Page #1
--------------------------------------------------------------------------
________________
પ્રાણાતિપાત
SCIE
માન
$
2012
પરવિાદ
સાવાદ
भाया
Jan Educat
અભ્યાખ્યાન
માયાષાવાદ
૦ પ્રવચનકાર O પૂ.આ.શ્રી સુબોધસૂરિ મ Ø વિજે પૂ. મુનિરાજ શ્રી અવિજય મ
પાપ તાર મુજા ભારે
અદાદાન
Na
વિયરાતિ
વિ. સં. ૨૦૪૫ ભાદરવા વદ-૧૦
મિથ્યાત્વ થવ્ય
100
લોભ
મનુષ્ય ગાત જીવ
મૈથૂન
Wikń016 ||
:
તિઅગ્રત
परिग्रह
દેવા
વરદાત
* માન-અભિમાનથી પતન
( ૧૦ )
કોંધ
તા. ૨૪-૯-૧૯
શિવવા
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રવચન-૧૦
સાતમું પાપસ્થાનક – “માન” “માન-અભિમાનથી પતન”
પરમ પૂજનીય પરમગુરૂ પરમનાથ, પરમાéન ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરસ્વામીના ચરણારવિંદમાં કોટિ-કેટ નમસ્કાર કરવા પૂર્વક
अहे वयन्ति कोहेणं माणेणं अहमा गई । __ माया गईपडिप्वाओ, लोहाओ दुहओ भयं ॥
શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં પોતાની અંતિમ દેશનામાં ભગવાન શ્રી મહાવીરે ફરમાવ્યું છે કે વારંવાર કોધ કરવાની ટેવ પડવાથી દિવસે દિવસે મનુષ્યનું પતન થતું જાય છે. તે લોકોની દૃષ્ટિમાં, સમાજની દષ્ટિમાં અને કર્મ સત્તાની દષ્ટિમાં પણ નીચે પડે છે, અભિમાન, અહંકાર કરવાની ટેવથી મનુષ્ય અધમાધમ ગતિ સુધી પહોંચી જાય છે. હરતા-ફરતા વારંવાર માયા-કપટ કરવાની ટેવ પડી જવાથી જીવ માયાવી થઈ જાય. છે ને માયાવીને માટે સદ્દગતિમાં જવાના દ્વાર બંધ થઈ ગયેલા હોય છે. એજ રીતે લેભ કરવાની આદત જે કોઈને પડી જાય તે તેને પણ આ લોક અને પરલોકને માટે ભય ઉભું થઈ જાય છે. કેાઈ પણ કષાયના સેવનથી લાભ તે નથી જ ખટકે નુકશાન જ થાય છે છતાં પણ આશ્ચર્યની વાત છે કે મનુષ્ય જ્યારે પણ કોઈ કષાય સેવે છે ત્યારે એમ કરવાથી તેને લાભ થશે, ફાયદો થશે એમ સમજીને જ તે કષાય કરે છે. મનમાં વિચારે છે આમ કરવાથી મને લાભ થશે. ક્રોધ કરવાથી ધારી વસ્તુ મળી જશે, અભિમાન કરવાથી હે કે માન આપશે. માયા– કપટ કરીને બીજેઓને ઠગી લઈશ. લેભ કરીને મારા ઘર ભરી દઈશ. આ રીતે કષા કરીને મનુષ્ય ક્ષણિક ફાયદો ઉઠાવવા માગે છે, પરંતુ એને એ વાતની ખબર નથી કે આ
Page #3
--------------------------------------------------------------------------
________________
૪૧૬
ક્ષણિક ફાયદાની પાછળ વર્ષો સુધીનાં દુર્ગતિનાં દુખે છુપાયેલાં પડયા છે. ફક્ત દીર્ઘદશી બનીને પ્રત્યેક કાર્યનાં પરિણામને વિચાર કરીને અને કર્મ સત્તાના ફળને ધ્યાનમાં રાખીને જે આપણે ચાલીએ તે સેંકડો પાપથી બચી જઈએ. પરંતુ પાપની દૃષ્ટિ કષાય વૃત્તિવાળા જીની દષ્ટિ બહુ જ ટૂંકી હોય છે. ભવિષ્યનો વિચાર, કર્મસત્તાને વિચાર તેઓ ઘણે ખરો કરતાં જ નથી. અફસેસ એ વાતને છે કે કષાય કરવાની આદત ધીરે ધીરે કરીને આપણે જ આપણામાં રોપી છે, ને હવે એ આપણામાં ઘર કરી ચૂકી છે. હવે તો આપણે આપણું ચારે તરફ એવું વાતાવરણ બનાવી દીધું છે કે...બસ, હવે તે ક્રોધ, માન, માયા અથવા લેભ કર્યા વગર આપણને ચાલતું જ નથી દિવસ પસાર જ થતું નથી. થોડું થોડું ઝેર રેજેરોજ ખાઈને જેમ શરીરને વિષમય બનાવી લઈએ ને પછી વિષ ખાઈએ તે તેની શરીર ઉપર કઈ અસર પડતી નથી, તેવી જ રીતે નાનપણથી જ નાનેમેટો, એ છે-વત્તો કષાય કરતાં કરતાં આપણે એવી વૃત્તિ જ બનાવી દીધી છે....આદત જ પાડી દીધી છે કે જેમ જ હા, બીડી કે સીગારેટ પીધા વિના નથી ચાલતું તેમ કષાય કર્યા વિના નથી ચાલતું. તમે તમારી ચારે બાજુ એવું વાતાવરણ બનાવી દીધું છે કે ધીરેથી કહેલી વાત તે કેઈ સાંભળતું જ નથી, માનતું જ નથી. તમારે દીકરો, પતિન, નેકર વગેરે તમે શેડે ગુસ્સો કરીને બોલો છે તે જ સાંભળે છે, માને છે. એમાં એમને પણ કોઈ દેષ નથી, તમે જ તમારા ઘરમાં એવું વાતાવરણ બનાવી દીધું છે. હા, પહેલેથી જ કષાય કરતી વખતે જ તમને કેઈએ સમજાવ્યું હતું કે, “બહુ ક્રોધ કરવાથી હિંસક ગતિમાં જવું પડશે. સિંહ કે સર્પ થવું પડશે, બહુ લાભ કરવાદિ ઉંદર, બહુ અભિમાન કરવાથી હાથી અને માયા–કપટ કરવાથી શિયાળ આદિના ભ લેવા પડશે. ને એક વાર તિર્યંચ ગતિમાં પટકાયા પછી તેમાંથી બહાર નીકળીને મનુષ્ય થવું બહુ દુષ્કર છે એમ જ્ઞાનીએાએ ઠેર ઠેર ચેતવણું આપી છે. તમારે એવી હિંસક, નીચ ગતિમાં રખડપાટ કરવી છે? તે કોધાદિ કષા સે, નહિં તે ચેત અહીંથી જ એમાંથી મુક્ત થવાને પ્રયાસ કરે.” તે તે તમે અટક્યા હોત, સમજયા હતા, અને આજે તમે જેવી જીંદગી પસાર કરે છે તેવી કદાચ ન કરતા હોત.
Page #4
--------------------------------------------------------------------------
________________
૪૧૭
પરંતુ હવે “રાંડયા પછીનું ડહાપણ શા કામનું? હવે પસ્તા કરવાથી શું ફાયદો? ઘણું મોડું થઈ ગયું છે. ટેને આટલા વર્ષો સેવ્યા પછી મજબૂર થઈ જવાયું છે. તેથી ગમે તેટલું સમજાવવામાં આવે, સમજવામાં આવે તે પણ તે પત્થર ઉપર પાણી ઢળવા સમાન જ રહેશે, છતાં આશા અમર છે. ચેતન શક્તિવંત છે. તેથી અમે આશા રાખીને બેઠા છીએ કે બનશે ત્યાં સુધી તો તમે શૈતન્યને જગાડીને જાતે સુધરશે, કષાને વશ થવાને બદલે કષાને વશ કરવાને પ્રયત્ન કરશે. પણ કદાચ...કદાચ એમાં તમે સફળ ન થાવ તે પણ તમે એટલું તે કરી શકશે જ કે તમારા સન્તાનેને તમારા નજદીકના સંબંધીઓને તમે સમજાવશે. કહેશે કે ભાઈ! હું તો ખોટે રસ્તે ચઢી ગયેલું. મને તે કઈ સમજાવનાર ન મળ્યું. અથવા મળ્યું તે મેં એની વાત કાને જ ન ધરી. તો હવે હું પસ્તાઉં છું. મારે સંસાર, બગડે તે બગડ, પણ હવે તમારો સંસાર તે સુધારી લે. તમારા જીવનનું ઉદાહરણ આપીને તમે તમારા પુત્ર-પૌત્રનું, પારકાઓનું તે ભલું કરી શકશે. એનાથી પણ તમને અને બીજાઓને લાભ જ થશે. આજે મને જે ખોટું–ખરાબ લાગ્યું છે તે હું બીજાને નહિ શીખવાડું. બીજાનું મારા પ્રત્યેનું જેવું આચરણ મને પ્રિય છે તેવું જ આચરણ હું બીજા પ્રત્યે આચરીશ અને બીજાનું મારા પ્રત્યેનું જે આચરણ મને પ્રિય નથી તેવું આચરણ હું બીજા સાથે કદી નહિ આચ, આટલું દયેય પણ જો આપ સ્વીકારશે તે ધર્મની મીઠી મધુરી સુગંધ આપના જીવાતા જીવનમાંથી પ્રગટ થશે ને મૃત્યુ પછી પણ તમારા જીવનની આ સુગંધ ચારે તરફ પ્રસરાતી રહેશે પરિણામે તમારા સગા-સબંધીઓ પણ તમારા ધ્યેયને પોતાના જીવનમાં અપનાવીને ધર્મની સુવાસને ચારે–તરફ ફેલાવતા રહેશે.
__ आत्मनः प्रतिकूलानि परेषां न समाचरेत्
જે મને પ્રતિકૂળ લાગે છે તેવું આચરણ બીજા પ્રત્યે હું કદીએ નહિ કરુ.” આ ધ્યેયને જીવનમંત્ર બનાવે.
આપને માન સન્માન જોઈએ છે?
જી, હા જરૂર જોઈએ છે. કેશુ કહેશે કે મને માન મળે તે નથી
Page #5
--------------------------------------------------------------------------
________________
૪૧૮
ગમતું. મને માન નથી જોઈતું નહિ...નહિ...મારુ તો અપમાન થશે તો પણ ચાલશે. ના, આ અપમાનપ્રિય માણસ તો સંસારમાં લાખો, -કરડે માણસોમાંથી કોઈ એક પણ મળવો મુશ્કેલ છે. દરેક જીવને સમાન પ્રિય છે. એક પાગલને પણ સન્માન આપે તો તે ખુશ થઈ જશે, એને પણ અપમાન અપ્રિય છે. આ જીવોને સ્વાભાવિક સહજ સ્વભાવ છે. હવે એ પ્રશ્ન ઊભો થાય છે કે જે બધાય સન્માન પ્રિય છે તે જગતમાં કોઈનું પણ અપમાન કેમ થાય છે? શું તમે કર્મસત્તાના નિયમને ભૂલી ગયા છો ? “As you sow so shall you reap.” જેવું વાવશે તેવું લણશે. જે તમે કોઈને સન્માન આપતા હશો. તે તમને જરૂર સન્માન મળશે. જો તમે કેઈનું અપમાન કરશે તે નિશ્ચિત સમજી લેજે કે તમારું પણ અપમાન થતું રહેશે. “જેવું કરશે, તેવું પામશે.” અથવા “જેવી કરણી તેવી ભરણી” એ સિદ્ધાંતને કદીએ ન ભુલશે. કેમકે જેમ તમે એક સચેતનસજીવ આત્મા છે તેવા જ સંસારના બધા જ સચેતન છે. જેવું તમારું સ્વરૂપ છે તેવું જ સ્વરૂપ બીજા બધાનું પણ છે. તેઓ તમારા જેવા જ સમકક્ષી, સમાનરૂપી છે. તે તમને જેમ અપમાન પ્રિય નથી તેમ તેમને પણ અપમાન પ્રિય નથી જ. માટે આમવત્ સર્વભૂતેષુની ભાવના રાખીને જીવન જીવતાં શીખે. માન લેવાને બદલે આપવાની વૃત્તિને અપનાવે. હું ભલે ગમે તેનું ગમે તેટલાનું અપમાન કર્યું પરંતુ મને તે માન જ મળવું જોઈએ, એમ માનશે તે ખત્તા ખાશે. કારણ કે આપ્યા વગર કંઈ મળે એ તો ન ભૂતો ન મવિત્તિ કોઈ કાળે એમ બન્યું નથી ને બનવાનું એ નથી. માન લેવાની અપેક્ષાએ, આપવામાં વધુ આનંદ છે.
કેટલીયે વાર જાતે ખાવાને બદલે ભૂખ્યાને ખવડાવવામાં વધુ આનંદ મળે છે. સુખ જાતે ભોગવવાને બદલે સુખને ત્યાગ કરીને, એ સુખ બીજાને વહેંચવામાં હજારગણે વધુ આનંદ મળે છે. ખરેખર ! ત્યાગમાં જે આનંદ છે તે ભેગમાં નથી જ. એ નિર્વિવાદ અનુભવાયેલું સત્ય છે. તેથી જ સર્વજ્ઞ વીતરાગ પરમાત્માએ “ત્યાગીને મહાન ધર્મ કહ્યો છે. ભેગને ધર્મ નથી કહ્યો. એજ કારણે આપણે પરમાત્માને અનંત-અનંત ઉપકાર માનવે જોઈએ. બલિહારી છે પ્રભુના આ ત્યાગ ધર્મની ! પરતુ અફસેસની વાત છે કે આજના પિોતે પોતાની
Page #6
--------------------------------------------------------------------------
________________
૪૧૯
જાતને ભગવાન કહેવડાવવા નીકળી પડેલા બની બેઠેલા બિચારા ભેગી ભગવાન જે સ્વયં પોતાની અતૃપ્ત વાસના, અતૃપ્ત ભેગેચછાને લીધે જગતના લેકેને ઊંધા ચશ્મા પહેરાવીને ભેગમાં ધર્મ છે એમ સમજાવી રહ્યા છે. લોકોના મગજમાં આ વાત ઠાંસી ઠાંસીને ભરી રહ્યા છે. સનાતન આર્ય સંસ્કૃતિના શાશ્વત સિદ્ધાંત ઉપર કઠોર વાઘાત કરી રહ્યા છે. પરન્તુ યાદ રાખજે. કર્મ સત્તા એમની વાતને કદી પણ બર્દસ્ત નહિ કરે. બિચારા એવા ભેગી ભગવાને માટીમાં મળી જશે. એમની અતૃપ્ત ભેગેચ્છા જ એમને ભેગ લઈ લેશે. આ એમની ભેગલીલા -પાપલીલા એમને જન્મજન્મ દુઃખી કરશે. મહેરબાની કરીને તમે એવા પાંખડીઓની પાપલીલા-ગલીલાને ભોગ ન બની જતા....એવી પ્રાર્થના કરું છું.
માન લેવાની અપેક્ષાઓ આપવામાં વધુ આનંદ છે. હજાર ગણી મજા માનને ત્યાગ કરીને બીજાને માન આપવામાં છે. માન-અભિમાન કરવામાં પાપ થાય છે અને પાપની સજા બહુ ભારે હોય છે. તે અપ્રિય લાગે છે. જ્યારે ધર્મની મજા, ત્યાગની મજા કંઈ ઓર જ હોય છે તેનાથી પુણ્ય થાય છે. તેનું ફળ પ્રિય લાગે છે. અભિમાન કરવાની અપેક્ષાએ બીજાને માન આપવું એ વધુ હિતાવહ છે. મળતા માનને ત્યાગ કરવો એ સૌથી મોટી કુરબાની છે. આ સિદ્ધાંતને શ્રદ્ધાપૂર્વક અમલમાં મૂકીને જોશો તો કસોટીના પત્થર ઉપર આ વાત સાચી પડશે. ટૂંકમાં બીજાનું અપમાન કરવાને પરિણામે તમે દુઃખી થશે સન્માન આપવાને પરિણામે તમે સુખી થશે વધારે અપમાન કેણું કરે છે?
