Book Title: Patang Puran Yane Kanakvani Katha Sachitra Author(s): Hiralal Rasikdas Kapadia Publisher: Hiralal Rasikdas Kapadia View full book textPage 5
________________ શું લખવું? ઈ. સ. ૧૯૧૮માં એમ. એ.ની પરીક્ષા ગણિત સાથે પસાર કર્યા બાદ મેં વિલ્સન કૅલેજ (wilson College )માં ગણિતના અધ્યાપક તરીકે મારું જીવન શરૂ કર્યું અને બે ત્રણ વર્ષમાં જ મેં પ્રાચતત્વસંશોધનના ક્ષેત્ર તરફ દષ્ટિપાત કર્યો. આજે કેટલાંયે વર્ષો થયાં મને આ સંશોધનના ક્ષેત્રે લલચાવે છે અને તેમાં હું મારી શક્તિ અનુસાર વિચરું છું. આ ક્ષેત્રમાં મારાં સંતાને રસ લઈ શકે કંઈ નહિ તે નિરીક્ષણ-શક્તિ કેળવી શકે, વિગતે મેળવી શકે અને તેને વ્યવસ્થિત રૂપ આપી શકે તેમ હું ઈચ્છતે હેવાથી તેમને અને મને પણ ગમતી કઈ એક પ્રવૃત્તિને લગતી વિવિધ હકીકતથી તેમને વાકેફગાર કરવાનું મેં ઉચિત ધાર્યું. આ પ્રવૃત્તિ તે “કનક ચગાવી પિચ લડાવવા” એ છે. હું આજથી લગભગ ૨૫ વર્ષ ઉપર એલ્ફિન્સ્ટન કલેજ (Elphinstone College)માં ગણિત શીખતે હતું ત્યારે કનકવાને લગતાં ઉદાહરણે મને જાણવાનાં મળ્યાં અને પછી તે કનકવાને લગતા કેટલાક પ્રશ્નોને ગણિતશાસ્ત્રની દષ્ટિએ વિચાર કરવાનું પણું મને મન થયું. આ પ્રશ્નો મેં મારાં સંતાનોને પૂછી તેમની જિજ્ઞાસાવૃત્તિ સતેજ કરી અને તેને તૃપ્ત કરવા માટે હું તેમને “કનકવા ચગાવવા ને પેચ લેવા વિષેવિવિધ માહિતી પૂરી પાડતે ગયે. રમુજી ભાષામાં કહું તે પતંગપુરાણની સામગ્રી રજુ કરતે ગયે. એમ કરતી વેળા એને લિખિત રૂપ આપવાથી આ વિષયના અન્ય જિજ્ઞાસુઓને પણ આનંદ થશે એમ લાગવાથી મેં એ દિશામાં પ્રયાસ શરૂ કર્યો. સૈથી પ્રથમ મેં વિચારવા લાયક વિવિધ મુદ્દાઓની નોંધ કરી અને પછી મને ફાવ્યું તેમ તેમાંથી એકેક મુદ્દે લઈ તેને હું વિસ્તારતે ગયે. આમ કરતાં કરતાં હું આ છપાઈને બહાર પડતાં નિબંધ (thesis)નું બેખું (tentative edition) ઘડી શક્યો. ત્યાર બાદ એક વેળા રા, છગનલાલ ઠાકરદાસ મેદી બી. એ. સાથે આ વિષય પરત્વે વાત નીકળતાં તેમણે મને કહ્યું કે સચિવ દેશી રમતે નામના પુસ્તકમાં મેં તમારા મામા સદ્દગત ગોરધનદાસ ડાહ્યાભાઈ વાવવાળા ૧ આ કાર્યમાં ભારે ઉત્સાહ ચાલુ રહે તે માટે મને મુંબઇ વિદ્યાપીઠ ( University of Bombay) તરફથી અત્યાર સુધીમાં ત્રણ વાર Research Grant મળેલ છે. ૨ આમાંના કેટલાક મેં અત્ર પ્રશ્નાવલી તરીકે ત્રીજા પરિશિષ્ટમાં આપ્યા છે. આમાં સામાન્ય અક્ષરજ્ઞાન ધરાવનારી અનેક વ્યક્તિઓને સમાવેશ થતો હોવાથી મેં જેમ બને તેમ સાદી ભાષામાં આ પુરાણું લખ્યું છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 74