Book Title: Pistalis Agam Mahapujan Vidhi
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
View full book text
________________
[૫૬]
।। ઓગણચાલીશમુ શ્રી મહાનિશીથ છેદ સૂત્રનું પૂજન
મહાનિશીથ સિદ્ધાંતમાં, મુનિમારગ નિરધાર I વીર જિણંદ વખાણિયો, પૂજું તે શ્રુત સાર || ૧ || મુજરો લ્યોને ઝાલિમ જાટણી રે એ-દેશી ।।
શ્રી જિનરાજને જાઉં ભામણે રે, જાસ સુરાસુર ખાસ ||
સેવા સારે રે તારે આપને રે, નિર્મળ સમકિત જાસ | શ્રી જિ૦ | ૧ || દુવિહા પૂજા ભાખી સૂત્રમાં રે, દ્રવ્ય ને ભાવથી ખાસ ॥
ભાવ પૂજા સાધક સાધુ ભલા રે, ગૃહીને દોય ઉલ્લાસ ! શ્રી જિ૦ | ૨ | દાનાદિકરાઉ સમ જિન પૂજના રે, બારમો સર્ગ નિવાસ ॥
ભાવ પૂજાથી શિવ સુખ સંપજે રે, કહે જિન આગમ ખાસ ॥ શ્રી જિ૦ || ૩ || તિગ પણ અડ નવ સત્તર પ્રકારથી રે, એકવીશ અડસયભેદ ॥
ભક્તિ યુક્તિથી જે પૂજા કરે રે, ન લહે તે ભવ ખેદ ॥ શ્રી જિ ॥ ૪ ॥ જિનવર ને જિન આગમ પૂજતાં રે, કર્મ કઠિન ક્ષય થાય I
તીરથપતિપદ પામી નિર્મળું રે, અનંત પદ હાય || શ્રી જિ૦ | ૫ || ક્ષમાવિજય જિનરાજે ભાખિયું રે, ઉત્તમ જિન મુખ પદ્મથી ખાસ I મહાનિશીથ સૂત્ર તે પૂજતાં રે, રૂપવિજય સુખ વાસ | શ્રી | જિ૦ || ૬ |
→ મધુર સ્વરે ઉપરની પૂજા ભણાવવી
--> પછી થાળી ડંકો વગાડતા પ્રદક્ષિણા ક્રમે આગમ છોડ -૩૯- પાસે જવું. ત્યારે સંગીતકાર ઓરગન કે કેસીયો ઉપર જુદી જુદી તર્જ વગાડે
ૐ હ્રીં શ્રી મહાનિશીથ છેદ સૂત્રાય નમો નમઃ સ્વાહા
→ આ મંત્ર બોલી આગમ પધરાવો
→ પછી પૃ.૧૩ થી ૧૬ ઉપર આપેલી વિધિમુજબ દુહા અથવા મંત્ર બોલીને આગમ પૂજન કરાવવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
![](https://s3.us-east-2.wasabisys.com/jainqq-hq/07640e7b186df8c517e16b0ffd9d85b248e32cdd1235df04b1543a37b14e2d15.jpg)
Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68