મહા અભિમાની તીવ્ર અહંકારી હંમેશાં બીજાઓનું અપમાન વધારે કરે છે. સત્તાના મદમાં મદમસ્ત, ધન-સંપત્તિના નશામાં ચકચૂર પિતે પોતાની જાતને અભિમાનથી મોટા માનનારા ઘણું ખરુ બીજાનું અપમાન કરવાની ટેવ વધુ રાખે છે.
' અરે ભાઈતમારે સુખ જોઈએ છે? જરૂર અમે પણ માનીએ છીએ કે એમાં કશું ખોટું નથી. સુખ દરેકને ગમે છે. સુખ મેળવવું એ જીવ માત્રને પિતાને સ્વભાવ છે. ગુણધર્મ છે. તેથી સુખની પ્રાપ્તિ
Page #7
--------------------------------------------------------------------------
________________
૪૨૦
એ જીવ માત્રને જન્મ સિદ્ધ હક છે. દરેક જીવ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે ને કરશે. અહીં સુધી તે કંઈ જ ખોટું નથી. પરંતુ પિતાને સુખ જોઈએ તેને અર્થ એ નથી કે આપણે બીજાને દુઃખી કરીને સુખી બનીએ. એ ઉચિત પણ નથી. કોઈને દુઃખી કરીને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ભારે નુકશાન કર્તા છે. કેઈનું સુખ આંચકી લઈને સુખી બનવાની ઈચ્છા બેટી છે. હા, જે તમારે સુખ જોઈએ તે પહેલા એ સુખ બીજાને આપે. તે તમને સુખ જરૂર મળશે.
પરાવર્તિત પ્રાર્થના કરો. દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાથ થાય એવી પ્રાર્થના કરવામાં દરેકમાં તમારે પણ સમાવેશ થઈ જાય છે. તેથી સર્વના કલ્યાણમાં તમારું કલ્યાણ પણ સમાઈ જાય છે. પરંતુ જે તમે એવું વિચારે કે બીજાનું ભલે ગમે તે થાય, પરંતુ મારું તે ભલું થવું જ જોઈએ. ના, આમ કયારેય નહિ થાય. તેથી જ તમારે જે સુખ મેળવવું હોય તે બીજાને આપે તે તમને તે સુખ જરૂરથી મળશે. તમને માન સન્માન જોઈએ છે? ઠીક છે. પહેલાં તમે બીજાનું સન્માન કરવાની શરૂઆત કરે.....તમને પણ સન્માન જરૂર મળશે. જે આપણને જોઈતું હોય તેને પહેલા આપણે બીજાને માટે ત્યાગ કરતા શીખીએ. એ ઉત્તમ માગે છે. બીજાઓને માટે પોતાના સુખનું બલિદાન આપવું એ સૌથી મોટું બલિદાન છે. માન-અભિમાન
વિચાર કરે ! માન-અભિમાનને કણ નથી જાણતું ? નાના-મોટા, વૃદ્ધ-યુવાન સર્વ કેઈ સારી રીતે તેને જાણે ઓળખે છે. તેનાથી કાંઈ અજાણ્યું નથી. આ દરેક દ્વારા અનુભવાયેલી વસ્તુ છે, કષાય છે. ચારે ગતિમાં, પાંચે જાતિના દરેક જીવ માનથી ગ્રસ્ત છે. સ્વર્ગના દેવ–દેવીઓમાં પણ માન કષાય પડેલો જ છે. એટલે સુધી કે તિર્યંચ ગતિના પશુપક્ષિઓમાં પણ માન-અભિમાન પડેલું હોય છે. હાથીમાં અભિમાન અત્યંત હોય છે. અરે! એક વીછીને પણ એની પૂંછડીમાં જે થોડું ઝેર છે. તેનું અભિમાન છે ને એટલે તે પોતાની પૂંછડી ઊંચી રાખીને જ ફરે છે. કૂતરૂ પણ પોતાની પૂંછડી ઊંચી રાખીને ચાલે છે, તે એમ નથી વિચારતું કે આ પૂંછડીથી તે મારું ગુપ્ત અંગ ઢાંકી શકાય છે અને મનુષ્ય પણ પિતાની ડેક ઊંચી રાખીને ચાલે છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
૪૨૧
બધા જ મોહનીય કર્મથી બંધાયેલા છે. મોહનીય કર્મમાં જે કષાય મેહનીય છે, તેમાં ક્રોધ, માન, માયા, લોભ આ ચારેય કષાયોને સમાવેશ થઈ જાય છે. જેવી રીતે ક્રોધ એક કષાય છે અને તે આત્મગુણેને ઘાતક છે તેવી રીતે માન પણ કષાય છે અને તે પણ આત્મગુણેને ઘાતક છે. પોતાના અને પારકાના બન્નેના ગુણેને નાશ કરનાર છે. જેવી રીતે કોધ સમતા-ક્ષમાભાવને નાશ કરે છે, તેવી જ રીતે માન-અભિમાન, નમ્રતા, મૃદુતા ને વિનય–ગુણને નાશ કરે છે. માન-અભિમાન આત્માને ઉદ્ધત અને ઉછુંબલ બનાવે છે. હાથીના જેમ ઉન્મત્ત બનાવે છે. જેવી રીતે હાથીના ગંડસ્થલમાં મદ ઉત્પન્ન થાય છે અને હાથી મર્દોન્મત્ત બને છે. તેવી જ રીતે મનુષ્યમાં પણ મદ ઉત્પન્ન થાય છે. અભિમાનની દશામાં મનુષ્ય પણ મદમત્તમદથી ઉન્મત્ત બને છે ને મનફાવે તેમ વર્તે છે. માનને ઓળખે તેને ઓળખ જરૂરી છે. માન વિષે બરાબર જાણકારી પ્રાપ્ત કરે અને જે માનથી કેઈ ફાયદો નથી થતે ઉલટાનું નુકશાન જ થાય છે એમ લાગે તે એવા આંતરશત્રુને તમારી અંદર ન પ્રવેશવા દેતા તેને દ્વારા પર જ રોકી દેજે.
માનનું લક્ષણ (ચિ૯)
જેવો ક્રોધ આવે છે કે માણસ લાલચોળ થઈ જાય છે તેવી રીતે કેઈના ઉપર માનનું ભૂત સવાર થઈ જાય છે ત્યારે તેનું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાઈ જાય છે. અભિમાનની ચાલમાં ફરક પડે છે તે ઘમંડમાં ચાલે છે. તેને ચાલતો જોઈને લાકે સારી રીતે સમજી શકે છે કે આને માનજવર લાગુ પડે છે. તે ખમીસના બે-ચાર બટન ખુલ્લા રાખીને ચાલે છે. કેલર ઊંચે ચઢાવીને ચાલે છે. ગરદન ઊંચી રાખીને ચાલે છે. જમીન ઉપર તે નજર જ નથી નાખતો જાણે કે તે દિવસે તારા ગણતો હોય તેમ ચાલે છે. અભિમાનીની ભાષામાં પણ પુરતું પરિવર્તન આવી ગયું હોય છે. તે બેલે છે ત્યારે પણ તેમાંથી અભિમાનને. રણકે પ્રગટતો હોય છે. મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે. અરે, હું તે બધું જ કરી શકું છું અરે, મારા જેટલી તાકાત બીજા કોઈનામાં નથી. અરે, મારા જેટલું તો કરી જ ન શકે. આ રીતે વાતવાતમાં હું....હું કરે છે ચારે તરફ તેને પોતાની જ મોટાઈ દેખાય
Page #9
--------------------------------------------------------------------------
________________
४२२
છે. અભિમાનીની આંખમાં આ એક દોષ હોય છે. આ દષ્ટિદેષને લીધે સંસારમાં એને પોતાના સિવાયના બીજા બધા સામાન્ય જ દેખાય છે. સંસારમાં બધા તેને પોતાનાથી નાના લાગે છે, તુછ લાગે છે તેના અવાજમાંથી–વાતચિતમાંથી અહંભાવ પ્રગટ થતો રહે છે. વાતવાતમાં તે બીજા પ્રત્યે અપમાનજનક શબ્દોનો ખૂબ વધારે પડતો ઉપયોગ કરે છે. બીજાઓને નીચા પાડીને, હલકા બતાવીને પોતાની જાતને મોટાઈભરી દેખાડવાની તેનામાં વૃત્તિ હોય છે. તેની ભાષામાં પિતાની પ્રશંસા, પોતાના જ વખાણની છાપ સ્પષ્ટ ઉપસી આવે છે. અભિમાનીને પાક્કાની પ્રશંસા સાંભળવી ગમતી નથી. આ રીતે અભિમાનીને ઓળખવાના સેંકડે ચિહ્નો છે. જેમને જોઈને માનને સ્પષ્ટ રીતે ઓળખી શકાય છે, વિનય-વિવેક અને નમ્રતાને તે એને સ્પર્શ પણ નથી થતું. પારકાની નિંદા કરવાની વૃત્તિ અભિમાનીમાં વધારે પડતી દેખાય છે. માન–અભિમાનની વૃત્તિથી જીવને કઈ પણ પ્રકારનો ફાયદો થતો નથી, ઊલટાનું તે ઘણું વધારે ગુમાવી બેસે છે. પ્રશમરતિમાં કહ્યું
શ્રત-૪–વિનય સફૂપUચ ધર્માર્થ-જામવદન ચ | मानस्य कोऽवकाशं मुहू तमपि पण्डितो दद्यात् ॥
શ્રત–શીલ અને વિનયના દૂષણરૂપ તથા ધર્મ, અર્થ અને કામના વિનરૂપ એવા અભિમાનને કો બુદ્ધિમાન કે પંડિત પુરૂષ એક મૂહને માટે પણ આશ્રય આપશે ? અર્થાત્ સમજદાર બુદ્ધિમાન (પંડિત) મનુષ્ય માન કષાયના દૂષણને જોઈને ભૂલથી પણ માનને પિતાની પાસે આવવા નહિ દે. એમાં જ એને લાભ છે. એનું હિત છે.
માનના પર્યાયવાચી શબ્દ
માન કષાયને જુદા જુદા શબ્દોથી ઓળખવામાં આવે છે. માન, અભિમાન, અહંકાર, દર્પ, ગર્વ, ઘમંડ, ગુમાન, Proud, મમકાર વૃત્તિ, સ્મય, ચિત્તોન્નતિ, અહઅહમિકા, અહં વગેરે અનેક શબ્દો માનના અર્થમાં પ્રજાયેલા છે. જુદી જુદી ભાષાઓમાં બીજા પણ અનેક શબ્દોને. પ્રાગ થતો હોય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
૪૨૩
અભિમાનથી પતન-વિનાશ
अहंकारो हि लोकानां, नाशाय न तु वृद्धाये ।
यथा विनाशकाले स्यात् प्रदीपस्य शिखोज्जवला ॥ અહંકાર હંમેશા લોકોના વિનાશને માટે જ થાય છે. કયારે પણું અભિમાન લાભ કે ફાયદાકારક નથી નીવડતું. દી જ્યારે બુઝાવાની તૈયારીમાં હોય છે ત્યારે ક્ષણભર માટે તેની ત વધારે ઊંચે ચઢે છે, જોર જોરથી ચમકે છે ને ઝગારા મારે છે. પરન્તુ એ તે એની પૂર્ણાહૂતીની નિશાની છે. તેવી જ રીતે તીવ્ર અભિમાનીના વિષયમાં પણ કહેવાય છે કે આ અભિમાનીપણું એની પડતીની નિશાની છે કારણ કે “વિનાશકાળે વિપરીત બુદ્ધિ” માણસને વિનાશ નજદીક આવે છે ત્યારે તેની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. ને ન કરવાનું તે કરી બેસે છે. ન બોલવાનું બલી જાય છે અને પછીથી તેના વિનાશની પ્રક્રિયા શરૂ થઈ જાય છે, જે કે કઈ શ્રીમંતની શ્રીમંતાઈ, કોઈ રાજવીનું રાજ્ય, કોઈ પદવીધરનું પદ કયારે નાશ પામશે તે તો કઈ કહી શકતું નથી. ભવિષ્યવેત્તાને માટે પણ એવી ભવિષ્યવાણી ભાખવી મુશ્કેલ છે. કદાચ એ ભવિષ્યવાણી ભાખે તે પણ એ સાચી પડે કે ન પણ પડે, પરંતુ અભિમાનીના પતનની નિશાની, એની આગાહી, એની
ભવિષ્યવાણી, એનું અભિમાન જ કરી આપે છે. તીવ્ર અભિમાનમાં ' ઉચ્છખલ વ્યક્તિ જે હદ બહારનું અભિમાન કરે છે, તે પિતાના અભિમાનના નશામાં ચકચૂર થઈને ન કરવાનું જે કંઈ કરે છે, કહે છે ત્યારે તમે એના શબ્દોના આધારે તેના અભિમાનની માત્રા ઉપર ભવિષ્યવાણું ભાખી શકે છે કે એનું પતન હવે નજદીકમાં છે. હવે એ આ પદ ઉપર વધુ વખત નહિ ટકી શકે. હવે લક્ષમી સંપત્તિ તેની પાસે વધારે દિવસ નહી રહે. હનુમાનજી કેમ પડી ગયા?
રામ-રાવણના યુદ્ધમાં લહમણજી જયારે બેહોશ થઈ ગયા ત્યારે સંજીવની જડીબુટ્ટી લાવવાને માટે હનુમાનજીને મોકલવામાં આવ્યા. - હનુમાનજી ગયા. સંજીવનીને પત્તો ન લાગવાથી હનુમાનજીએ આપે પહાડ ઉઠાવી લીધું. પહાડને ઉંચકીને આકાશ માર્ગો ઉડતા ઉડતા તેઓ
Page #11
--------------------------------------------------------------------------
________________
૪૨૪
આગળ વધી રહ્યા હતા, ત્યારે નીચેથી નજર પડતાં ભરતજીએ વિચાર્યું અરે ! કઈ દુશ્મન દુષ્ટ રાક્ષસ જતો લાગે છે! એમ સમજીને તેમણે તીર છોડયું. તીર હનુમાનજીને લાગતાં જ તે નીચે પડયા. પડતાં પડતાં મુખમાંથી રામ-રામ શબદ નીકળી પડ્યા. તે સાંભળીને ભરતજી દેડતાં આવ્યા. તરત જ તીર કાઢીને સંજીવની લગાડીને ઘા રૂઝવી દીધું અને હનુમાનજીની ક્ષમા માંગવા લાગ્યા. “ઓહ મારા ભાઈ રામચંદ્રજીના પરમભક્ત હનુમાનજી! મારે અપરાધ ભૂલી જાવ. મને ક્ષમા કરે. મને ખબર નહોતી કે તમે છે અને મેં તીર છેડી દીધું કૃપા કરીને ક્ષમા કરજે.” એટલામાં હનુમાનજીએ ઊભા થઈને ભરતજીના ચરણોમાં પડીને ક્ષમા માગવા માંડી. ભરતજી ! આપ મને માફ કરે. ના, ના તમારે કોઈ અપરાધ નથી. હું તમારું તીર લાગવાથી નીચે નથી પડશે. હું તે મારા અભિમાનથી નીચે પડો છું. એમાં તમારો ડેઈ અપરાધ નથી. તમારે મારી ક્ષમા માગવાની જરૂર નથી. વાત તે એમ છે કે જ્યારે હું આકાશ માગે પસાર થઈ રહયે હતું ત્યારે મારા મનમાં એ અહંકાર જાગ્રત થયે કે વાહ! કેવી મારી શક્તિ! કઈ પહાડને ઉચકી ન શકે આજે મે આખાને આખે પહાડ ઉઠાવી લીધું છે. મારામાં કેટલી બધી શક્તિ છે? આ અભિમાનભર્યો વિચાર કરવાને પરિણામે હું નીચે પટકાયો છું. આ તે મને મારા અભિમાન કરવાને કારણે દંડ મળ્યો છે. મેં મારી શક્તિ .... એ વિચાર કેમ કર્યો? આ ભગવાન રામની કૃપા છે એમ કેમ ન વિચાર્યું? રામની કૃપા . એમ વિચારવામાં બોલવામાં નમ્રતા રહે છે, વિનમ્રભાવ વિનયગુણ સ્પષ્ટપણે દેખાય છે. પરન્ત એમ ન વિચારતાં મેં અભિમાનમાં તણાઈ જઈને મારી શક્તિ એમ વિચાર્યું શાસ્ત્રમાં લખ્યું જ છે કે અભિમાની કેઈથી નથી હારતો કે નથી સમજાતે પણ પોતાના જ અભિમાનથી નીચે પડે છે, દુઃખી થાય છે. એમાં કઈ સંદેહ નથી. શાસ્ત્રના વચનને ધ્યાનમાં રાખીને મેં અભિમાન ન કર્યું હોત, તો મારુ પતન ન થાત. પરંતુ અભિમાને મને પછાડયે. આ દષ્ટાંત ઉપરથી બેધ લેવો જોઈએ કે અભિમાન કરવાથી પતન થાય છે માટે એનાથી બચવામાં જ લાભ છે.
