Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 68
________________ શ્રી મહાપચ્ચકખાણ પયના સૂત્રો ૨૬ જ્ઞ પરિજ્ઞા વડે જાણવા યોગ્ય અને પ્રત્યાખ્યાન-પરિજ્ઞા વડે તજવા યોગ્ય વસ્તુઓનું વર્ણન, તેમજ સાધુઓએ અંત સમયે કરવા લાયક આરાધનાનું ખાસ વર્ણન. મોટા પ્રત્યાખ્યાન કરવાનું સ્વરૂપ છે. આ શ્લોક સંખ્યા ૧૫૦ આ સૂત્રમાં દુષ્કતોની નિંદા, માયાનો ત્યાગ, પંડિત મરણની અભિલાષા અને પ્રશંસા, પૌદ્ગલિક આહારથી અતૃપ્તિ, પાંચ મહાવ્રતોનું પાલન અને આરાધનાનું વર્ણન છે. છે શ્રી ભત્તપરિજ્ઞાપના સૂત્ર ૨૭ પંડિત મરણના ત્રણ પ્રકાર. ભક્તપરિજ્ઞા, ઇગિની અને પાદપોપગમન, ભક્તપરિજ્ઞા મરણ સવિચાર અને અવિચાર એમ બે પ્રકારનું છે. આ ભક્તપરિજ્ઞા મરણની-અણસણની વિધિ અને સાધુ તેમજ શ્રાવકને ભાવવા યોગ્ય અંતિમ ભાવનાનું વર્ણન. શ્લોક સંખ્યા ૨૦૦ ચાણકયના સમાધિ મરણનું વર્ણન આમાં છે. શ્રી નંદુલdયાલીયમયના સૂત્રો ૨૮ આ ગ્રંથ વૈરાગ્યરસનો ભંડાર છે. સંસારની અસારતા, મનુષ્ય-દેહની અપવિત્રતા, ગર્ભની સ્થિતિ, જન્મની વેદના, મનુષ્યપણાના આયુષ્યમાં ૪૬૦૮000000ની સંખ્યામાં ચોખાના દાણાનો આહાર એવી જ રીતે બીજી વસ્તુઓનો આહાર. છતાં પણ રહેતી અતૃપ્તિ વગેરેનું વૈરાગ્યમય વર્ણન. સો વર્ષના આયુષ્યવાળો પુરુષ પ્રતિદિન તંદુલ- ભાત ખાય તેની સંખ્યાના વિચારના ઉપલક્ષણથી આ નામ પડેલું છે. શ્લોકઃ ૪૫૦ છે શ્રી ગણિવિજજા પયના સૂત્રો ૨૯ જયોતિષવિષયક મોટા ગ્રંથનો સાર. દિવસ, તિથિ, પ્રહ, મુહૂર્ત, શુકન, લગ્ન, હોરા, નિમિત્ત વગેરેનું વર્ણન. શુભ કાર્યોમાં બળવાન તિથિ, મુહૂર્ત લગ્ન વગેરે જોવાની વિચારણા. એ દરેકમાં અમુકમાં શું શું કરવું ઘટે એ બતાવ્યું છે. ૮૨ ગાથા છે. so Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 66 67 68 69 70 71 72 73 74 75 76