Book Title: Parampara Ane Pragati Author(s): Dhirubhai Thakar Publisher: Vakil Fafer and Simons Limited View full book textPage 5
________________ પ્રાસ્તાવિક સ્વ. શ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું આ ચરિત્ર પ્રગટ થાય છે ત્યારે તેના લેખક તરીકે આનંદ અને રંજની મિશ્ર લાગણી અનુભવું છું. આ નિમિત્તે હું ગુજરાતના એ મહાન સપૂતના નિક્ટના પરિચયમાં આવી શક્યો તેનો આનંદ છે. ઉદ્યોગક્ષેત્રે તેમણે કરેલો પ્રચંડ પુરુષાર્થ નવલક્થાનો વિષય બને તેવો છે તેની પ્રતીતિ થઈ. બીજી તરફ રંજ એ વાતની રહી ગઈ કે આ પુસ્તક પ્રગટ થાય તે પહેલાં જ તેમની જીવનલીલા સંકેલાઈ ગઈ. તા. ૨૦ ડિસેંબર ૧૯૭૯ના રોજ તેમને મેં છેલ્લું પ્રકરણ વાંચી સંભળાવ્યું તે વખતે ખબર નહોતી કે છેલ્લું પ્રકરણ તો પછી લખવાનું આવવાનું છે! તે પછી બરાબર એક મહિને તેમનું અવસાન થયું. પુસ્તક છપાતું હતું તે દરમ્યાન જ આ આઘાતજનક ઘટના બની એટલે પુસ્તકમાં કેટલેક સ્થળે તેમને વિશે વર્તમાનકાળની રીતે કરેલા ઉલ્લેખો રહી જવા પામ્યા છે. આ કાર્ય ઉપાડવાની દરખાસ્ત મારા મિત્ર પ્રો. ચી. ના. પટેલ, પ્રો. સુરેન્દ્ર કાપડિયા અને અરવિંદ મિલના જનરલ મૅનેજર પ્રો. મનુભાઈ શાહે પ્રથમ મારી સમક્ષ મૂકી ત્યારે મેં તે સ્વીકારવાની આનાકાની કરેલી. આ પ્રકારનાં ચરિત્રોને અંગે અમુક અપેક્ષાઓ રખાય છે તે મારાથી સંતોષવાનું બનશે નહીં એમ મેં સ્પષ્ટતા કરી, ત્યારે તેમણે ભારપૂર્વક કહ્યું કે અહીં એવી કોઈ અપેક્ષા નથી. પછી મારા સર્વ પ્રશ્નોના ખુલાસાવાર જવાબ શ્રી કસ્તૂરભાઈ આપશે અને લખાણમાં Scanned by CamScannerPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 257