Book Title: Paribhashik Shabdakosh Part 01
Author(s): Vishvanath Maganlal Bhatt
Publisher: Gujarat Varnacular Society

View full book text
Previous | Next

Page 105
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Hypnotism Hypothesis ન પણ હાયરસજ્ઞતાના–s. 0. h–ના એ હકદાર ન રહી શકીએ. ૪. મર્મવેદન [ વિ. ક.] ક. ૨, ૪, ૧૩૩: એ કૃતિઓમાં જે હાસ્યરસ અને મર્મવેદન (સેના ઓફ હ્યુમર') છતાં થાય છે તે સર્વત્ર ઉત્તમ કે પ્રથમ પંક્તિના નહીં તો દ્વિતીચમાં માનવંતું સ્થાન મેળવે તેવાં તે હમેશાં હોય છે. ૫. વિનોદભાવ (sense=અભિજ્ઞતા) [દ. બા. ] Hypnotism, ૧. સંમેહનવિદ્યા [ અં. બા. ] ૫. . ૪, ૯૮; મનનો શરીર ઉપરનો સંયમ H.--સંમોહનવિદ્યાના પ્રયોમાં સ્પષ્ટ જણાઈ આવે છે. ૨. યોગનિદ્રા [ કે. હ. અ. ને ] Hypothesis, ૧. ઊહ [મ, ન. ચે. શા. ૨૮૨ઃ જુઓ Constructive imagination. ૨. ક૯પના [ આ. બા.] વ. ૪, ૨૪૩: શુદ્ધ સત્યાન્વેષી જનને ઘટે તેવા સમર્યાદ શબ્દમાં રા. ગોવર્ધનરામે પોતાની ક૯પના (h.) આપણું આગળ મૂકી છે. ૩. સંભાવના [ન. દે] વ. ૧૦, ૧૧૬: જેમ Science અથવા વિજ્ઞાનની મર્યાદામાં સંભાવના અથવા H. પ્રથમ રચી વ્યક્તિક ( phenomena ) ના અનુભવબળ વડે તેની સત્યાસત્યતાને નિર્ણય થાય છે....... ૪. ઉપન્યાસ [બ. ક.] સા, જી. પ્રવેશક, ૪૯: આ કારણો શોધવાનો વ્યાપાર શાસ્ત્રને વિરતારવા માટેના વ્યાપારમાં મોટામાં મોટે છે, અને એ વ્યાપારમાં લક્ષ્મસંસ્કારક દષ્ટિ ઘણીવાર અમુક પ્રકારનો કાર્ય કારણસંબંધ હશે એવી કલ્પના કરે છે, અને પછી તે કલ્પના કે ઉપન્યાસ ‘હાઈપથિસિસ' (h.) શુદ્ધ નીવડે છે કે નહીં તે નક્કી કરવાને માટે તેને અનશુદ્ધ માની લઈને તેના ઉપરથી અનુમિતિઓ કહાડવાનું કામ લાક્ષણિક દષ્ટિ પાસે લે છે, એટલે એ અનુમિતિઓનાં | પરિણામ પ્રત્યક્ષ સાથે જોતાં ઉપન્યાસમાં અને શુદ્ધિ હોય તો તે પકડાઈ આવે છે. ૫. પક્ષ, કહિપતાર્થ [હ. પ્રા.] ગ. પ. ૧૮ ૬. પ્રતિજ્ઞા [હી. ત્ર] સ. મી. ૧૦૮: અનેક ભૌતિકશાસ્ત્રીઓને એ પ્રતિજ્ઞારૂપે સ્વીકારી લીધેલા દ્રવ્યના અસ્તિત્વ સંબંધમાં એટલે બધે વિશ્વાસ છે કે એના અસ્તિત્વથી વિપરીત, એટલે એના અભાવની કલ્પના સરખી થઈ શકે એમ નથી. ૭. તર્ક રિા. વિ.] પ્ર. પ્ર, ૨૪૧: પણ બુદ્ધિ એટલે વખત કેવળ પૃથક્કરણાનાં પરિણામો જોતી તેની નોંધ લેતી બેસી રહેતી નથી. તે પોતાના સ્વભાવ પ્રમાણે નિરીક્ષણ કરતાં પહેલાં કે નિરીક્ષણ ચાવતાં દરમિયાન નિરૂપણમાણ વિષયના કાર્ય અથવા કારણ વિષે તકે બાંધે છે. અને પછી તે તક ખરે છે કે બેટે છે તે નિરીક્ષણના પરિણામથી જતી જાય છે. આવા અનેક તર્કો બુદ્ધિ એક સાથે અથવા વારાફરતી કરતી જાય છે અને ઘણું વાર આવા અનેક તર્કોમાંથી કયે સાચે છે એ જ નિરીક્ષણમાં બાકી રહે છે. આ તર્ક એ બુદ્ધિની નબળાઈ સમજવાની નથી. તર્કને સિદ્ધ વ્યાપ્તિ માની લેવી એ નબળાઈ છે ખરી. 2. વાદ [કિ. ઘ.] બુદ્ધ અને મહાવીર, ૧૦૦: જે પરિણામે આપણને પ્રત્યક્ષપણે માલુમ પડે છે પણ તેનાં કારણે અત્યંત સૂક્ષ્મતાને લીધે અથવા બીજા કઈ કારણને લીધે પ્રત્યક્ષ પ્રમાણથી ઠરાવી શકાતાં નથી, તે પરિણામે સમજાવવા તેનાં કારણો વિષે જે કલ્પના કરવામાં આવે તે વાદ (h, theory) કહેવાય. ૯, અટકળ [બ ક.] લિ. ૨૫ : આવી વ્યાપ્તિ માત્ર અટકળ તરીકે રજૂ કરી શકાય શાસ્ત્રીય સિદ્ધાંત લેખે નહીં; અને અટકળ (h. હાઈપોથીસિસ) કે પ્રથમદર્શની વ્યાપ્તિ (empirical generalization એપિરિકલ જનરલાઈઝેશન) ગણતાં પણ એને વધારે ગૈારવ ન આપિયે... For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129