માનની ઉપત્તિમાં સહાયક – નિમિત્ત કારણ
સૌભાગ્યવશ, પુણ્યોગને કારણે મનુષ્યને જે કંઈ ઉત્તમ વસ્તુ
Page #12
--------------------------------------------------------------------------
________________
સંસારમાં પ્રાપ્ત થાય છે તે જ તેના અભિમાનનું નિમિત્ત કારણ બની જાય છે. ધન-સંપત્તિ, સુન્દર રૂપ, બળ, જ્ઞાન વગેરે જે કંઈ પણ મનુષ્યને મળે છે તે બધું પૂ ઉપાર્જન કરેલા પુણ્યને પ્રભાવે જ મળે છે. એ બધું મળ્યા પછી મનુષ્ય જે એમને પચાવી ન શકે તે અભિમાન કરીને એમને ગુમાવી દે છે. અભિમાન એક એવું વમનકારક ઔષધ છે કે તે આવતાં જ અભિમાની બધું જ વમન કરીને એકી કાઢે છે. ઉલટી કરી નાખે છેરોટલી પચાવવી સહેલી છે માલ-મિષ્ટાન પચાવવા સહેલા છે પરંતુ મળેલી સુખ–સંપત્તિ, એશ્વર્યભેગ-વિલાસ, રૂપ, બળ, જ્ઞાન, તપ વગેરે પચાવવાં ઘણાં મુશ્કેલ છે. આહાર ન પચે તે જેમ ઓડકાર આવે છે. વાયુ ઊંચે ચઢી જાય છે. કુશળ વૈદ્ય આ બધા ચિન્હો જોઈને સમજી જાય છે કે આને ખેરાક બરાબર પચ્ચે નથી. બરાબર એવી જ રીતે અભિમાનીને અભિમાન કરતે જોઈને કુશળ તત્ત્વવેતા બરાબર સમજી જાય છે કે આને ધન-સંપત્તિ, ઐશ્વર્ય, ભેગ-વિલાસ, રૂપ, બળ, જ્ઞાન વગેરે જે કંઈ મળ્યું છે તે એને પડ્યું નથી, એને અજીર્ણ થયું છે, ને એની ઓળખાણ છે અભિમાન એટલે કે અભિમાન એ અપચાનો ઓડકાર છે ગંભીર મનુષ્ય જ મળેલા સુખ-ભેગને પચાવી શકે છે. સંપત્તિ મળે છે તો હજારેને લાખેને પરન્તુ કેઈક વિરલા જ એને પચાવી શકે છે.
દુખ સારું કે સુખી
જે એમ પૂછવામાં આવે કે દુઃખ સારુ કે સુખ ? તે તમે શે. જવાબ આપશે? “સુખ’ એમ જ તમે કહેશો. તમને દુઃખ પસંદ છે કે સુખ? જવાબમાં તમે સુખ જ કહેશે. અહીં તમે ભલે જવાબમાં સુખ જ કહેશે પરંતુ સાધુ-સંત. વિરક્ત–વૈરાગી સુખની અપેક્ષાએ દુઃખને વધુ પસંદ કરે છે આપણી ચારિત્રની સાધનામાં પણ કેશને લેચ, વિહાર વગેરે કષ્ટમય નિમિત્તે વધારે રાખવામાં આવ્યાં છે તે સાધુ-સંતે દુઃખના પ્રસંગમાં પણ સમતાના આત્મિક સુખને અનુભવ કરી શકે છે. હજુ એક વધારે સીધે પ્રશ્ન કરૂ ? દુઃખ પચાવવું સહેલું છે કે સુખ પચાવવું? આને જવાબ આપતાં પહેલાં તમારે ખુબ વિચાર કરવો પડશે. વિચાર કરો દુખને પચાવવું એ તે સહેલી વાત છે એક ટંક ભજન કરીને પિતાને ગુજારે કરનારા લોકે આજે
Page #13
--------------------------------------------------------------------------
________________
४२६
હિન્દુસ્તાનમાં ૩૦% હશે. દુઃખને પચાવી શકનાર કેન પચાવી શકનારના મેં ઉપર માન-અભિમાનની લકીર નહીં દેખાય. જ્યારે સુખને પચાવવું...? એ સહેલી વાત નથી. હજારો લોકોને અમાપ સુખ–સ પત્તિ મળી જાય છે પરંતુ ધન-સંપત્તિ મળી ગયા બાદ ચક્કસ જોવામાં આવે છે કે ૮૦ ટકા થી ૯૦ ટકા ધનવાન લોકોને તો સુખ પચાવતાં જ નથી આ વિડયું અને તેઓ અભિમાની બની ગયા છે. સરળતાથી એક બીજે પ્રશ્ન પણ વિચારી લઈએ. દુઃખીને અભિમાન વધારે થાય છે કે સુખીને ?..... ....કેને? અભિમાન કેને થાય છે? કેમ થાય છે ?
અભિમાન કેણ કરે છે? નિર્ધની કે ધનવાન? અરે ભાઈ! કઈ પણ વસ્તુનું અભિમાન ત્યારે જ થાય છે કે જયારે એ વસ્તુ આપણને મળી હોય. વસ્તુ ધન-સંપત્તિ ન મળ્યાં હોય તે તે અભિમાન નહિ પરન્તુ ધનવાની ઈષ થશે. માયા, લેભ આવીને ઊભા રહી જશે. પરતુ અભિમાન તો જેને જે વધારે મળ્યું છે તેને કારણે તે તે વસ્તુ એના નિમિત્તે અભિમાન થશે, થાય છે. દાખલા તરીકે કોઈને ધન વધારે મળ્યું હોય તે તે ધનનું અભિમાન કરશે. કેઈને પદ, પ્રતિષ્ઠા, સત્તા ઘણી મોટી મળી હોય તે તે સત્તાના અભિમાનમાં ચકચૂર રહેશે. કેઈને આશ્ચર્ય વૈભવ શહેનશાહી ઠાઠ મળ્યો હોય તો તેને એનું અભિમાન થશે. એ જ રીતે કોઈને જ્ઞાનનું, કેઈ ને શક્તિનું, કેઈને રૂપનું, કોઈને જાતિનું, કેઈને કુલનું તે કેઈને બુદ્ધિનું વગેરે અનેક વિષયનાં અભિમાન થાય છે. હા, અભિમાન કરવાને માટે એ વત તેની પાસે હોવી જરૂરી છે. જે મળ્યું હોય છે તેનું, તેના નિમિત્તે, તેના આધારે અભિમાન ઉત્પન્ન થાય છે.
પરંતુ કયારેય તમે વિચાર કર્યો કે આ ધન-સંપત્તિ, ઐશ્વર્ય, વૈભવ, જાતિ–લાભ, કુળ, રૂપ, બળ, બુદ્ધિ વગેરે કેમ મળ્યું છે? કેવી રીતે મળ્યું છે? શું પ્રયત્ન વગર કુદરતી રીતે જ મળી ગયું છે? ના પૂર્વ જન્મોમાં–ગત ભામાં તમે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું હતું. તમે પુષ્કળ પરોપકાર કર્યો હતો ત્યારે આજે તમને આ બધુ મળ્યું છે. જેમકે તમે દાન કરવાની પરોપકાર કર્યો હતો જેના પુણ્યોદયથી આજે તમને ધન-સંપત્તિ, વૈભવ, અશ્વર્ય વગેરે પ્રાપ્ત થયા
Page #14
--------------------------------------------------------------------------
________________
૪ર૭
છે. ગોવાળના પુત્ર સંગમે ખીરનું સુપાત્રને દાન કર્યું તેના ફળસ્વરૂપે બીજા ભવમાં તે શાલિભદ્ર બન્યું. રોજ ૯ દેવતાઈ પેટીઓ તેને ત્યાં ઉતરતી હતી. અમાપ ઋદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિ તેને મળી હતી એમાં કઈ આશ્ચર્યકારક વાત નથી પરંતુ આશ્ચર્ય તે એ વાતનું છે કે એમને મળેલી આ બધી સંપત્તિને ત્યાગ કર્યો ને અમર થઈ ગયાજશે. જે તેમણે મળેલી સંપત્તિનું અભિમાન કર્યું હોત તો તે તેમનું પતન થયું હોત. એ જ રીતે આજે કેઈને ભૂતકાળમાં સેવા, તપ, વૈયાવચ્ચ કરવાથી સુન્દર રૂપ અમાપ શક્તિ મળી હોય કે જ્ઞાને પાર્જનની સાધના કરવાથી તેના ફળસ્વરૂપે આજે જ્ઞાનબુદ્ધિ સારી મળી હોય, જાતિ સારી મળી હોય, ઉંચુ કુળ મળ્યું હોય, તે શું એ બધું અભિમાન કરવાને માટે મળ્યું છે? ના આજે આપણને જે મળ્યું છે તેની પાછળ આપણે ખૂબ ત્યાગ, તપશ્ચર્યા, સાધના કરેલી છે. આ બધું અનાયાસ નથી મળ્યું. કેઈએ એમને એમ ભેટ નથી આપ્યું. આ બધું ઈશ્વરે નથી આપ્યું. કારણ ઈશ્વર દેનાર દાતા નથી. જે તે આપ જ હોત તો તે પછી બધાયને એક સરખું જ આપત, એ પછી કેઈને એાછું, કોઈને વધારે અને કેને બિલકુલ નહિ આમ કેમ કરે ? શું ઈશ્વરને સ્વાથી, પક્ષપાતી માનો? ના, આપણું સ્વાર્થી બુદ્ધિને લીધે ઈશ્વરના સ્વરૂપને ન બગાડીએ. ઈશ્વરને તે આપણે દયાળ, કપાળ. દયાનો ભંડાર, કૃપાને સાગર એમ કહીને સંબોધીએ છીએ અને જે આપનારો. ઇશ્વર દયાનો ભંડાર છે. અર્થાત્ સ્વાથી નથી તે પછી તે પક્ષપાત શું કરવા કરે ? કેઈ ને બિલકુલ નહિ, કેઈને ઓછું અને કેઈને વધારે? એમ શું કરવા કરશે? આ રીતે જોવા જઈએ તે છેવટે આપણે એમ જ કહેવું પડશે કે ના, ના એ જીવના પિત પિતાના સારા ખરાબ કર્મોના આધારે ઈશ્વર આપે છે. તે એવું કહેવા કરતા કર્મ સત્તાને જ કેમ નથી માની લેતા? કમસત્તાને સ્વીકારીને પણ એની લગામ ઈશ્વરના હાથમાં પકડાવી દઈને ઈશ્વરના સ્વરૂપને વિકૃત કરવાની, ઈશ્વરને અનુગ્રહ કે નિગ્રહ કરનાર, ફળદાતા માનવાની કોઈ આવશ્યક્તા જ નથી, કર્મસત્તા જ ફળદાતા છે. જેવું કર્યું છે તેવું જરૂર મળશે. જે દાન-પુણ્ય કરીને કેઈને આપ્યું છે તે તમને જરૂર મળશે પણ જે કંઈને કંઈ આપ્યું જ ન હોય તે તમને કયાંથી મળશે? આ રીતે મળવું ન મળવું એ તો આપણા પુણ્ય-પાપ ઉપર
Page #15
--------------------------------------------------------------------------
________________
૪૨૮
આધાર રાખે છે. ઇશ્વરના સ્વરૂપને તેા શુદ્ધ-વિશુદ્ધ-પરમશુદ્ધ સ્વચ્છ રાખેા. જેથી એની ઉપાસના પવિત્રપણે કરવામાં આવે. ઈશ્વર તે ઉપાસ્ય તત્ત્વ છે, આરાધ્ય તત્ત્વ છે. જે પૂર્ણ, સંપૂ, શુદ્ધ, પવિત્ર, સ્વચ્છ, સ્વરૂપી છે. આપણા જેવા મલીન કમ સહિત જીવાના કમ મળની શુદ્ધિને માટે તે આદશ નિમિત્ત છે. જેનાથી આપણને શુદ્ધ, બુદ્ધ, સિદ્ધ બનવાની પ્રેરણા મળે છે. અર્થાત્ ઈશ્વર દાતાર નથી. તે કંઇ આપતા કરતા નથી. સ`સારના આ ચક્રમાં દરેક જીવે ગયા જન્મામાં શુભાશુભ કરણી કરીને તેણે જેવાં પુણ્ય પાપ માંધ્યા હૈાય છે તેને અનુસાર નવા ભવામાં તેને જાતી, કુળ, બળ, રૂપ, જ્ઞાનાદિ સારાં-ખેાટાં કે વધતા-ઓછા પ્રમાણમાં મળે છે. જો એક મજૂર ઘણી મહેનત કરવાના, પરિશ્રમ વેઠીને ૨૫-૫૦ રૂપિયા કમાય ને પછી એનું અભિમાન કરે તેા એ એની ભૂખ તા છે. લેાહીનું પાણી કરીને તે કમાયેા છે. એ જ રીતે આજના ધન-સંપત્તિ, અશ્વ, જાતિ, લાભ, કુળ, મલ, જ્ઞાનાદિ પણ આપણે કાઈ જન્મના રૂપમાં દાનદિ ત્યાગાદિ પરિશ્રમની કમાઈના રૂપમાં પ્રાપ્ત કર્યાં છે. એ વખતે કેટલેએ પરસેવા વહાવ્યા છે ત્યારે આજે માંડ આ બધું મળ્યું છે, કૈાઈ જાણે કેટલાએ વર્ષો પછી-ભવે પછી-આજે સરસ મઝાની ઊ'ચી જાતિ, ઊંચુ કુળ, સુંદર રૂપ, બળવાન શરીર, જ્ઞાનાવરણીય કમના ક્ષચેાપક્ષમ વગેરે ઘણુ અર્ધું મળ્યું છે. આજે જે કંઈ મળ્યું છે તે મહા પરિશ્રમ કરીને ખાંધેલા પુણ્યના ચેાગથી મેળવ્યુ છે. તેને આજે થાડુક અભિમાન કરીને, મેળવેલી માજીને કેમ ગુમાવી બેસે છે ? પરસેવે પાડીને મેળવેલી કમાણી મીઠી લાગે છે. અરે! લૂખી રોટલી પણ મીઠી લાગે છે તે પછી આજે જે જે મળ્યું છે. તેનું અભિમાન કરી કરીને તે તે આપણને આગામી સેકડા ભવા સુધી ફરીથી ન મળે, તેને મેળવવાની આપણી લાયકાત આપણે ગુમાવી બેસીએ એવું આપણે આપણા જ હાથે શા માટે કરીએ ? પરસેવા પાડીને મેળવેલી કમાણી ઉપર કદી અભિમાન ન કરવા જેવું નથી. જેની પાછળ લેાહીનું પાણી કરવામાં આવ્યુ છે, લેાહીને પરસેવાના રૂપમાં વહેવડાવવામાં આવ્યું છે અને એ પરિશ્રમ વેઠવાના ફળ તરીકે આજે આપણને જે પ્રાપ્ત થયુ છે એનું જો આપણે અભિમાન કરીએ તે સમજી લેજો કે આપણા જેવું મૂખ આ સંસારમાં ખીજુ કાઈ
Page #16
--------------------------------------------------------------------------
________________
૪૯
નથી. તેથી અભિમાન કરવું એ કઈ પણ દષ્ટિએ સારું નથી. હિતાવહ નથી. તેથી જ જ્ઞાની ગીતાથ મહાપુરૂએ માનો ત્યાગ કરવાનું
કર્મસત્તાને વિપરીત નિયમ :
માન, અભિમાન, ઘમંડ, ગર્વ કેમ ન કરવા જોઈએ? એનું સૌથી પ્રબળ તર્કયુક્ત કારણ અહીં જોઈ લો. જેનાથી તમને વિશ્વાસ પેદા થઈ જાય કે વાસ્તવમાં અભિમાન ન કરવું જોઈએ. પૂર્વધર મહાપુરૂષ શ્રી ઉમાસ્વાતિજી મહારાજ સ્પષ્ટ કહે છે કે
जात्यादि मदोन्मतः पिशाचवद् भवति दुःखितश्चेह । जात्यादिहीनतां परभवे च निसंशय लभते ।।
જાતિ, લાભ, કુળ, એશ્વર્ય, ધન, સંપત્તિ, જ્ઞાન, રૂપ, બળ વગેરેનું અભિમાન કરીને તેના ફળસ્વરૂપે એવા કર્મોવાળે જીવ ભૂત, પિશાચની માફક મહાદુઃખ પામે છે અને આગળના ભાગમાં પરભવમાં– પરલેકમાં તેણે જે જે વિષયનું અભિમાન કર્યું હોય છે તે તે વિષયને તે વિપરીતપણે--હીનપણે પામે છે. તેને યથાગ્યપણે પામવાની લાયકાત તે ગુમાવી બેસે છે. આ વાતમાં જરાએ શંકા કરવા જેવું નથી. તેમાં પરમ સત્ય છે. શાસ્ત્રમાં શ્રી. હેમચંદ્રાચાર્યજીએ તે સ્પષ્ટ જ કહી દીધું છે કે “સુન મરે નદત્તાન, રીનrઉન અમને ” | જેનું અભિમાન કરીએ છીએ તે વસ્તુ પછીથી હીન-હકી-ઓછી જ પ્રાપ્ત થાય છે. કર્મ સત્તાના એગ્ય ઘરને આ બિલકુલ સાચે નિયમ છે. કર્મના ઘરમાં એવી વ્યવસ્થા છે. આ વ્યવસ્થા કેાઈ ઈશ્વર નથી કરવાનો જે જીવે, જે વિષયમાં જેવું અભિમાન કર્યું હોય, તે જીવ પોતે જ કરેલા અભિમાનથી બંધાયેલા કર્મને કારણે તે જ વતુ હીન-હી, આગળ જતાં મેળવશે. આ જ કમની સજા છે. આ જ પાપની સજા છે.
