમને સોના-રૂપાના ફૂલથી વધાવવા. ૪૫ પૂજા પૂર્ણ થયે ૧૦૮ દીવાની આરતી, મંગળ દીવો અને શાંતિ કળશ કરવાં. જો પૂજા બે દિવસ થઈને ભણાવવાની હોય તો પહેલાં દિવસે પહેલી ત્રેવીશ આગમની અને બીજા દિવસે બાવીશ આગમની પૂજા ભણાવવી. પહેલા દિવસે સાત દીવાની આરતી કરવી. ફળનૈવેદ્ય બને દિવસ એજ ચાલ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76