Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 77
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Elegy Elegy મન્દિર” “કલાપીને વિજ્ઞાપના,” “કલાપીને | સાધન” ઇત્યાદિ નિવાપાંજલિ (Ee.) પસંદ કરી આખરે પરમાત્મા સંબંધી ઉચ્ચારેથી સમાપ્તિ કરવા માંડી છે એ પણ ઉચિત ૩. કરુણપ્રશસ્તિ [આ. બી.] સ્મ. સ. ઉપોદઘાત, ૩: “E.” એ આપણે જેને કરુણરસપ્રધાન કાળે કહીએ છીએ તેની એક પેટાજાતિ છે, અને એનાં લક્ષણભૂત સઘળાં તોનો વિચાર કરતાં એને માટે “મરણનિમિત્તક કરુણપ્રશસ્તિ” અથવા ટેકામાં “કરુણપ્રશસ્તિ ” એવું નામ જવું ઠીક લાગે છે. આ નામ યોજવામાં તાત્પર્ય એવું છે કે “E.” માં મરણનિમિત્તક કરુણ શોકગાર ઉપરાંત, જેને એ શકોદ્ગાર થયો હોય એના ગુણાનુવાદ પ્રશસ્તિરૂપે એમાં હોવા જોઈએ. રઘુવંશમાં ઈન્દુમતીના મરણથી ઉત્પન્ન થએલો અજવિલાવ, કે કુમારસંભવમાં કામદેવના મૃત્યુથી થએલે રતિવિલાપ એ કરુણ શેકોદગાર છે- અને એ શેકેગારને લક્ષીને એને *Elegiac stanzas' કહેવાય, પણ જે વિશિષ્ટ આકારના કાવ્યને “.” નામ આપવામાં આવે છે તે એ નથી. બીજુંએ વિલાપોમાં ઈન્દુમતી અને કામદેવના ગુણાનુવાદ પણ કરવામાં આવ્યા છે, પરંતુ તે આલંબન વિભાવના ગુણે રસમાં ઉદ્દીપક થાય છે તે રીતે; એ ગુણાનુવાદ પ્રશસ્તિરૂપ નથી. વળી કે મહા પુરુષના સ્મરણાર્થે શોકદગાર કરવામાં આવે છે તેમાં “E.'નું ઉપાદાન (stuff) છે એમ કહી શકાય, પણ એના ઉપર nત્યાં સુધી રસિક કલાવિધાન કરીને એને ચેચ અને સ્વતંત્ર આકૃતિ (artistic form) આપવામાં ન આવે ત્યાં સુધી એ “ E.” ના વિશિષ્ટ નામને પાત્ર ન થાય. આ કારણથી શ્કેટને Marmion માં આરંભના ઉપઘાતભાગમાં નેલ્સન, પિટ વગેરે મહાપુરુષોની પ્રશસ્તિઓ છે એ પણ “મ.’ ન કહેવાય. અંગ્રેજી સાહિત્યના ઇતિહાસમાં ક્રમે ક્રમે “E,’ નું સ્વરૂપ બંધાયું છે એનાં સઘળાં ત ન લેતાં, એનું મૂળ તત્ત્વ લઈએ તે . નું આ પ્રમાણે લક્ષણ બાંધી 218194:-"In its simplest form...this is a brief lyric of mourning or direct utterance of personal berievement or sorrow" (Prof. W, H. Hudson). આસામાન્ય અર્થમાં સ્વજનને વિયોગ (મૃત્યુ) અને તજજન્ય શાકોદગાર એ બે તત્ત્વવાળું હરકોઈ સંગીતકલ્પ–સ્વતન્ત્ર-કાવ્ય “E.' ના નામને પાત્ર થાય છે. આ રીતે આપણા “રાજીઆ’ અને “રાસડા એ ઈ. જાતિનાં કાવ્ય છે, અને તે પૂર્વોકત સામાન્ય અર્થ કરતાં પણ વિશેષ અર્થમાં. કારણ કે, એમાં સ્વજનના મૃત્યુનિમિત્ત શેકેદાર ઉપરાંત મરનારના ગુણાનુવાદની પ્રશસ્તિનું રૂપ આપવામાં આવેલું હોય છે. ૪. વિલાપ, વિરહાર્મિકાવ્ય, કબકાવ્ય બ. ક.]. લિ. ૨૫: લાંબી એલેજીને માટે ગુજરાતીમાં કરુણપ્રશસ્તિ શબ્દ વાપરવામાં આવેલો છે, તે “પ્રશસ્તિ’ શબ્દનો ઉપર દર્શાવેલો ઐતિહાસિક અર્થ ૧ સન્મારતાં અજગતું લાગે છે. ક. દ. ડા. એ વાપરેલું વિરહ :નામ, સંસ્કૃત સાહિત્યમાં જાણીતું નામ વિલાપ, કે વિરહાર્મિકાવ્ય કે કબ્રકાવ્ય જેવું નામ એવા અસંગતિદોષથી તો મુકત છે. ૫. શેકગીતા, મૃત્યુગીતા [મં. જ.] ૧. “મૃત્યુજન્ય શાકમાંથી કુરતી અતિ ટુંકી કવિતા પ્રિયજનના પાળિયા, દેહરી, સમાધિ, છત્રી, કબ્ર કે બીજા કોઈ સ્મારક ઉપર કોતરાય, તેનું ગ્રીક નામ એપિટાફ (epitaph) છે. આ એપિટાફે પણ સ્વતંત્ર હોય–ઘણીવાર કોઈ ધર્મપુસ્તકમાંથી જ એક વાક્ય કે કડી કેતરવામાં આવે છે, અને કવિતા હોય, તે ઊર્મિમુકતક કહેવાય. પણ એવાં કે બીજાં ટુંકા કે લાંબા મારકપદ્ય કાવ્ય જ હોય એમ નથી હોતું, કા હોય છતાં ઊમિપ્રધાન ના હોય, એવા પણ ઘણા દાખલા જોવામાં આવે છે. મરનારની (અને તેના પૂર્વજોની) કીતિ વધારવાને કાતરવામાં આવેલી પ્રશસ્તિઓ મોટે ભાગે અતિશયેકિત અને શબ્દચમત્કૃતિવાળાં વર્ણનોથી ભરેલી પદ્યકૃતિઓ જ હોય છે; જે ઈતિહાસને માટે ગમે તેટલી ઉપગી ગણાય પણ કોઈક જ કાવ્ય કે ઊર્મિકાવ્ય ગણી શકાય એવી હોય ”—બ. ક. વિ. ૨૩-૪. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129