(૧) જાતિનું અભિમાન કરનાર હલકી જાતિ નીચ જાતિ મેળવે છે. (૨) કુળનું અભિમાન કરનાર નીચકુળ-હલકું કુળ મેળવે છે. (૩) ધન-સંપત્તિનું અભિમાન કરનાર દરિદ્રતા–ગરીબ અવસ્થા પામે છે. દે ૨ ઘેર ઠેકર ખાતાં ખાતાં ભટકવું પડે છે. દરિદ્રીની, ભિખારીની
Page #17
--------------------------------------------------------------------------
________________
૪૩૦
કેવી દયાજનક પરિસ્થિતિ હોય છે? હાથ લંબાવીને તેને ઘેર ઘેર. ભટકવું પડે છે. ભિખારી પિતાને હાથ લંબાવીને હથેળી ઉપરનું પિતાનું ભાગ્ય દેખાડે છે, અરે! શેઠજી, જુવે મારી પાસે પણ એક વખત ઘણું બધું હતું, પરન્તુ મેં દાન દીધું નહિ. કોઈને કંઈ આપ્યું નહિ, ત્યાગ કર્યો નહિ તેથી આજે મારી આ દુર્દશા થઈ છે. એક ભીખ માગતા ભિખારીના આ માર્મિક ભાવને જે સમજી શકીએ તે તે આપણે માટે જાગૃતિનું સારું પ્રેરક નિમિત્ત બની શકે. તે આપણને સાવધાન કરે છે. દાન દેવાને માટે પ્રેરણા આપે છે.
તપનું અભિમાન કરવાના પરિણામે કદી તપ કરવાને ભાવ જ નહિ જાગે. બસ, પછી તો એવું શરીર મળશે કે ખા, ખા જ કરતા રહેશે. ચોવીસે કલાક ખાધા જ કરશે. જ્ઞાનનું અભિમાન કર્યું તે અજ્ઞાની, મૂર્ખ, મંદમતિ કે પાગલ બનશો. વળી ગમે તેટલી મહેનત કરશે તે પણ કંઈ જ્ઞાન નહીં ચઢે. કશું આવડશે નહિ. રૂપનું અભિમાન કરશે તે એવું હીન રૂપ-કુરૂપતા મળશે કે કોઈ સામે પણ નહિ જુવે. બળ-શક્તિનું અભિમાન કરવાથી ભવિષ્યમાં નિર્બળ કૃશ અશક્ત કે રોગીષ્ટ શરીર મળે છે. આ રીતે અભિમાન કરવાને ભલે કદાચ છેડે લાભ દેખાતો હોય તે પણ સરવાળે તે તેનાથી પારાવાર નકશાન જ થાય છે. જે દુરંદેશીતાથી જોઈએ તે લાગે કે ખરેખર “પાપની સજા ભારે હોય છે” એ વાક્યમાં સત્ય રહેલું છે. અભિમાન. કરવાથી આવી વિપરીત સ્થિતિ થાય એનાથી આગળ વધીને પાપની. બીજી કઈ ભયંકર સજા હોઈ શકે ? માન-અભિમાનને પાપ કેમ કહેવામાં આવે છે?
આટલા વિવેચન પછી આ પ્રશ્નને જવાબ તમારા મનમાં સ્પષ્ટ સમજાઈ જ જોઈએ. જે જે દુઃખદાચિ છે, ભવિષ્યમાં દુખ દેનાર છે. તે તે પાપ છે. પાપ કમ છે. જેને લીધે જીવ દુઃખી થાય છે તે બધા પાપ કર્મો છે. જેવી રીતે હિંસા, જુઠ, ચેરી, દુર:ચાર, વ્યભિચારાદિ સેવવાં તે પાપ પ્રવૃત્તિ છે, અશુભ પાપકર્મ છે, પરલેકમાં, પરભવમાં એ પાપકર્મના ફળ સ્વરૂપે જવ દુઃખી થાય છે, કરેલા પાપની સજા ભેગવે છે તેવી રીતે માન પણ એક કષાય છે, તે આંતરિક ભાવ પાપ છે. એના સેવનથી પણ જીવ પરલોકમાં, પરભવમાં દુઃખી થાય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૪૩૧
કરવામાં આવેલા અભિમાનનું વિપરીત ફળ મળે છે. તેથી માનને પણ પાપ કહેવામાં આવે છે. તેને અવશ્ય ત્યાગ કરે. ક્યારેય પણ કેઈએ કોઈ વિષયનું અભિમાન કર્યું હોય, ને તેનું સારું ફળ મેળવ્યું હોય એવું શક્ય જ નથી. પછી ભલેને તે અભિમાન કેઈ સામાન્ય મનુષ્ય કર્યું હોય, કેઈ સાધુ પુરૂષે કર્યું હોય કે ખુદ તીર્થકર ભગવાનની જીવે પૂર્વમાં કર્યું હોય. જેણે જેણે અભિમાન કર્યું હોય તે દરેકને તેનું અશુભ ફળ જ મળ્યું છે. એ દરેકની દુર્દશા જ થઈ છે. કમસત્તાના ઘરમાં કોઈ નાનું મેટું નથી. પછી ભલે તે હું હોય કે તમે હો કે પછી તીર્થકર ભગવાનને
જીવ પણ કેમ ન હોય, કર્મસત્તાને ઘરમાં દરેક સરખા છે, સમાન છે. - જેવું કરશે તેવું ફળ મેળવશે. તેની પાસે સીધી વાત છે. તેથી જ કમની ગતિ ન્યારી છે. કર્મની ગતિ ઘણું ગહન છે. વિચિત્ર છે અને પાપની સજા ઘણું ભયંકર હોય છે, ભારે હોય છે. મહાવીર જેવા મહાવીરને પણ કર્મસત્તાએ છેડ્યા નથી, શ્રેણિક જેવા મગધના | સમ્રાટ કે જેમણે તીર્થકર નામકર્મ બાંધ્યું છે, તેમાં પણ આજે તે નરકમાં જ છે. અનંત ભવ ચકને આ સંસારમાં જ્યારે જ્યારે પણ
જે કેઈએ પાપ કર્મનું સેવન કર્યું હોય છે ત્યારે ત્યારે તેની દશા , અવશ્ય ખરાબ થઈ જ હેય છે. તેથી કર્મસત્તાના ઘરમાં અન્યાય પણ નથી, દેર પણ નથી, અધેર પણ નથી. કેમકે તમારું કર્મ તમારી સાથે જ છે જેવું કર્યું છે તેવું જ છે. તે જ ઉદયમાં આવશે અને તમે દુઃખી દુઃખી થઈ જશે. ઈશ્વર કે ઈ ફળદાતા છે જ નહિ. કર્મ સ્વયં પોતે જ ફળદાતા છે. તેથી કર્મના ફળને આપનાર બીજા કેઈ ફળદાતા ઈશ્વરાદિને માનવાની જરૂરિયાત જ નથી. પછી દેર, અઘેર કે અન્યાયને સવાલ જ કયાં ઊભું થાય છે? બંધાયેલું કર્મ પિતાના નિશ્ચિત સમયે ઉદયમાં આવશે અને તેને અનુસાર ફળ મળશે. તે પ્રમાણે જીવ સુખી કે દુઃખી થશે. પછી ભલે તે તીર્થકરને જીવ હોય કે આપણે જે સામાન્ય જીવ હેય, દરેક જીવ પિત-પિતાના - કર્મ અનુસાર ફળ મેળવે છે.
Page #19
--------------------------------------------------------------------------
________________
|૧ જાતિ
૪૩૨
૮ પ્રકારના મદ (અભિમાન)
1
૨ |૩ ૪ |૫ લાલ કુલ અશ્વ મળ જ્ઞાતિ-જામ-જીરુ,ચૈ -વજી-૪પ-તપઃ શ્રુતૈઃ ।
આ રીતે ચેાગશાસ્ત્રમાં ઉપર જણાવવામાં આવેલા આઠ પ્રકારના મદ સ્થાને બતાવવામાં આવ્યા છે. અભિમાનના જુદા જુદા પ્રકાર દર્શાવવામાં આવ્યા છે. અભિમાનની ઉત્પત્તિના મુખ્ય નિમિત્ત બનતાં કારણેા તથા તેને સહાયક બનતાં સ્થાને ખતાવવામાં આવ્યા છે. ઘણું ખરું સૌંસારમાં જીવાને જે જે વિષયામાં અભિમાન થાય છે તે આ આઠ મુખ્ય મદ્રસ્થાનકે છે. આ આઠ સ્થાનામાં, વિષયામાં જ ઘણુ ખરું. જીવેાને અભિમાન થાય છે. આ આઠે સિવાયના બીજા પણ વધારે મદ્રસ્થાના હાત તે તે પશુ જરૂર ગણાવત, જરૂર બતાવત. આ આઠે પ્રકાર બતાવનાર અનતજ્ઞાની સર્વજ્ઞ મહાપુરુષ હતા. તેથી તેમણે સમગ્ર સસારને જોઈને આ આઠે પ્રકાર બતાવ્યા છે તેથી તેમાં શંકાને કાઈ સ્થાન નથી. આપણને મળેલી ઊ'ચી જાતિ, ઊચ્ચ કુળ વગેરે જો આપણે ધ્યાન ન રાખીએ તે અભિમાન કરવાનું નિમિત્ત કારણ ઉદ્ગમ સ્થાન ઉત્પત્તિ સ્થાન બની શકે છે.
દૃષ્ટાંત સહિત આ મદ્યસ્થાનનું સ્વરૂપ અને ફળ(૧) જાતિમદ
એક વાત તે। નિશ્ચિત છે કે જીવ માત્ર સંસારમાં સારું-ખરાખ સુખરૂપ કે દુઃખરૂપ જે કંઇ પ્રાપ્ત કરે છે તે બધું પાતપેાતાના બાંધેલા શુભાશુભ પુણ્ય-પાપ કર્મો અનુસાર પ્રાપ્ત કરે છે. આઠ કર્માંમાંનુ એક કમ ગાત્રક છે. ગાત્ર કને લીધે જ જાતિ, કુળ વગેરે પ્રાપ્ત થાય છે. ગેાત્ર કમના નીચ ગેત્રમાં અને ઉચ્ચ ગેાત્ર કમ` એ એ મુખ્ય ભેદ છે. નીચ ગેાત્ર કર્માનુસાર જીવાને હલકી જાતિ, નીચ કુળ પ્રાપ્ત થાય છે અને ઉચ્ચ ગેાત્ર કર્માનુસાર ઉચ્ચ કુળ, ઉચ્ચ જાતિ પ્રાપ્ત થાય છે, વણ વ્યવસ્થા બતાવતાં વેદેએ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ ચાર જાતિએ બતાવવામાં
|E
| ૮
રૂપ તપ શ્રુત
{
Page #20
--------------------------------------------------------------------------
________________
૪૩૩
આવી છે. આજ ચાર કુળ પણ છે. લોકપૂજ્ય, લેકમાન્ય, લેપ્રસિદ્ધ સુન્દર જાતિ ઉચ્ચ જાતિ કહેવાય છે. ઈશ્વર પોતાની ઈચ્છાનુસાર કેઈને ઉચ્ચ જાતિમાં અને કોઈ નીચ-હલકી જાતિમાં મોકલી દે છે એવી વાત નથી. આ વાત બિલકુલ ખોટી છે. જે જીવે ઉચ્ચ ગોત્ર કમ બાંધ્યું હશે તે તે જીવ ઉચ્ચ જાતિમાં, ઉચ્ચ કુળમાં ઉત્પન થશે. નહીં તે નીચ ગોત્ર કર્મ બાંધવાના કારણ સ્વરૂપે જીવ નીચ હલકી જાતિમાં, હલકા કુળમાં ઉત્પન્ન થશે. પોતપોતાના બાંધેલા ઉચ્ચનીચ ગોત્ર કર્મ ઉપર તેને આધાર રહે છે. સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે – "आर्यदेश-सुजाति-कुलस्थान-सत्यकारैश्वर्याधुक्तर्ष सम्पादकत्वमुच्चैશોત્રાળો કમ્ ? –અર્થાત્ આર્યદેશ, સારી જાતિ, સારું શુભ કુળ, ઉચ્ચ સ્થાન, ઉચ્ચ પદ-સત્તા, માન-પાન, સત્કાર તથા ઋદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ, વૈભવ આદિ અધર્યની પ્રાપ્તિ જીવને ઉચ્ચ નેત્ર કર્માનુસાર પ્રાપ્ત થાય છે અને એનાથી બરાબર વિપરીત જીવે જે અશુભ પાપ પ્રવૃત્તિથી–જાતિ વગેરેનું અભિમાન કરીને નીચ ગોત્ર કમ ઉપાજિત કર્યું હશે તે એને જતિ વગેરે હીન-નીચ મળશે. _ "चाण्डाल मुष्टिकव्याधमत्स्य बन्धदास्यादि भाव-सम्पादकत्वं नीचेगौ त्रस्य लक्षणम्"
ચંડાળ કુળમાં ઉત્પન્ન થવું શિકારી-પારધિપણું, માછીમાર, નોકર-ચાકર દાસ ગુલામપણું વગેરે નીચ નેત્ર કમ અનુસાર પ્રાપ્ત થાય છે તેથી કેઈ ઉચ્ચ જાતિ-કુળવાળાએ પોતાનાથી હલકી-નીચી કુળવાળાને જોઈને કદી પણ અભિમાન ન કરવું જોઈએ. એજ રીતે ચંડાલ, શુદ્ર જાતિ કે કુલમાં જન્મનારા જીવોએ પોતાનાથી ઉચ્ચ કુળ કે કુલમાં ઉત્પન્ન થનાર જીવો પ્રત્યે ઈષભાવ કે મત્સરવૃત્તિ કે દ્વેષને ભાવ કદી પણ ન રાખવું જોઈએ. કારણ કે અભિમાન અને ઈષ બને ખરાબ છે, બન્ને પાપ છે. અશુભ કર્મ છે. ઉચ્ચ જાતિવાળા જે અભિમાન કરશે તો તેનું પતન થશે ને તે દુઃખી થશે અને નીચ, હલકી, જાતિ કુળવાળા જે ઈષ કે દ્વેષ કરશે તે પણ તે દુઃખી થશે. અને પાપકર્મ જ છે. જન્મથી ચંડાલ અને કર્મથી ચંડાલ
આ સંસાર છે. સંસારમાં અનેક પ્રકારનાં જીવે છે. કેઈ જન્મ
Page #21
--------------------------------------------------------------------------
________________
૪૩૪
જાત્ ચંડાલ છે જે બિચારો નીચ નેત્ર કર્મ બાંધીને અહીં આવ્યા છે. તેણે તે ફક્ત જન્મ જ નીચ જાતિ કે કુળમાં લીધું છે. તેને વિષે તો બીજું કંઈ કહેવાનું રહેતું જ નથી. પરંતુ બીજે, જે ઉચ્ચ કુલ જાતિમાં જન્મ લીધા પછી પણ જે કરવા યોગ્ય નથી તેવા કોધાદિ. કષાયનું સેવન કરે છે તો તેને કર્મચંડાલ કહેવામાં આવે છે.
