Book Title: Parampara Ane Pragati
Author(s): Dhirubhai Thakar
Publisher: Vakil Fafer and Simons Limited

View full book text
Previous | Next

Page 3
________________ પુરોવચન ભારતનો ઝડપી અને સર્વદેશીય આર્થિક વિકાસ સધાય તે માટે તેની અર્થનીતિમાં ઉદ્યોગસાહસની પ્રવૃત્તિ મોટા પાયા પર દાખલ કરાય તે જરૂરનું છે. સદભાગ્યે, ભારતમાં ઔદ્યોગિક સાહસ માટેની સૂઝબૂઝનો તોટો નથી. ભારતીય સાહસિકો દુનિયાના લગભગ બધા દેશોમાં જઈને વસ્યા છે અને ત્યાં તેમણે ઉદ્યોગો સ્થાપ્યા છે, એટલું જ નહીં, પણ સ્થાનિક પ્રજા સાથે સ્પર્ધા કરતાં કરતાં તે દેશોના અર્થકારણને સમૃદ્ધ બનાવ્યું છે તે આ હકીકતના પુરાવારૂપ છે. આર્થિક વિકાસને લગતા પડકારોને ઝીલવા માટે આપણે ભારતમાં નવી ઢિીને તૈયાર કરવી પડશે. તેને માટેનો એક સચોટ રસ્તો એ છે કે તેમની સમક્ષ સફળ ઉદ્યોગવીરોનાં જીવનવૃત્તાંત મૂકવાં. , , ધી એ. ડી. શ્રોફ મેમોરિયલ ટ્રસ્ટનો એક ઉદ્દેશ ભારતીય અર્થનીતિના ઘડવૈયાઓનાં જીવનચરિત્ર પ્રગટ કરવાં તે છે. ગુજરાતના આગેવાન ઉદ્યોગપતિ કસ્તૂરભાઈ લાલભાઈની જીવનક્શા અંગ્રેજીમાં પ્રસિદ્ધ કરી તે આ પ્રકારનું પહેલું પ્રકાશન હતું. લોકોમાં તેને સારો આવકાર મળેલો છે. કસ્તૂરભાઈના જીવનની પ્રેરક ક્યા ગુજરાતના બહુજનસમાજને સુલભ થાય તે હેતુથી ટ્રસ્ટ હવે તેમનું ચરિત્ર ગુજરાતી ભાષામાં પ્રગટ કરે છે. કસ્તૂરભાઈના જીવન વિશેનો આ ગુજરાતી ગ્રંથ અંગ્રેજી પુસ્તકનો અનુવાદ નથી, પરંતુ નવેસર લખેલું સ્વતંત્ર ચરિત્ર છે. તે લખવા માટે વ Scanned by CamScanner

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 257