________________
[૧૧] મહાપૂજન આરંભ પૂર્વે આટલો ખ્યાલ રાખવો
(૧) દરેક પૂજન પહેલાં અહીં ક્રમસર આપેલી પૂજાઓ ભણાવતા જવું પૂજા
ભણાઈ ગયા બાદ પૂજન ચાલુ થાય ત્યારે “3% હીં નમો પવયણસ્સ” એ
પદની એકમાળા ગણાવવી (માળા સફેદ વર્ણની લેવી). (૨) દરેક પૂજા ભણાવ્યા પછી આગમની અષ્ટપ્રકારી પૂજાના દુહા બોલવા. (આ
દુહા અહીં વિધિમાં આપેલા જ છે.) જલ પૂજા આદિ એક-એક દુહો બોલી જે આગમનું પૂજન ચાલતું હોય તે
નામના ઉચ્ચારણ પૂર્વક પૂજન કરતા જવું. (૪) પૂજન સરળતાથી થઈ શકે તે માટે પહેલેથી જ અષ્ટ પ્રકારી પૂજનની થાળી
તૈયાર કરી રાખવી. પૂજા ચાલતી હોય ત્યારે આગમ મંડપ માં પધરાવેલ ગણધર પ્રતિમાજી સન્મુખ અથવા માંડલા ફરતા બંને બાજુએ પૂજન કરનારે ઉભા રહેવું.
• હાથમાં થાળીમાં કઈ કઈ વસ્તુ લઈને ઉભવું તેની સુચના (૧) જે સૂત્રનું પૂજન થતું હોય તે આગમ (૨) વાસક્ષેપ (૩) પુષ્પ (૪) ધૂપ (૫) દીપ (૬) અક્ષત (૭) નૈવેદ્ય (૮) ફળ (૯) આભુષણ કે રૂપાનાણું કે રોકડા રૂપિયા
- યંત્ર ઉપર પૂજન કરનાર પાસે તૈયારી રાખવાની સામગ્રી (૧) પંચામૃત, શુદ્ધજળ, અંગ લુંછણા, ભોંય લુંછણું (૨) કેસરાદિમિશ્રિત ચંદન (૩) પુષ્પ (૪) ધુપ (૫) ફાનસવાળો દીવો (૬) અક્ષત (9) બદામ (૮) એલચી
-માંડલા મધ્યે પૂજન કરનારે લઈને ઉભવાની વસ્તુ (૧) સફરજન મોટું (૨) ફેણી અથવા નાનું ઘેવર
આટલી તૈયારી બાદ મહાપૂજન નો આરંભ કરવો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org