Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 64
________________ ૫ શ્રી રાયપરોણી સૂત્ર ૧૩ સૂત્રકૃતાંગસૂત્રનું ઉપાંગ. પ્રદેશ રાજાનો વિસ્તૃત અધિકાર, શુભધ્યાને મૃત્યુ પામી એની સૂયભિદેવ તરીકે પ્રથમ દેવલોકમાં ઉત્પત્તિ. સૂયભવિમાનનું વર્ણન. સૂયભદેવે કરેલી વિસ્તૃત વિધિપૂર્વક જિન-પૂજાનું વર્ણન. ભગવાન મહાવીરના સમવસરણમાં સૂયભિદેવનું આગમન. પ્રભુભકિત નિમિત્તે તેણે કરેલાં બત્રીસ બદ્ધ નાટકોનું વર્ણન, તથા ભગવંતને પૂછેલા છ પ્રશ્નોનું વર્ણન વગેરે. સિદ્ધાયતનની ૧૦૮ જિનપ્રતિમાઓનું વર્ણન જિનપૂજાનો મહિમા વર્ણવતો ગ્રંથ. આ સૂત્ર સાહિત્યનો રસપ્રદ ગ્રંથ છે. શ્લોક પ્રમાણ ૨૧૦૦ પ્રવચનકિરણાવલિ' નામના આગમ ગ્રંથોના વિસ્તૃત પરિચયવાળા ગુજરાતી ગ્રન્થમાં પૂ.આ. ભ. શ્રી પદ્મસૂરિજી મહારાજે કોઈક ચરિત્રના આધારે એવું લખ્યું છે કે, પ્રદેશીરાજા, આચાર્ય પ્રવરશ્રી કેશીગણધર મહારાજ પાસેથી ધર્મ-બોધ પામીને તુર્ત પ્રાયશ્ચિત્ત સ્વરૂપ છઠ્ઠને પારણે, ૩૯મા દિવસે રાણી સૂર્યકાન્તાએ કરેલા વિષપ્રયોગથી સ્વર્ગવાસી થાય છે. પણ તે વેળાએ તેમને અત્યંત સમાધિ હતી. ધન્ય છે તેમના સમભાવને ! છે. શ્રી જીવાભિગમ સૂત્ર ૧૪ શ્રી ઠાણાંગસૂત્રનું ઉપાંગ. જીવ, અજીવ, ચારગતિ, અઢીદ્વીપ, જંબુદ્વીપ, ચોરાશી લાખ નરકાવાસ, વૈમાનિક દેવોનાં વિમાનોનું વર્ણન, તથા વિજયદેવે કરેલી જિનપૂજાનું વિસ્તૃત વર્ણન. નવતત્વ અને દંડક વગેરે પ્રકરણો. પન્નવણાસ્ત્રમાં કહેલા પદાર્થો ઉપરથી જ આની રચના કરવામાં આવી છે. જીવ અજીવ તત્વનું વિસ્તૃત નિરૂપણ. શ્લોક સંખ્યા : ૪૭૦૦ આ આગમ ઉપર ૧૫૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણિ છે અને ભવવિરહાંક શ્રી હરિભદ્રસૂરિજી મહારાજની પ્રદેશ ટીકા' નામની ૧૧૯૨ શ્લોક પ્રમાણવૃત્તિ છે. આ બન્ને પ્રાયઃ અમુદ્રિત છે. જયારે શ્રી મલયગિરિસૂરિવર રચિત ૧૪000 શ્લોક પ્રમાણ વૃત્તિ મુદ્રિત છે. ૫૬ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76