એક વાર એવો પ્રસંગ બન્યો કે કાશી બનારસમાં એક સન્યાસીજી સ્પર્શાસ્પર્શમાં ખૂબ જ વધારે પડતી માન્યતા ધરાવતા હતા. રસ્તામાં પણ જો કોઈ શુદ્રને દુરથી આવતો જુવે, તો તરત જેરથી બૂમ મારતા... અરે એ શુદ્ર ! જા, અહીંથી જતો રહે. તારા દર્શન માત્રથી પણ મારે ફરીથી ગંગામાં સ્નાન કરવું પડશે પરંતુ રસ્ત તો કેઈનું ઘર નથી. એક વખત એક ચંડાલ સામેથી સીધે સીધે આવી રહ્યો હતો. તે છે કે એક બાજુ ઉપર ચાલી રહ્યો હતે. છતાં પણ તેને ચાલતે જોઈને મહાત્માને ભારે ગુસ્સે આવ્યો. તેને બે ચાર શબ્દ ચેપડાવતાંજ રહ્યા. મનથી પણ તેમને શુદ્ર તરફ તિરસ્કાર, દુગરા જ હતી તેથી સારુ-ખોટુ સંભળાવતાજ રહ્યા. લોકો આ બધું સાંભળીને એકઠા થઈ રહ્યા હતા. એટલામાં તે સામેથી જે ચંડાલ શુદ્ર આવી રહ્યો હતો. તે દોડતો આવીને સંન્યાસીને ગળે લાગી ગયો. તેમની છાતી સાથે બાથ ભીડીને જોર જોરથી બૂમ મારવા લાગ્યા. મ રે ભાઈ મળી ગયે, મારો ભાઈ મળી ગયો. તમાશાને તેડું ન હોય તેથી આ તમાશે જોવા માટે રસ્તા ઉપર લેકેની ભીડ જામવા માંડી. લોકોએ જોયું કે સંન્યાસી ગુસાથી લાલચોળ થઈને ગાળ દેતા જતા હતા, અને ચંડાલે એમને જોરથી પકડ્યા હતા અને ગળે લગાવીને બૂમ મારી રહ્યો હતો કે મારા ભાઈ મળી ગયે મારા ભાઈ મળી ગયો છે તેને મને ઘણે આનંદ છે. એક હસતાં હસતાં આનંદથી બૂમ પાડી રહ્યો હતો તે બીજે ગાળો દેતાં દેતાં બૂમે. મારી રહ્યો હતો. અરે ! ભાગ જૂઠે કયાંને! વળી તારે ભાઈ કયાંથી થાઉં! રસ્તે જતા લોકોએ એમને છોડાવ્યા ત્યારે ચંડાળે કહ્યું સાંભળે... હું તે જન્મથી ચંડાળ છું પરંતુ આ તે સંન્યાસી હોવા છતાં પણ અત્યંત ક્રોધ કરે છે, ગાળે. દે છે તેથી તે તો કર્મચંડાળ છે.
ચંડનો અર્થ છે પ્રચંડ–ભયંકર, ક્રોધ ભયંકર, કોધ કરવાથી એ કર્મ ચંડાળને હું એ જાતિમાં જન્મવાથી જન્મ ચંડાળ. તેથી અમે બન્ને
Page #22
--------------------------------------------------------------------------
________________
૪૩૫
’
એક જાતિના-ચંડાળ જાતિના હોવાથી ભાઈ થયા કે નહિ ? કેટલાએ સમય પછી આજે હું મારા ભાઈને મળે તે હું એમને ગળે વળગ્યું અને ભેટી પડયે. આ વાતનું તાત્પર્ય સંન્યાસી સમજી ગયા. તેમને લાગ્યું કે હું નિરર્થક જાતિનું અભિમાન કરુ છે તે બરાબર નથી.
કુળ અને જાતિનું ઉચ્ચ કે નીચપણું એ તે ઉચ્ચ અને નીચ , ગોત્ર કમને આધીન છે. આપણે જેવું કર્મ બાંધ્યું હોય તેવું તેનું ફળ મળે છે. પોતે જ બાંધેલા નીચ ગોત્ર કમને લીધે જીવ માતંગ, ઢેડ, ભંગી, ચમાર, હરિજન આદિ જાતિ કુળમાં ઉત્પન્ન થાય છે અને ત્યાં એને હલકું કામ કરવું પડે છે. માળી, કળી, તેલી ઘાંચી, બી, મચી વગેરે જાતિ નીચ ગોત્ર કર્મને લીધે મળે છે. અરે જવ તિર્યંચ ગતિમાં જાય છે ત્યાં પણ નીચ જાતિ, નીચ કુળ, અને ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુળ તેના કર્માનુસારે તેને મળે છે. સિંહ, હંસ, કબૂતર, કેયલ વગેરે ઉચ્ચ જાતિનાં કહેવાય છે. જ્યારે સૂવર, શિયાળ આદિને જન્મ નીચ ગેત્ર કમને લીધે મળે છે. સૂકવર ભૂંડ વગેરેને નીચ ગોત્ર કર્મને લીધે વિઠા વગેરે ખાવું પડે છે. નીચ ગોત્ર કર્મને લીધે જ જીવને યાચક, દરિદ્ર, ૨ક, કૃપણુ વગેરેને ત્યાં ફેકાવું પડે છે. - જ્યારે સારુ ઉચ્ચ બત્ર કર્મ બાંધ્યું હોય તે લેકમાં પ્રશંસા પામેલું, લોકમાં સન્માનનીય, દાતારકુળ, રાજકુળ, ક્ષત્રિય જાતિ અને ઉચ્ચ કુળની જીવને પ્રાપ્તિ થાય છે.
હરિકેશી મુનિ
શાસ્ત્ર પ્રસિદ્ધ હરિકેશી મુનિરાજ અને શ્રી મેતારજ મુનિ જેવા ઉંચી કક્ષાના મહાત્માઓને પણ પૂર્વ જન્મમાં બાંધેલા નીચ નેત્ર કર્મને લીધે નીચ કુળમાં તથા ચંડાળ જાતિમાં ઉત્પન્ન થવું પડેલું. વાત એમ છે કે મથુરા નગરીના શંખ રાજાએ દીક્ષા લીધી સાધુ બન્યા વિહાર કરતાં હસ્તિનાપુરને રસ્તે કેઈને પૂછયે. સેમદેવ નામના પુરોહિતે તેમને રસ્તો બતાવ્યો. તેમની વચ્ચે થોડી વાતચીત થઈ. શંખ મહારાજાએ સોમદેવને વૈરાગ્યને ઉપદેશ દીધે. પરિણામે સેમદેવ પુરોહિતે તેમની પાસે દીક્ષા લઈ લીધી. પરંતુ તે પુરોહિત રોજે રોજ પિતાની જાતિનું અભિમાન કરતા હતા. વાત વાતમાં બોલતા હતા કે
Page #23
--------------------------------------------------------------------------
________________
૪૩૬
છેવટે તો અમારી બ્રાહ્મણની જાતિ જ ઉંચી, અમારુ જ કુળ ઉંચું. બ્રાહ્મણ જ સૌથી ઉંચા કહેવાતા હોય છે, બ્રાહ્મણ જ સૌથી ઉંચા છે. બીજા બધા નીચા હોય છે. આ પ્રમાણે એટલે બધે જાતિને મદ કર્યો કે જેને લીધે તેમને નીચ ગાત્ર કર્મ બંધાઈ ગયું. અરે ભાઈજરા વિચાર તે કરે દીક્ષા લીધા પછી, સંન્યાસ લીધા પછી જાતિ, કુળ વિષે પૂછવાને, વિચાર કરવાને પ્રશ્ન જ કયાં રહે છે? કહેવામાં આવ્યું છે કે–
जाति न पूछियो साधुकी, पूछ लीजियो ज्ञान ।
मोल करो तलवार का, पडा रहने दो म्यान । જેવી રીતે તલવાર ખરીદતી વખતે તલવારની કિંમત કરીએ છીએ, એની ધાર તપાસીએ છીએ, પરંતુ તલવારને રાખવાનું જે મ્યાન હોય છે તેની કિંમત નથી કરતા. મ્યાન એમને એમ જ પડયું રહે છે.
એજ રીતે જે સાધુ સન્ત મળે છે. તેમની સાથે જ્ઞાન-ધ્યાનની ચર્ચા કરવી જોઈએ. જ્ઞાન મેળવવું જોઈએ. તેમના જાતિ, કુળ વિષે સાધુ, સન્ત, સંન્યાસીને કદી પણ પૂછવું ન જોઈએ. પૂછવાની આવશ્યકતા જ નથી રહેતી.
સોમદેવ મુનિએ પોતે બાંધેલા નીચ ગાત્ર કમને લીધે સ્વર્ગમાંથી વીને ગંગા નદીને કિનારે રહેતા બલકેટ નામના ચંડાલને ઘેર એની ગૌરી નામની પરિનની કુક્ષીથી જન્મ લીધું. ત્યાં તેમનું “હરિકેશી” એવું નામ પડયું. મેટા થયા પછી એકાદ પ્રસંગે તેમને જાતિ-સમરણ નામનું જ્ઞાન થયું. આત્મા જાગૃત થયે. નીચ જાતિમાં જન્મ એ પિતાના પાપકર્મનું ફળ છે એમ સમજીને વૈરાગ્ય વાસિત હૃદયથી સંસાર છેડીને દીક્ષા લીધી.
- સાધુત્વને માટે કોઈ પણ જાતિ, કુળને પ્રતિબંધ નથી. ફક્ત ચેગ્યતા, પાત્રતા હોવી જોઈએ. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોવું જરૂરી છે. બસ પછી તે કઈ પણ જાતિને, કોઈ પણ કુળને માણસ કેમ ન હોય, તે ચારિત્ર લઈ શકે છે. ને પછી... તે આત્મજ્ઞાન, તપ, યાગ, તપશ્ચર્યાની કિંમત છે, જાતિ, કુળની કિંમત નથી, તે ગૌણ છે.
Page #24
--------------------------------------------------------------------------
________________
૪૩૭
મેતાર્ય મુનિ
ઉજજયની નગરીમાં એક વાર સાગરચંદ્ર મુનિ જેવા જ્ઞાની ગુરૂને ઉપદેશ સાંભળીને રાજપુત્ર અને પુરોહિત પુત્ર બન્નેએ દીક્ષા લીધી. અને ઉત્તમ રીતે સંયમનું પાલન કરતા હતા, પરંતુ પુરોહિતને પુત્ર પોતાના સ્વભાવ અનુસાર હંમેશા બ્રાહ્મણત્વના ગુણગાન કરતો હતો. અરે! બ્રાહ્મણથી ઉચું તે જગતમાં કોઈ છે જ નહિ, હોઈ શકે જ નહિ. બ્રાહ્મણ જાતિ અને કુળને જન્મથી જ ઊંચા ગણવામાં આવે છે. આ રીતની અભિમાનની વૃત્તિમાં જ તે પુરોહિતને પુત્ર રહેતું હતું, ને આવા અધ્યવસાયમાં તેણે નીચ નેત્ર કર્મ બાંધ્યું. ચારિત્રની ઉપાસના કરવાને લીધે તે સ્વર્ગમાં ગયે પરન્તુ કમને વશ થઈને સ્વર્ગમાંથી વીને રાજગૃહી નગરીમાં મહેર “નામના ચંડાલને ઘેર’ ‘મેતી” નામની ચંડાલણીની કૃફી દ્વારા તેને જન્મ થયો. એક વખતના જાતિ કુળના અભિમાને જ આજે એને ચાંડાલના કુળમાં પટકી દીધે. પહેલાં અભિમાન કર્યું હતું તેના પરિણામે આજે એનું ડગલે ને પગલે અપમાન થતું હતું. લોકે ચંડાલ, ચંડાલ કહીને તેને તિરસ્કાર કરતા હતા..... મિત્ર દેવતા દ્વારા વૈરાગ્યને ઉપદેશ સાંભળીને છેવટે ચરમ તીર્થકર મહાવીર પ્રભુ પાસે દીક્ષા લીધી.
ચારિત્ર લીધા પછી હવે નીચ જાતિ કે નીચ કુળ કંઈ પણ રહેતું નથી. એક વાર તેમણે માસક્ષમણની તપશ્ચર્યા કરી. પારણાને દિવસે વહેરવા માટે સોનીને ઘેર આવ્યા. સેની વહેરાવવાને માટે આહારપાણી લેવા ઘરમાં ગયે એટલામાં એક કૉચપક્ષીએ આવીને સેનીએ ઘડેલા સેનાના ચેખા જેવા દાણા ચણી લીધા મહારાજના ગયા પછી સનીએ જોયું તો તે દાણા ન મળ્યા. સોનીને મહારાજ ઉપર શંકા પડી. પાછળ પાછળ દોડ. તેમને પકડયા સોનાના ચેખા માંગવા માંડયે. તે ન મળવાથી મુનિના માથા ઉપર ચામડાની વાધર બાંધીને તેમને તડકામાં ઉભા રાખીને ઘોર ઉપસર્ગ કર્યો. તે મુનિ તે સમતાભાવમાં જ્ઞાનયેગમાં સ્થિર રહીને ક્ષપકશ્રેણી ઉપર આરોહણ કરીને કર્મને ક્ષય કરતાં કરતાં આગળ વધ્યા અને કેવળજ્ઞાન પામીને મેક્ષમાં ગયા. મોક્ષમાં જવાને માટે કઈ પણ જાતિ કુળ ભલેને કેમ ન હોય ! તે જાતિ કુળ જીવને બાધક નથી નીવડતા. મેક્ષમાં જવા માટે આત્માનું
Page #25
--------------------------------------------------------------------------
________________
૪૩૮
જ્ઞાન સૌથી મોટામાં મોટું સાધન છે. પિતાના કર્મને લીધે નીચ કુળમાં જન્મેલા હોવા છતાં પણ આત્મ સાધનાથી કલ્યાણ કરીને તે મેતાર્ય– મુનિ મોક્ષમાં ચાલ્યા ગયા.
