Book Title: Pistalisa Agam Pooja tatha Parichay
Author(s): Shrutgyan Prasarak Sabha
Publisher: Shrutgyan Prasarak Sabha

View full book text
Previous | Next

Page 29
________________ સક્ષમ શ્રી ચંદપન્નત્તિ ઉપાંગસૂત્ર પૂજા ૧૮ || દુહો|| ચંદપન્નત્તિ સૂત્રમાં, જયોતિષ ચાર વિચાર || શીખો ગુરુ સેવા કરી, જિમ લહો અર્થ ઉદાર ॥ ૧॥ ॥ ઢાળ સાતમી II // ઊભો રહેને ગોવાળીયા, ત્હારી વાંસલી મીઠી વાય-એ દેશી ।। ઊભો રહેને હો જીઉરા, તું તો સાંભળ આગમ વાણ ॥ કામ ક્રોધને છાંડીને નિત્ય, અનુભવ દિલડે આણ || ઊ∞ ॥ ૧ ॥ અમૃતરસથી મીઠડી, એ તો ગણધર મુખની ભાખ ।। રોમ રોમ રસ સંચરે, જીમ સાકર સરખી સાખ || ઊ∞ || ૨ || ચંદપત્તિ સૂત્રના, કહ્યા પાહુડા સરસ પચ્ચાસ ॥ સાંભળતાં મન રીઝશે, નિત વધશે જ્ઞાન અભ્યાસ ।। ઊ∞ || ૩ || શ્રાવણ વદી પડવા થકી, ઘડી દિવસ માસ ૠતુ ખાસ || અયન સંવત્સર જુગતણી, નિત્ય કરી કલના અભ્યાસ ।। ઊ૦ || ૪ || સંખ્ય અસંખ્ય અનંતતા, કહી કાળની કલના તીન || તથાભવ્ય પરિપાકથી, થા શિવસુંદરી રસ લીન | ઊ∞ || ૫ || જિન ઉત્તમ મુખ પદ્મથી, સુણી ચંદપત્તિ સાર | પૂજી ધ્યાયી પામજે, નિજરૂપ વિજય જયકાર | ઊ∞ || ૬ | * ડ્રીં શ્રીં પરમપુરુષાય, પરમેશ્વરાય, જન્મ-જરા મૃત્યુનિવારણાય, અજ્ઞાનોચ્છેદકાય, શ્રીમતે જિનેન્દ્રાય જલાદિક - શ્રીમતે શ્રી ચંદપન્નત્તિ ઉપાંગસૂત્રાય વાસક્ષેપાદિકં ચ યજામહે સ્વાહા Jain Education International ૨૧ For Private & Personal Use Only પરિચય માટે જુઓ છેલ્લે www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76