Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 61
________________ શ્રી જ્ઞાતાંગ સૂત્ર ૬ ધર્મકથાનુયોગના આ ગ્રંથમાં પૂર્વે સાડા ત્રણ ક્રોડ કથાઓ હતી, જેમાંની હાલ માત્ર ઓગણીશ જ કથાઓ ઉપલબ્ધ છે. એના ઉપનય ખાસ સમજવા લાયક છે. ધર્મની કથાઓનો સંગ્રહ. પ્રથમ શ્રત સ્કંધમાં નિમ્નલિખિત વ્યકિતઓનો જીવન વૃત્તાંત ઓછેવત્તે અંશે આલેખાયો છે. મેધકુમાર (એનો હાથી તરીકેનો પૂર્વભવ), ધન્ય શેઠ અને વિજય ચોર, થાવસ્ત્રાપુત્ર, શૈલક રાજર્ષિ, દ્રૌપદી (પૂર્વભવ અને હરણ) સુસુમાં, પંડરીક અને કંડરીક, મલ્લિનાથ ભગવાન, માકંદીના બે પુત્રો, નંદમણિયાર દડકા તરીકેનો ભવ) અને પ્રધાન તેતલીપત્ર. બીજા શ્રત સ્કંધમાં ચમર, સૂર્ય, ચન્દ્ર વગેરેની અગ્રમહિષીઓની, પ૬ ઇન્દ્રોની ૨૦૬ પટરાણીઓના પૂર્વભવની હકીકત વર્ણવાઈ છે. મૂળ-પ૪૫૦ શ્લોક પ્રમાણ છે. આ આગમ ઉપર નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીએ વિ.સં. ૧૧૨૦માં ૩૮૦૦ શ્લોક પ્રમાણ વિવૃત્તિ રચી છે. | | શ્રી ઉપાસક દશાંગસૂત્રો ૭ શ્રાવકના બાર વ્રતના વર્ણન સહિત ભગવાન મહાવીરદેવના હસ્તે વ્રત ઉચ્ચરીને બાર વ્રત ધારણ કરનાર ૧૫૯૦૦૦ શ્રાવકોમાં મુખ્ય આનંદ, કામદેવ ચુલનીપિતા, સુરાદેવ, ચુલ્લશતક, કુંડકોલિક, સદાલપુત્ર, મહાશતક, નંદિનીપિતા, સાલિહીપિતા એ દશ શ્રાવકોનાં વિસ્તૃત જીવનચરિત્ર, જેમાંથી શ્રાવકના આદર્શ જીવનનું દર્શન થાય છે અને બોધ મળે છે. વળી અહી પિશાચનું તાદ્દશ અને વિસ્તૃત વર્ણન અપાયું છે. આ ઉપરાંત આજીવિક સંપ્રદાય, નિયતિવાદ અને ગોશાલકે મહાવીર સ્વામી ભગવાનને મહાબ્રાહ્મણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિયમિક તરીકે કરેલા નિર્દેશ વિષે કેટલીક બાબતો રજૂ કરાઈ છે. મૂળ-૮૧૨ શ્લોક પ્રમાણ છે. આ આગમ ઉપર ૮૦૦ શ્લોક પ્રમાણ નવાંગી ટીકાકાર શ્રી અભયદેવસૂરિજીની નાનકડી વૃત્તિ છે. છે શ્રી અંતગડ દશાંગ સૂત્ર ૮ સર્વ કર્મોનો અંત કરી મુકિત સુખને પામેલા અતિમુકતક મુનિ, ગજસુકુમાલ મુનિ, દેવકીના છ પુત્રો આદિ ઉત્તમ આત્માઓના ટૂંકા ટૂંકા પ૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76