ઉચ્ચ કુળ, ઉચ્ચ જાતિ, ઉચ્ચ કુટુંબ અને ઊંચી ખાનદાની ધરાવતા ઘરોમાં જન્મ લઈને પણ માણસ જે હલકી પ્રવૃત્તિ કરતા હોય, અનાચારનું સેવન કરતો હોય પાપ કરતે હોય, ન કરવા યંગ્ય કાર્ય કરતે હોય તે પછી “તેને ઊંચુ કુળ મળ્યું તેનો તેને શું ફાયદો થયે? કહ્યું છે કે –
ऊँचे कुलका जनमिया, करनी ऊँच न होय ।
सुवर्ण कलश सुरा भरा, साधु नन्दीत होय । ઉ ચા કુળમાં જન્મ થવા છતાં પણ વર્તન ઉંચા પ્રકારનું ન હોય, ભાષા ઉચ્ચ પ્રકારની ન હેય. હલકી પા૫ પ્રવૃત્તિ કરતો હોય, નિંદ્ય પ્રવૃત્તિ કરતે હોય, તો પછી વિચાર કરે કે ઉંચે કેને કહે? ફક્ત કુળ અને જાતિ, કુટુંબ અને ખાનદાની ઉંચી મળી જાય તેટલા માત્રથી શું થાય? જન્મથી ઊંચુ કુળ જઈએ.. તેવી જ રીતે કર્મથી – ક્રિયાથી પણ ઉચ્ચપણું જોઈએ. સેનાને ઘડે કે કળશ હોય પરન્તુ જે તેમાં દારૂ જ ભર્યું હોય તો શું ફાયદો ? શરાબ જેવી હલકી વસ્તુ સોનાની પણ કિંમત ઘટાડી દે છે. એ જ રીતે હલકી નિંદનીય પાપની અનાચરણીય પ્રવૃત્તિ જે ઉચય કુળવાળા પણ કરે તો તેના કુળને વંશને અને ખાનદાનને કલંક લાગે છે. વર્ષો અને પેઢીઓ સુધી તે કુળને કલંક લાગેલું રહે છે. કેટલીએ વાર આપણા પાપને લીધે આપણા કુળને જે કલંક લાગે છે તેને લીધે આપણી ભાવિ પેઢીના સંતાનોને પણ સહન કરવું પડે છે. તેથી જ્યારે ઉચ્ચકુળ ઉચ્ચ ખાનદાનીવાળું કુટુંબ જાતિ વગેરે ઉચ્ચ નેત્ર કર્મના પુણ્ય યુગથી મળ્યું હોય તે સમજવું જોઈએ કે આ તો મારુ પરમ સૌભાગ્ય છે મારો પરમ પુણ્યોદય છે. ને નવું પુણ્ય ઉપાર્જન કરવા માટે મળેલા આ પુણ્યનો ઉપગ કરવું જોઈએ નહિ કે હલકી જાતિના પાપ કરવા માટે.
- કુળ, ખાનદાની, વંશ, જાતિ, ધર્મને દૃષ્ટિ પથમાં રાખીને ધ્યાનમાં રાખીને જે મનુષ્ય પ્રવૃત્તિ કરે, એમ વિચાર કરીને પ્રવૃત્તિ કરે કે આ
Page #26
--------------------------------------------------------------------------
________________
૪૩૯
પ્રવૃત્તિ મારા કુળને માટે ચેાગ્ય છે? મારા ધર્મને અનુરૂપ છે ? મારા કુટુંબની ખાનદાનીને શેાભાવે તેમ છે? જે એના જવાબ હા' માં મળે તા તા એ કાર્ય" અવશ્ય કરવુ જોઈએ.
"
અને જે અન્તરાત્મા ના કહેતા હોય, ધર્મશાસ્ત્ર, માતા-પિતા ગુરૂ જે કાર્ય કરવાની ના પડતા હાય, નિષેધ કરતા હાય જે લાક વિરૂદ્ધ હાય લેાકેામાં નિ ંદાય તેવુ કાય હાય તેવું કાય ખરાખર સમજી વિચારીને કરવાનું છોડી દેવુ જોઇએ. અનાચરણીયને ન આચરવામાં જ આપણી શૈાભા છે. નહીં. તે નીચ ગેાત્ર કમની સજા ભેગવવી પડશે. પાપની સજા બહુ ભયંકર હોય છે. અરે! બીજાની વાત તે જવા દઈએ પણ સ્વચ ભગવાન મહાવીર પ્રભુને પણ પેતે ખાંધેલા નીચ ગેાત્ર કર્મોની સજા કયાં નથી ભાગવવી પડી !
ભગવાન મહાવીરે ત્રીજા જન્મમાં બાંધેલુ નીચ ગાત્ર કમ
પાપની સજા ભારે હાય છે' અને કની ગતિ ન્યારી હાય છે. ક કાઈને પણ છેડતું નથી. મેટા, મેાટા રાજા, મહારાજા માંધાતા અને ચક્રવતી આને પણ કસત્તાએ છેડયા નથી, જેવું પાપ ક તેઓએ કર્યુ તેવુ' જ ફળ તેમને પણ્ ભાગવવુ પડયુ. કમ” કેઈની પણ શેહશરમ રાખતું નથી. પછી ભલેને તે મનુષ્ય માટે હાય કે નાના સંન્યાસી હાય કે સ`સારી, સાધુ હોય કે શ્રાવક, કોઈપણ હાય, કમ સત્તાના ન્યાય દરેકને માટે એક સરખા જ રહે છે. જીવ પાતે જ કર્મ બાંધે છે, અને પેાતે જ કર્મના ઉદયથી દુઃખી થાય છે.
".
ભગવાન મઠ્ઠાવીર પ્રભુએ ત્રીજા મરીચિના ભવમાં કુળનું અભિમાન કર્યુ હતુ.. કુળના મદમાં-અભિમાનમાં તે નાચ્યા પણ હતા પરિણામે કમ સત્તાએ એમને નીચ કુળમાં ફેંકી દીધા.
વાત એમ બની કે, યુગાદ્વિ દેવ પ્રથમ તીથ કર શ્રી આદીશ્વર ભગવાનની પાસે આવીને એક દિવસ એમના પુત્ર ભરત ચક્રવતી એ પૂછ્યું – “ હે કૃપાળુ ! આપની આ શ્રમણ પ`દામાં કાઈ એવા સવથી ઉચ્ચ સશ્રેષ્ઠ જીવ છે કે જે ભવિષ્યમાં તીથ કરાદિની ઉચ્ચ પદવી પામવાના હાય ?” જવાબ આપતાં સર્વ જ્ઞાની કેવળી ઋષભદેવ ભગવાને ભરતના જ પુત્ર મરીચિના નામના ઉલ્લેખ કરતાં કહ્યુ` કે '' હે ભરત !
Page #27
--------------------------------------------------------------------------
________________
४४०
આ તારે જ પુત્ર મરીચિ મહાન ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે. સર્વોચ્ચ કક્ષાનો જીવ છે એ પોતાની ભવપરંપરામાં ત્રણ શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરશે. મરીચિ વાસુદેવ ચકવતી અને તીર્થકર એમ ત્રણ ત્રણ સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરશે. આજે જે ચોવીસીને હું પ્રથમ તીર્થંકર છું એ જ વીસીની શૃંખલામાં મરીચિ અંતિમ-છેલ્લે તીર્થકર થશે.
પિતાના જ પુત્ર મરીચિના વિષયમાં આવી ઉંચી ભવિષ્યવાણી સર્વજ્ઞ ભગવાન શ્રી આદીશ્વર ભગવાનના શ્રીમુખે સાંભળીને ભરતજી પ્રસન્ન થઈ ગયા. એ તો સ્વભાવિક જ છે ને! પોતાના પુત્રની પ્રશંસા. સાંભળીને કયા પિતાની છાતી ગજ ગજ ન ઉછળે? ભરતજી તરત જ પુત્ર મરીચિની પાસે આવ્યા. જો કે ચારિત્ર પાળવાની અશક્તિને લીધે મરીચિ ત્યારે ત્રિદંડી બની ગયા હતા. ભગવે વેશ ધારણ કર્યો હતો, માથા ઉપર છત્ર રાખ્યું હતું, પગમાં પાવડીઓ હતી, સાધુત્વનું પુરુ શુદ્ધ સ્વરૂપ તેમની પાસે નહોતું છતાં પણ ભરત મહારાજાએ પુત્ર મરીચિને ત્રણ પ્રદક્ષિણા ફરીને નમસ્કાર કર્યો ને સ્પષ્ટીકરણ કરતાં મરીચિને ચેકબે ચોકખું કહ્યું કે હું તારા આ ત્રિદંડીપણાને નમસ્કાર નથી કરતે, પરંતુ તું તારી ભાવિ ભવ પરંપરામાં વાસુદેવ, ચક્રવતી અને અંતિમ તીર્થંકર થવાને છું, તેથી તને ભાવિ તીર્થ કરને જીવ સમજીને હું વન્દન કરું છું. આટલું કહીને વન્દન કરીને ભરતજી તો ચાલ્યા ગયા અને અહીં મરીચિ તે પોતાના દાદા તીર્થ કર પ્રભુ દ્વારા કહેવાયેલી ભવિષ્યવાણીને ” પિતાજીના મુખે સાંભળીને ખૂબ ખૂ... બ રાજી થઈ ગયા. અન્દર મનમાં બેઠેલે માન કષાય જાગ્રત થઈ ગયે. જેવી રીતે મધુર મિઠાન સ્વાદેન્દ્રિયને ગમે છે, તે તેને વિષય છે, તેવી જ રીતે પ્રશંસા ગુણની સ્તુતિ, વખાણ સાંભળવાં એ બધે માનને ખોરાક છે, વિષય છે. બસ એમનું માન જાગ્રત થઈ ગયું મરીચિ ભવિષ્યમાં પિતાને ત્રણ ત્રણ પદવી મળશે અને પિતે સર્વોચ્ચ, સર્વશ્રેષ્ઠ જીવ છે
એ વાત સાંભળીને તે એટલા અભિમાનમાં આવી ગયા કે જેવી રીતે ઉકળતું દૂધ તપેલામાં સમાઈ નથી શકતુ ને બહાર ઉભરાવવા લાગે છે તેવી રીતે તેમને થયેલ આનંદ-માન મનમાં ન સમાયા, તીવ્ર અભિમાનમાં આવીને છત્ર દંડને લઈને તેઓ નાચવા લાગ્યા અને નાચતા નાચતા બાલવા માંડયા.
Page #28
--------------------------------------------------------------------------
________________
आद्योऽहं वासुदेवानां पिता में चक्रवतीनाम् ।
पितामहस्तीर्थ कुतामहो मे कुलमुत्तमम् ॥ અરે વાહ ! વાસુદેવામાં હું પ્રથમ વાસુદેવ બનીશ. મારા પિતાજી ચક્રવતીઓમાં પ્રથમ ચક્રવતી છે. અને મારા પિતામહદાદાજી સૌ તીર્થકરોમાં પ્રથમ તીર્થંકર છે. વાહ ! વાહ! મારું કુળ કેવું ઉત્તમ છે? અહા મારુ કુળ....! અહા મારુ કુળ....! વાહ! હું તે વળી વાસુદેવ, ચક્રવતી અને તીર્થકર પણ થવાને છું ! આ પ્રમાણે કુલ મદના અભિમાનના નશામાં ચકચૂર થઈને નાચતા નાચતા બોલતા ગયા. (આ વખતે જ મરીચિએ નીચ ગોત્ર કમ બાંધ્યું એમ કર્મગ્રંથના જાણકાર શાસ્ત્રકારે લખે છે).
કુળનું અભિમાન કરીને નીચ શેવ કર્મ મરીચિએ બાંધ્યું તે પછીના ભવોમાંએ કર્મની સજા તરીકે તેમને નીચા ગેત્ર કર્મમાં જન્મવું પડયું. એને લીધે જ એ ત્રીજે ભવ પૂરો કરીને પછી દેવગ– તિમાં જઈને તેઓ યાચક બ્રાહ્મણ કુલમાં જનમ્યા ત્યાં ત્રિદંડીપણું લીધું ફરી દેવ ફરી બ્રાહ્મણ યાચક કુળમાં જન્મ અને ત્યાં ત્રિદંડીપણું લીધું" એમ પંદર ભવ સુધી ચાલ્યું. એ પછી નીચ ગેત્ર કમને ઉદય પડદા ઉપરથી અદશ્ય થઈ ગયે અને સત્તામાં શાન્ત થઈને બેસી રહ્યો.
