Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 59
________________ ' ॥ શ્રી આચારાંગ સૂત્ર ૫ ૧ શ્રમણજીવનના આચારોનું વિસ્તૃત વર્ણન, પરમાત્મા મહાવીર દેવનું સંક્ષિપ્ત, સુંદર જીવનચરિત્ર, મુખ્યતાએ ચરણકરણાનુયોગનું વર્ણન, આમાં ભગવંતના શ્રીમુખથી બોલાયેલા શબ્દો મૂળ સ્વરૂપમાં સચવાયા છે. આ સૂત્ર બે શ્રુત સ્કંધ અને પચ્ચીસ અધ્યાયમાં હેંચાયેલું છે. આના ઉપર ૩૪૬ ગાથાની નિયુકિત મળે છે અને તેના ઉ૫૨ ૮૩૦૦ શ્લોક પ્રમાણે ચૂર્ણ મળે છે અને ખાદ્ય સંસ્કૃત ટીકાકાર શ્રી શીલાંકસૂરિ મહારાજ રચિત ૧૨૦૦૦ શ્લોક પ્રમાણે સુંદર વિવરણ મળે છે. આ વિવરણની રચના વિ.સં. ૯૩૩ માં થઇ છે. આ જ્ઞાનાદિક આસેવન વિધિનો પ્રતિપાદક ગ્રંથ છે. મૂળ-૨૫૫૪ શ્લોક પ્રમાણ છે. ॥ શ્રી સૂયગડાંગસૂત્ર ૫ ૨ ૩૬૩ વાદીઓના મતોનું વિસ્તૃત વર્ણન. તેનું સયુતિંક નિરસન અને સ્યાદ્વાદ સિદ્ધાંતનું સ્થાપન. મુનિજીવનના આચારોનું સુંદર નિરૂપણ. વિષયાધીન જીવોની ઉભય લોકમાં થતી દુર્દશાનો ચિતાર. નરકના દુઃખોનું વિસ્તૃત વર્ણન. આત્મવાદી ૫રદર્શનોના આત્મસ્વરૂપ વિષેનાં ભ્રામક નિરૂપણોની સમીક્ષા અને અનાત્મવાદી ચાવિક દર્શનનાં અપ્રામાણિક મંતવ્યોની સમીક્ષાપૂર્વક સર્વજ્ઞસંમત આત્મસ્વરૂપનું વાસ્તવિક દિગ્દર્શન. જ્ઞાન તથા વિનયાદિ ગુણો અને વિવિધ ધર્માચારોનું વર્ણન. સાધુઓ આ આગમના અધ્યયનથી ધર્મ પ્રત્યે દૃઢ શ્રદ્ધાવાળા થાય છે. આ આગમનાં બે શ્રુતસ્કંધ છે. પહેલામાં સોળ અને બીજામાં સાત અધ્યયન છે. મૂળ સૂત્ર ૨૧૦૦ શ્લોક પ્રમાણ છે. આના ઉપર ૨૦૫ ગાથાની નિર્યુકિત છે અને તેના ઉપર ૯૯૦૦ શ્લોક પ્રમાણ ચૂર્ણ મળે છે અને શ્રી શીલાંકસૂરિજી મહારાજ રચિત વિદ્વત્તાભરી ૧૨૮૫૦ શ્લોક પ્રમાણ વૃત્તિ (વિવરણ) મળે છે. ॥ શ્રી ઠાણાંગ સૂત્ર ૫ ૩ એકથી દશ સુધીના અંકોમાં સમાવિષ્ટ થતી જૈનશાસન માન્ય અનેક બાબતોનો સંગ્રહ. ભૂગોળ આદિનું સુંદર નિરૂપણ. પદ્માનાભ તીર્થંકર (આગામી ચોવીસીના પ્રથમ તીર્થંકર શ્રેણિક મહારાજાના આત્મા)નું ચરિત્ર વગેરે વસ્તુઓનું સર્વાંગી નિરૂપણ. અનેક ઉપયોગી વિષયોનો ખજાનો છે. ૫૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76