Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 70
________________ સમક્ષ પર્યુષણામાં વંચાય છે. સાધુને ચારિત્રમાં અશક્તિ લાવનાર ૨૧ સબલ દોષ, ગુરુની ૩૩ આશાતના, આચાર્યની આઠ સંપદા ને તેના ભેદ, શિષ્યને માટે ચાર પ્રકારના વિનયની પ્રવૃત્તિ અને તેના ભેદ, ચિત્તસમાધિના દશ સ્થાન, શ્રાવકની ૧૧ પ્રતિમાનું વિવરણ, ભિક્ષુપ્રતિમા, મહામોહનીય કર્મબંધના ૩૦ સ્થાન અને નવ નિયાણાનું સ્વરૂપ છે. શ્લોક પ્રમાણ ઃ ૨૦૦૦ ॥ શ્રી બૃહત્કલ્પ સૂત્ર ૫ ૩૫ સાધુ-સાધ્વીના વિવિધ આચારોનું ઝીણવટભર્યું વર્ણન, ઉત્સર્ગ તથા અપવાદની ઘણી હકીકતોનો સંગ્રહ. છ ઉદ્દેશક છે. જે કર્મબંધના હેતુ અને સંયમને બાધક સ્થિતિ, પદાર્થ વગેરે છે તેનો નિષેધ અને જે સંયમને સાધક છે તેનું વિધાન કરી તેવા પદાર્થ, સ્થાન, વસ્ત્ર, પાત્ર આદિ જણાવ્યા છે. અમુક અકાર્ય માટે દશમાંથી કર્યુ પ્રાયશ્વિત્ત આપવું તે અને કલ્પ ના છ પ્રકા૨ વગેરે જણાવેલ છે. શ્લોક : ૫૦૦ ॥ શ્રી વ્યવહાર સૂત્ર૫ ૩૬ આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત- એ પાંચ વ્યવહારો કયા કયા મુનિઓ માટે હોય તેની સમજણ. અત્યારે શાસનમાં સર્વ આરાધના જીત વ્યવહાર મુજબ ચાલે છે. શ્લોક : ૬૦૦૦ ચરણ કરણાનુયોગની ઘણી ઝીણી ઝીણી વાતોનો દરિયો છે. દશ ઉદ્દેશક છે. આલોચના સાંભળનાર તથા આલોચના કરનાર મુનિ કેવા હોવા જોઇએ, આલોચના કેવા ભાવથી કરવી જોઇએ, કોને કેટલું પ્રાયશ્વિત્ત દેવું. ગણિમાં જ્ઞાનચારિત્રાદિ શું ગુણો જોઇએ, આચાર્ય-ઉપાધ્યાયાદિ સાત પદવી કોને આપવી ?, વિહાર તથા ચાતુર્માસ કેટલા સાધુ સાથે કરવા, કેટલા સાધ્વીઓએ સાથે કરવું, બે પ્રકારની પ્રતિમા, બે જાતના પરિષહ, પાંચ પ્રકારના વ્યવહાર, ચાર જાતના પુરુષ, ચાર જાતના આચાર્ય ને શિષ્ય, સ્થવિરની તથા શિષ્યની ત્રણ ભૂમિકા, અમુક આગમો કયારે શીખવવા વગેરે નિરુપણ છે. ॥ શ્રી જીતકલ્પ સૂત્ર ૫૩૭ પ્રાયશ્ચિત્ત વિષેના મહાગ્રંથોમાંથી સાર લઇને દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત-વિધાન બતાવ્યાં છે. ગંભીર ગ્રંથ છે. આ ગ્રંથનાં અધિકારી ગીતાર્થ ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 68 69 70 71 72 73 74 75 76