અર્થાત્ મહાવીરને જીવ ૧૬માં ભવમાં રાજકુળમાં જન્મી શક.. ભલે કર્મ સત્તામાં પડયું રહ્યું છે પરંતુ તેને નાશ તે થયે નથી જ. આજે નહિ તો કાલે તે જરૂર ઉદયમાં આવશે. ને તે નીચ ગોત્ર કર્મ છેલ્લે છેલે પણ ઉદયમાં આવ્યું જ ભગવાન મહાવીરને આત્મા
જ્યારે ૨૬મો દશમાં દેવલોકન ભવ પૂરો કરીને ૨૭મા ભાવમાં આવી રહ્યો હતો ત્યારે એ વખતે સત્તામાં પડી રહેલું એ નીચ નેત્ર કર્મ ફરીથી ઉદયમાં આવ્યું અને ભગવાન મહાવીરને ત્રિશલાદેવીની કુક્ષીમાં લઈ જવાને બદલે દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં લઈ ગયું અને મહાવીરને ૮૨ દિવસ સુધી ત્યાં રહેવું પડયું. આ રીતે જે નીચ નેત્ર, કર્મ જીવ બાંધે છે તેની સજા તે જીવને પિતાને અવશ્ય જોગવવી જ પડે છે. પ્રશમરતિમાં કહ્યું છે કે
Page #29
--------------------------------------------------------------------------
________________
૪૪૨
ज्ञात्वा भवपरिवते जातीनां कोटि शतसहस्त्रोषु । . हीनोत्तममध्यत्वं को जातिमदं बुधः कुर्यात् ॥ नैकान् जाति विशेषानिन्द्रिय निर्वृत्ति पुर्वकान् सत्वाः । कर्मवशात् गच्छन्त्यत्र कस्य का शाश्वताजातिः ॥ रुप-बल-श्रुति-मति शील-विभव परिवर्जितां स्तथा दृष्टवा । विपुल कुलोत्पन्नानपि ननु कुलमानः परित्याज्यः ॥
"संसारे परिभ्रमतां सत्वानां स्वकर्मोदयात कदाचित् ब्राह्मण जातिः, कदाचिच्चाण्डाल जातिः, कदाचित् क्षत्रियादि जातयः, न નિત્યે જાતિવિત્તિ”—સંસારમાં પરિભ્રમણ કરતા જીવોને સ્વકર્મને વશ થઈને–પોતેજ બાંધેલા ઉચ્ચ નીચ નેત્ર કર્મને લીધે કદીક બ્રાહ્મણ કદીક ક્ષત્રિય, કદીક ચાંડાલ તે કદીક બીજી ત્રીજી જાતિમાં જન્મ લે પડે છે. કોઈપણ જીવની કેઈ એક શાશ્વત જાતિ કે કુળ નથી હિતાં. સંસારમાં પરિભ્રમણ કરતાં કરતાં લાખો, કડો જાતિઓમાં કુળમાં જઘન્ય, મધ્ય અને ઉત્તમ અર્થાત ઉચ્ચ નીચ કુળમાં, જાતિએમાં જીવને ઉત્પન્ન થવું પડે છે પછી કો બુદ્ધિમાન માણસ, જાતિ કે કુળનું અભિમાન કરશે? કારણ કે કર્મને લીધે પ્રાણી ઓછી-વધતી ઈન્દ્રિયોના શરીરવાળી અનેક જાતિઓમાં જન્મે છે ને મરે છે. કયાંય કોઈની કેઈ કાયમી જાતિ તો છે જ નહિ પછી અભિમાન કરવાને શું અર્થ છે? ઉંચા ખાનદાન કુળમાં જન્મેલા મનુષ્યએ પણ રૂપ, બળ, શાસ્ત્રજ્ઞાન, બુદ્ધિ, સંપત્તિ વગેરેને નાશવંત જાણીને તેનું કયારેય અભિમાન ન કરવું જોઈએ. જેનું ચારિત્ર દૂષિત છે તેણે તેના કુળને વિષે અભિમાન કરવાને શું અર્થ છે? ને જે કઈ શીલવાન, સુન્દર ચારિત્રનું પાલન કરનાર હોય તો તે તે પોતાના ગુણેથી જ સુશોભિત છે. ગુણ જ તેનાં આભુષણે છે તે પછી તેને ' પણ કુલનું અભિમાન કરવાની જરૂર જ કયાં રહે છે ? લાભ મદ
ઈતિહાસ પ્રસિદ્ધ સુભૂમ ચકવતી ૬ ખંડની પૃથ્વી સાધીને ચક્રવતી બને. ચક્રવતી બન્યા પછી મને દરેક કાર્યમાં સફળતા જ સફળતા
Page #30
--------------------------------------------------------------------------
________________
૪૪૩
મળે છે એમ માનીને તેને લાભનું પણ અભિમાન ચઢવા લાગ્યું. તેને થવા લાગ્યું અરે વાહ ! મને કઈ પણ કાર્યમાં નુકશાન તે થતું જ નથી હંમેશા લાભને લાભ જ થયા કરે છે. સુભૂમના મનમાં આ લાભના અહંકારથી એના મનમાં એ વિચાર ઉત્પન્ન થયે કે દરેકે દરેક ચકવતી ૬ ખંડ સાથીને ચક્રવતી બને છે કે એમની જ જેમ હું પણ છ ખંડ જીતીને ચક્રવતી બન્યું તે એમાં મારી વિશેષતા શુ ? ના....ના..જે હું સાતમે ખંડ પણ જીતું તો એમાં મારી વિશેષતા રહેશે. - આમ વિચારીને સન્યને સજજ કરીને તે લવણ સમુદ્રને કિનારે આવ્યો. કારણ કે તે એની સામે આવેલા ઘાતકી ખંડના ક્ષેત્રને પણ જીતવા માગતો હતો. એટલામાં આકાશવાણી થઈ કે હે સુભૂમ! નિરર્થક લાભ ન કર. ભૂતકાળમાં કેઈ ચકવતીએ સાતમો ખંડ . નથી ને ભવિષ્યમાં પણ કોઈ નહિ જીતે. પણ આવેલું અભિમાન બીજાની વાત સાંભળવા દે! અભિમાની કોઈની સલાહને પણ કયાં ગણકારે છે? તીવ્ર મદમાં બેહેશ બનીને આગળ વધવાનું શરૂ કર્યું પરંતુ લવણ સમુદ્રમાં ડૂબીને બિચારો સુભૂમ ચકવતી મૃત્યુને શરણે ગયે. મરીને તે સાતમી નરકે ગયે. લોભ કરવાથી લાભનું અભિમાન કરવાથી તેને શું ફાયદો મળે? એશ્વર્ય વૈભવ) ને મદ –
પૂર્વના પૂણ્યોદયે આજે ધન, સંપત્તિ, એશ્વર્ય, ભેગવિલાસનાં સાધને વિપુલ પ્રમાણમાં મળી ગયા હોય તે પણ એનું અભિમાન શા માટે કરવું ? ધનથી સંપન્ન શ્રીમંતને ઘણી વાર પેતાની સંપત્તિનું અભિમાન થતું હોય એમ જોવા મળે છે. કેફી પદાર્થની માફક, શરાબની જેમ એને પણ ઘણાને નશે. ચઢયે હોય તેવું દેખાય છે. લક્ષ્મીના નશામાં ધનથી અંધ બનેલો માણસ, જગતમાં ઘણું મેટું અનર્થ સજી જાય છે. લક્ષ્મીને મેળવવી સહેલી છે પરંતુ મળેલી લક્ષ્મીને પચાવવી લક્ષ્મીનો સદુપયોગ કરે એ ઘણું મુશ્કેલ છે. ધનવાને સૌમ્ય, વિનયી બનવું જોઈએ પરંતુ એ ઘણું મુશ્કેલ છે.
દશાર્ણભદ્ર જેવા અત્યંત ધનાઢય રાજાને પણ પ્રભુ મહાવીરને સમવસરણમાં વન્દન કરવા જતી વખતે પોતાની લક્ષ્મીને ગર્વ થયો,
Page #31
--------------------------------------------------------------------------
________________
૪૪૪
“અરે! આજ સુધી કઈ ન ગયું હોય એવા આડંબરથી, મારી ત્રદ્ધિસિદ્ધિનું પ્રદર્શન કરતાં કરતાં હું વદન કરવા જાઉં,” આ વિચારથી તે પિતાની ભારે વિશાળ ચતુરંગી સેનાને સાથે લઈને રાજાશાહી ઠાઠમાઠ સાથે પ્રભુના દર્શનાર્થે નીકળ્યો. પ્રભુના દર્શન–વદન માટે જવું છે ત્યાં આટલા આડંબરનું પ્રદર્શન શા માટે? - દેવલોકના અધિપતિ સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી આ દ્રશ્ય જોયું. દશાર્ણભદ્રના અભિમાનને દૂર કરવાને માટે તે પણ સામેથી એના કરતાં બમણી દ્ધિ-સિદ્ધિને આડંબર કરીને પ્રભુને વન્દન કરવા માટે આળે. સંસારમાં લક્ષ્મીનંદન, ધનાઢયોનું અભિમાન કયારે ઉતરે છે?
જ્યારે શેરને માથે સવાશેર આવે છે ત્યારે. અહીં પણ એમ જ બન્યું. દશાર્ણભદ્ર રાજાએ પોતાને વૈભવ આડંબરથી દેખાડે તો સૌધર્મેન્દ્ર એનાથી પણ બમણી સજાવટ કરી અને તે સમવસરણના તાર ઉપર આવી પહોંચે, વૈભવ પ્રદર્શનની સ્પર્ધામાં રાજ હારી ગયો. પ્રભુની પાસે દીક્ષા લઈને રજોહરણથી વંદન કર્યું. આ જોઈને ઈન્દ્ર પણ દશાર્ણભદ્રના પગમાં પડીને તેમને વન્દન કર્યું અને ધન્યવાદ આપતાં કહ્યું કે જે તમે કર્યું તે હું નહિ કરી શકું, અભિમાનના જતા રહ્યા પછી, વિનય આવ્યા પછી તે માણસનું વર્તન એકદમ સુધરી જાય છે. અભિમાનથી નુકસાન થાય છે અને નમ્રતાથી, વિનયથી લાભ થાય છે. વિનય ધર્મનું મૂળ છે. વિનયથી આગળ જતાં મોક્ષ મળે છે. તેથી ગમે તેટલી ધન-સંપત્તિ, અશ્વર્ય મળે તો પણ માણસે તેનું અભિમાન ન કરવું જોઈએ. ત્યાગને માગ જ અભિમાનને નષ્ટ કરવાને ઉત્તમ રસ્ત છે. બળ મદ-શક્તિનું અભિમાન –
કેટલાંક લોકોને પિતાની શક્તિનું પણ અભિમાન થાય છે. અરે હું તો કેવું છું, મને મારનાર કેઈ આ દુનિયામાં પેદા જ થયું નથી. કોની તાકાત છે કે મને મારે ! હું અજર અમર છું. મગધના સમ્રાટ બિંબિસાર (શ્રેણિક) રાજાએ ગર્ભિણુ હરિણિને શિકાર, કરીને પોતાની શક્તિનું અભિમાન કર્યું. “મારા જેવી શક્તિ છે કેઈ બીજા પાસે?” એક જ તીરથી મેં બે જીને વધ કર્યો? વિચાર કરે, એવી શક્તિ શું કામની કે જે પાપ કરાવે? છેવટે આ અભિમાનના ફળ સ્વરૂપે
Page #32
--------------------------------------------------------------------------
________________
૪૪૫
શ્રેણિકને નર્કમાં જવું પડ્યું. શું આપને બળ પ્રાપ્ત થયું છે તે તે પાપ કરવા માટે મળ્યું છે? શું વધારે શક્તિ બીજાઓને મારવા માટે મળી છે? અરે! એને આપ એ શક્તિને ઉપયોગ કરીને કેઈનું રક્ષણ કરી શકે છે. કેઈને બચાવી શકે છે. શક્તિના નશામાં ચકચૂર થઈને ફરતા મોટા મેટા માંધાતાઓ આજે માટીમાં મળી ગયા છે. હિટલર, લેનિન, મેસેલિની ચર્ચિલ યાહ્યાખાન વગેરે મોટા મટા શક્તિશાળી કહેવાતાઓની આજે કઈ દશા છે? તેમની કેવી દુર્દશા થઈ? હિટલરનું મૃત્યુ કેવી રીતે થયું? મોટા મોટા ઈતિહાસ પ્રસિદ્ધ માંધાતા એવી રીતે માટીમાં મળી ગયા કે આજે એમનું નામ-નિશાન સુદ્ધાં રહ્યું નથી. તે પછી તે, મૃત્યુલોકના માનવ ! નાશવંત શરીરના માટીના પુતળા ! અભિમાન કરીને નરકમાં જવાનું તું કેમ પસંદ કરે છે? વિશ્વસમ્રાટ બનવાનું સ્વપ્ન સેવનાર સિકંદર પણ છેવટે ખાલી હાથે અને ખુલ્લે હાથે ગયે. સાથે શું લઈ ગયે? આ ધરતી ઉપર અનેકેનું લોહી વહેવડાવીને છેવટે ખાલી હાથે ચાલ્યા જવું એ શું સારું છે?
યુદ્ધ કરવા માટે સદા અગ્રેસર રહેતા પોતાના કાકા રાજા મુંજને ભેજકુમારે એક ચિહૂિમાં વ્યંગમાં માર્મિક શબ્દ લખીને મોકલ્યા કે
કાકાશ્રી, મોટા મોટા માંધાતા અને મહારથીઓ અનેક રાજાઓ અને મહારાજાઓ બધા આ પૃથ્વી ઉપરથી ખાલી હાથે વિદાય થયા, કેઈની સાથે પૃથ્વી ગઈ નથી પણ મને લાગે છે કે કદાચ તમારી સાથે આ પૃથ્વી આવશે અથવા તમે એને સાથે લઈ જશે.” બસ આ માર્મિક શબ્દએ મુંજ રાજાનું અભિમાન ઉતારી નાંખ્યું તે ગળી ગયું. હજારો દંડ બેઠક રેજ કરતા સશક્ત દ્ધાને પણ રોગથી પીડાઈને મરવું પડે છે. સપ્ત ધાતુની બનેલી આ માટીની કાયા કયારે માટીમાં મળી જશે. નાશવંત શરીર કયારે નાશ પામશે ક્ષણભંગુર આયુષ્ય કયારે સમાપ્ત થઈ જશે તેની ખબર નહિ પડે કારણકે યમરાજ કાયમ માટે મેં ખુલ્લું રાખીને જ ઉભા છે. જ્યારે આંખે સદાને માટે બંધ થઈ જશે તેની ખબર નથી અને નિરર્થક દુનિયાભરનું અભિમાન શા માટે કરવું? પ્રશમ રતિકાર કહે છે કે
Page #33
--------------------------------------------------------------------------
________________
. ૪૪૬
बल समुदितोऽपि यस्मान्नर : क्षणेन विबलत्वमुपयाति. । । बलहीनोऽपि च बलवान् संस्कारवशात् पुनर्भवति ॥ तस्मादनियत भाव बलस्य सम्यगू विभाव्य बुद्धिबलात् । मृत्युबले चाऽबलतां मदं न कुर्याद् बलेनापि ॥ ગમે તેટલો બળવાન અને સશક્ત માણસ કેમ ન હોય? એ પણ એક દિવસ અશક્ત અને કમજોર બની જાય છે અને સૂકલકડી જે કમજોર પણ ખૂબ ખાઈ પી કસંરતાદિ કરીને અથવા તે વીર્યાન્તરાય કર્મને ક્ષયપક્ષમ થવાને લીધે બળવાન સશક્ત બની જાય છે. તેથી ' પોતાની બુદ્ધિને ઉપયોગ કરીને શક્તિ–બળને અસ્થિર જાણીને અને યમરાજા (મૃત્યુ) ની સામે શારીરિક શક્તિની પણ નિર્બળતાને જાણીને મળેલી શક્તિનું કદી પણ અભિમાન ન કરો. બાહુના બળવાળા 'બાહુબલીએ ભરતજી પર ઉગામેલી પિતાની મુઠ્ઠીની પ્રહાર કરવાની શક્તિને વાળી લીધી. મોટા ભાઈ ઉપર તે શક્તિને ઉપયોગ કરવાને બદલે પિતાના મસ્તક ઉપર કરીને યુદ્ધના મેદાનમાં જ કેશને લેચ કરી દીધું ને મળેલી શક્તિને સદુપયેાગ કર્યો એ જ તેમની મહાનતા. હતી.
રૂપનું અભિમાન - અનેક પ્રકારના મદમાં રૂપનું અભિમાન એ પણ એક પ્રકારને મદ જ છે. ઘણું ખરું સ્ત્રીઓમાં આ રૂપને મદ વધારે પ્રમાણમાં દેખાય છે. પૂર્વ જન્મની તપ-ત્યાગમય સાધનાથી. પરોપકાર આદિન સેવનથી શુભ પુણ્ય કમ ઉપાર્જન કરવાને લીધે આજે રૂપરંગ સારા મળ્યા છે. કેટલાક છાએ પુણ્ય નથી બાંધ્યું, પાપ કર્મનું ઉપાર્જન કર્યું છે, એને અર્થ એ નથી કે આપણે આપણને મળેલા સુન્દર રૂપનું
અભિમાન કરીએ બીજાની કુરૂપતા જોઈને પિતાના રૂપ સૌ દર્યનું * અભિમાન કરવું એમાં એક પ્રકારની મૂર્ખતા છે.
