Book Title: Papni Saja Bhare Part 10 Author(s): Arunvijaymuni Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh View full book textPage 6
________________ ૪૧૯ જાતને ભગવાન કહેવડાવવા નીકળી પડેલા બની બેઠેલા બિચારા ભેગી ભગવાન જે સ્વયં પોતાની અતૃપ્ત વાસના, અતૃપ્ત ભેગેચછાને લીધે જગતના લેકેને ઊંધા ચશ્મા પહેરાવીને ભેગમાં ધર્મ છે એમ સમજાવી રહ્યા છે. લોકોના મગજમાં આ વાત ઠાંસી ઠાંસીને ભરી રહ્યા છે. સનાતન આર્ય સંસ્કૃતિના શાશ્વત સિદ્ધાંત ઉપર કઠોર વાઘાત કરી રહ્યા છે. પરન્તુ યાદ રાખજે. કર્મ સત્તા એમની વાતને કદી પણ બર્દસ્ત નહિ કરે. બિચારા એવા ભેગી ભગવાને માટીમાં મળી જશે. એમની અતૃપ્ત ભેગેચ્છા જ એમને ભેગ લઈ લેશે. આ એમની ભેગલીલા -પાપલીલા એમને જન્મજન્મ દુઃખી કરશે. મહેરબાની કરીને તમે એવા પાંખડીઓની પાપલીલા-ગલીલાને ભોગ ન બની જતા....એવી પ્રાર્થના કરું છું. માન લેવાની અપેક્ષાઓ આપવામાં વધુ આનંદ છે. હજાર ગણી મજા માનને ત્યાગ કરીને બીજાને માન આપવામાં છે. માન-અભિમાન કરવામાં પાપ થાય છે અને પાપની સજા બહુ ભારે હોય છે. તે અપ્રિય લાગે છે. જ્યારે ધર્મની મજા, ત્યાગની મજા કંઈ ઓર જ હોય છે તેનાથી પુણ્ય થાય છે. તેનું ફળ પ્રિય લાગે છે. અભિમાન કરવાની અપેક્ષાએ બીજાને માન આપવું એ વધુ હિતાવહ છે. મળતા માનને ત્યાગ કરવો એ સૌથી મોટી કુરબાની છે. આ સિદ્ધાંતને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકીને જોશો તો કસોટીના પત્થર ઉપર આ વાત સાચી પડશે. ટૂંકમાં બીજાનું અપમાન કરવાને પરિણામે તમે દુઃખી થશે સન્માન આપવાને પરિણામે તમે સુખી થશે વધારે અપમાન કેણું કરે છે? મહા અભિમાની તીવ્ર અહંકારી હંમેશાં બીજાઓનું અપમાન વધારે કરે છે. સત્તાના મદમાં મદમસ્ત, ધન-સંપત્તિના નશામાં ચકચૂર પિતે પોતાની જાતને અભિમાનથી મોટા માનનારા ઘણું ખરુ બીજાનું અપમાન કરવાની ટેવ વધુ રાખે છે. ' અરે ભાઈતમારે સુખ જોઈએ છે? જરૂર અમે પણ માનીએ છીએ કે એમાં કશું ખોટું નથી. સુખ દરેકને ગમે છે. સુખ મેળવવું એ જીવ માત્રને પિતાને સ્વભાવ છે. ગુણધર્મ છે. તેથી સુખની પ્રાપ્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46