સનત ચકવતીને પિતાના રૂપનું ખૂબ અભિમાન હતું. દેવતાઓ. પણ મારુ રૂપ જેવા આવે છે એના અભિમાનમાં ખૂબ ઠાઠમાઠથી સાજ સજીને, સેળ શૃંગાર સજીને રાજ્યસભામાં દેવતાઓની સમક્ષ
Page #34
--------------------------------------------------------------------------
________________
४४७
આવ્યા. દેવતાઓએ સનતકુમાર ચકવતીએ મારેલી પાનની પિચકારીમાં ચાલતા કીડાઓ દેખાડયા તે રાજા આશ્ચર્યચકિત થઈ ગયે. આવું રૂપ શા કામનું ? આ શરીર તે મલમૂત્ર અને દુર્ગધથી ભરેલું છે. ફક્ત એ બધું ગોરી ચામડીથી ઢંકાયેલું છે એનું અભિમાન શું કરવું ? શાસ્ત્રોમાં સાચું જ કહ્યું છે કે
कःशुक्र शोणित समुद्भवस्य सतत चयापचयिकस्य । रोग जरा प्राथयिणो मदावकाशोऽस्ति रूपस्य ।। नित्य परिशीलनीये त्वम्मांसाच्छादिते कलुष पुणे । निश्चयविनाश धर्मिणि रुपे मदकारण किं स्यात् ।।
રજ વીર્યના મિશ્રણથી પેદા થયેલું આ પદુગલિક શર જે સદા વધે ઘટે છે. વૃદ્ધાવસ્થાનું જે સ્થાન છે. એમાં અભિમાનને રથાન જ કયાં છે? આપણે હંમેશા એને ખવડા વી–પીવડાવીને હષ્ટપુષ્ટ કરીએ છીએ. લેહી માં ચામડીથી ઢંકાયેલું છે. મળ-મૂત્રથી ભરેલું, ફ, ઘૂંકને વહેવડાવતું આ શરીર ઉપરથી એારી ચામડી મઢાઈ હોવાને લીધે શું અભિમાન કરવા લાયક બની જાય છે? અરે ! ક્ષણિક આયુષ્યવાળું, રોગીષ્ટ શરીર કે જે કોઈને કોઈ એક દિવસ તે જરૂર બળીને ભસ્મ થવાનું જ છે એના ઉપર અભિમાન કરવાનું? આ તે. આપની કમજોરી છે. કમજોર વધારે અભિમાન કરે છે. ગંભીર, સમજદાર, જ્ઞાની પુરૂષ તો આ કાયાને બને તેટલે કસ કાઢી લે છે. તપશ્ચર્યા કરીને આત્મકલ્યાણ સાધે છે. સુન્દરીએ પોતાના રૂપને ઝાંખુ પાડવાને માટે સાઈઠ હજાર વર્ષ સુધી આયંબિલની તપશ્ચર્યા કરી હતી.
તપ મદ
કઈ કઈ વાર એવું પણ બને છે કે તપસ્વીને પણ પિતાની તપશ્ચર્યાનું અભિમાન થઈ જાય છે. હા, જે લેકેનું ક્ષુદાવેદનીય કર્મ શાન્ત થઈ ગયું હોય છે તે લોકે વધારે તપશ્ચર્યા કરી શકે છે. ભૂખ, સહન કરીને વધારે તપ કરી શકે છે. પરંતુ જેનું ક્ષુધાવેદનીય કર્મ જોરદાર રીતે ઉદયમાં હોય તેઓ વધારે તપ કરી શકતા નથી. કેટલાક
Page #35
--------------------------------------------------------------------------
________________
४४८
વારંવાર તપ કરવાના અભ્યાસને લીધે ઘણી મોટી તપશ્ચર્યા સહેલાઈથી કરી શકે છે. પરંતુ એમની સામે લાલબત્તી ધરતા જ્ઞાની મહાપુરૂષોએ કહ્યું છે કે વધારે તપ તપીને જે ડુંક અભિમાન કરીએ તો એ કરેલા બધાય તપ ઉપર પાણી ફરી વળે છે. તપસ્વી તપશ્ચર્યાનું ફળ હારી જાય છે. તપસ્વીનું માન-સન્માન થાય છે. પણ એણે એનું અભિમાન ન કરવું જોઈએ. નહીં તો તે હાથમાં આવેલી બાજી ગુમાવી બેસશે. જેમ ક્રોધ કરવાથી તપ નિષ્ફળ જાય છે તેમ માન-અભિમાન કરવાથી પણ તપ સમાપ્ત થઈ જાય છે. કુરગ મુનિધી તપ નડતું થતું ને એમના સાથી મુનિએ માસક્ષમણની તપશ્ચર્યા કરતા હતા..... પરંતુ કષાયમાં કોધમાં-માનમાં આવીને તેઓ બાજી હારી ગયા. તપને ફેક કરી દીધું ને સમતાના સાધક કુરગડુ મુનિ બાજી જીતી ગયા. શ્રત (જ્ઞાન) નું અભિમાન
સંસારમાં દરેક જીવને પોત પોતાના કર્મને અનુસરે વધતી કે ઓછી બુધિ મળે છે. દરેકની બુધિ, દરેકનું જ્ઞાન એક સરખું નથી હતું. પોત-પોતાના જ્ઞાનાવરણીય કર્મના વધતા-ઓછા ક્ષેપક્ષને આધારે દરેક જીવને વધતી ઓછી બુદ્ધિ મળે છે. બુધિને આધાર ભેજન ઉપર નથી પરંતુ જ્ઞાનાવરણીય કર્મ ઉપર છે. તેથી બુધિશાળીએ પિતાના જ્ઞાનનું અભિમાન કદી પણ ન કરવું જોઈએ. જ્ઞાની પણ અભિમાન કરીને બાજી હારી જાય છે. નવા જ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે.
શાસ્ત્રમાં વાત આવે છે કે સ્થૂલિભદ્ર જેવા જ્ઞાની મહાત્માને જ્યારે એમની દીક્ષિત બહેન સેણા, વેણા, રેણુ વગેરે વંદન કરવા ગઈ, ત્યારે ધૂલિભદ્રજીના મનમાં અભિમાનને લીધે એ વિચાર આવ્યું કે, મારી બહેનોને દેખાડું તે ખરે કે હું પણ કંઈક છું આ અહંકારને લીધે તેઓ સિંહનું રૂપ લઈને ગુફામાં બેઠા બહેને ને ગુફામાં સિંહને બેઠેલા જોઈને ડરીને ભાગી ગઈ. ગુરૂ મહારાજે એનું રહસ્ય સમજી લીધું. સાધ્વીજીઓને ફરીથી વન્દન કરવા મોકલી. સ્થૂલિભદ્ર જેવા કાજળની કોટડીમાં રહીને કામને જીતનારા જ્ઞાનને ન પચાવી શક્યા, ન જીરવી શકયા. એ બનાવમાં આ કલિયુગની અસર
Page #36
--------------------------------------------------------------------------
________________
४४८
છે એમ વિચારીને ભદ્રબાહુ સ્વામીજીએ એમને બાકી રહેલા ચાર પ્રશ્નોને માત્ર પાઠ આપે અથ ન સમજાવ્યા. કેને નુકશાન થયું ? ફકત થોડી ક્ષણે પૂરતા કરેલા અભિમાનને લીધે કેટલું મોટું નુકશાન વેઠવું પડયું ! મોટા મેટા જ્ઞાની મહાત્માઓને પણ અભિમાન કેટલું સતાવે છે.
ભૂતકાળની વાત છે. એક આચાર્યશ્રીને ઘણું જ્ઞાન હતું. કેટલીએ વાર કેટલાયે શિષ્ય એમને પ્રશ્નો પૂછી પૂછીને પિતાની જિજ્ઞાસાને સંતેષતા હતા. તેમને અભિમાન આવી ગયું અહંકારને કારણે-માન કષાયને લીધે તેમણે એવું ચીકણું જ્ઞાનાવરણીય કમ બાંધ્યું કે આગામી ભવમાં “મારુષ–માતુષ જેવા બે શબ્દોને યાદ રાખવાનું પણ મુશ્કેલ થઈ પડયું. વર્ષો સુધી ગેખ્યા કરવા છતાં આ બે શબ્દો પણ તેમને યાદ ન રહ્યા. છેવટે સાડા બાર વર્ષ સુધી આયંબિલના તપની તપશ્ચર્યા કરવી પડી, ત્યારે છેવટે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાનીને અભિમાન નીચે પટકી નાખે છે. અભિમાનનું કામ જ પતન કરવાનું પાડી દેવાનું છે. પછી ભલેને તેને આશ્રય આપનાર જ્ઞાની હોય કે રૂપવાન હોય કે ધનવાન હોય કે તપસ્વી હોય, અભિમાન દરેકનું પતન કરે છે જ્ઞાનીની શોભા એમાં છે કે તે વધારે નમ્ર, વિનમ્ર વિનયી બને. શ્રેણિક જેવા સમ્રાટે પણ ચરને જ્યારે સિંહાસન જેવા ઉચ્ચાસન ઉપર બેસાડયે ત્યારે તેમને વિદ્યા પ્રાપ્ત થઈ. આજે તે બિલકુલ વિપરિત પરિસ્થિતિ છે. અભિમાનની વૃત્તિને રાખીને વિદ્યા લેવા જનારને વિદ્યા પ્રાપ્ત થતી નથી. ज्ञान मददर्पहर माद्यति तस्य को वैद्यः १ । अमृतं यस्य विषायति, तस्य चिकित्सा कथं क्रियते ॥ ' અરે ! જે જ્ઞાન અભિમાનને નાશ કરવાને માટે સમર્થ છે તે જ્ઞાનને લીધે જ જ્ઞાની તેનું અભિમાન કરવા માંડે તે પછી એને માટે કે વૈદ્ય બની શકશે? જે અમૃત પણ કઈને પિતાનાથી ઉલટી વિષ જેવી અસર કરે તે પછી એની ચિકિત્સા રીતે કરવામાં આવે ? બ્રહ્મા પણ તેની ચિકિત્સા નથી કરી શકતા એટલે જ્ઞાનીનું જ્ઞાનીપણું એનામાં છે કે....જેટલું વધારે જ્ઞાન તેની પાસે હોય તેટલી વધારે નમ્રતા, વિનમ્રતા રાખે એમાં એની શોભા છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
सा विधा या मद हन्ति सा श्रीर्याऽधिषु दीयते । धर्मानुसारिणी या च सा
बुद्धिरभिघीयते ॥
વિદ્યા (જ્ઞાન) તે જ છે કે જે માન-અભિમાનના નાશ કરે. તે જ લક્ષ્મી સાક છે કે જે દીન-દુઃખ:ચાઓને દેવામાં આવે અને જે બુદ્ધિ ધર્મને અનુસરનારી હોય તે તે બુદ્ધિ શ્રેષ્ઠ છે અર્થાત્ અભિ માન કરતાં અટકવામાં જ આણી શૈાભા છે.
અનંતાનુખ ધો
૪૫૦
UP
અભિમાનના ૪ પ્રકાર I
સ્
અપ્રત્યાખ્યાનીય
::
૩
પ્રત્યાખાનીય
૪ સવુલન
Page #38
--------------------------------------------------------------------------
________________
૪૫૧
આમ જોઈએ તે, તો અભિમાન એ અભિમાન જ છે. છતાં પણ દરેક જીવે જે અભિમાન કરે છે તેની તરત મતાને લીધે તેનાં જુદા જુદા ભેદ પડે છે. કોઈનામાં જોરદાર અભિમાન હોય છે તે કાઈનામાં તેની માત્રા ઓછા પ્રમાણમાં હોય છે. કોઈનું અભિમાન લાંબા વખત સુધી ટકે છે તે કેાઈનું અભિમાન ટૂંક જીવી હોય છે. કેઈનું અભિમાન નરમ હોય છે તો કોઈ કનું વધારે પડતું કડક હોય છે. આ તરતમતાને લીધે તેના ચાર ભેદ પડે છે. ઉપમાન દૃષ્ટાંતથી જલદીથી સમજાઈ જાય એટલા માટે ચિત્રમાં દૃષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. (૧) અનંતાનુબંધી માન કષાય
જેવી રીતે પત્થરને થાંભલે જીંદગીભર વળતો નથી, જુકતો નથી. એમને એમ સ્થિર ઉભે રહે છે તેવી જ રીતે અનંતાનુંબંધી માન કષાયવાળો માણસ અભિમાનમાં સ્થિર રહે છે. અક્કડ રહે છે. જંદગીભર તે અકકડ જ રહે છે. કયારેય નમો નથી. અનન્તાનુબંધી માન કષાયની કાળ મર્યાદા જીવનભરની હેય છે. તે અનંત અનુબંધ કરાવે છે. તેને લીધે જીવ નરક ગતિમાં જાય છે. (૨) અપ્રત્યાખ્યાનીય માન કષાય
બીજું અપ્રત્યાખ્યાનીય માન પત્થરના થાંભલાથી કંઇક નરમ આપણા હાડકા જેવું હોય છે. અભિમાનમાં કેટલી અક્કડતા હોય છે તેની માત્રા સમજાવવાને માટે પદાર્થોની સાથે તેને સરખાવવામાં આવે છે. હાડકાં પણ મજબૂત હોય છે. તે પણ જલ્દીથી નથી વળતાં, છતાં આસન, વ્યાયામ,અંગમરોડ વગેરે કસરત કરતાં રહીએ. વર્ષના અને હાડકાઓ વળવા માડે છે. સરકસના કલાકારોને જેમ બાળપણથી જ અંગમરેડની કસરત કરાવવામાં આવે છે તો એમનું શરીર ૨મ્બરની જેમ ગોળ ગોળ હરે છે, ફરે છે, વળે છે. તેવી જ રીતે આ બીજુ અપ્રત્યાખ્યાનીય માન ૧ વર્ષની અવધિવાળા હાડકા જેવું છે. જે વર્ષ પછી ઝુકે છે. (૩) પ્રત્યાખ્યાનીય માન કષાય- ત્રીજા પ્રકારનું પ્રત્યાખ્યાનીય માન લાકડાના થાંભલા જેવું હોય. છે. લાકડું તે હાડકાથી પણ ઓછું કડક હોય છે. મહેનત કરવાથી
Page #39
--------------------------------------------------------------------------
________________
૪૫૨
તે ચાર મહિનામાં પણ ઝુકી જાય છે. એ રીતે પ્રત્યાખ્યાનીય માન જ મહીનાની અવધિ સુધીમાં મુકી જાય છે તેથી તેને કાષ્ટવત્ કહેવામાં આવ્યું છે.
(૪) સંજવલન માન કષાય -
આ તે બહુ જલ્દીથી નષ્ટ થઈ શકે તેવું અભિમાન છે. ચિત્રમાં દર્શાવ્યા અનુસાર એ વાંસની સેટી જેવું હોય છે. જોકે વાંસની સેટી સીધી ને કડક રહે છે છતાં પણ એને જે તરફ વાળીએ તે તરફ તે વળે છે. આ સંજવલન માન પણ તેના જેવું જ છે. અભિમાન ઘડી ક. ભર માટે આવી તો જાય છે. પરંતુ પછી તરત નમ્રતા પણ આવી જાય છે, સમજાવવાથી તે તરત ચરણમાં ઝુકી જાય છે. એની વધારેમાં વધારે લાંબી કાળ મર્યાદા ફક્ત દિવસની જ બતાવવામાં આવી છે. બાહુબલીજીનું અભિમાન :
બાહુબલીએ ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવથી યુદ્ધના મેદાનમાં જ પિતાની મુઠ્ઠીને માથા ઉપર લઈ જઈને કેશનું લેાચન કરીને દીક્ષા લઈ લીધી. પરંતુ અભિમાન આવ્યું ને થયું કે હમણાં હું સમવસરણમાં પ્રભુની પાસે નહીં જઉં કારણ કે અઠ્ઠાણુ ભાઈઓએ મારા પહેલા દીક્ષા લીધી છે. ને આમ તો એ બધા ઉંમરમાં મારાથી નાના છે. છતાં દીક્ષાનો પર્યાય એમને વધુ હોવાને કારણે મારે એમને વંદન કરવું પડશે. તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ હું પ્રભુની પાસે જઈશ તેથી કેવળજ્ઞાનમાં આગળ વધી જવાને લીધે ચારિત્રમાં આગળ હોવા છતાં મારે નાના ભાઈએાને વંદન નહિ કરવું પડે. વિચાર તે કરે! કેવળજ્ઞાન જેવી પવિત્ર વસ્તુ પણ મેળવવાનું મન થવામાં વચ્ચે અભિમાન આવી ગયું. ભાવ ખરાબ નહતો, ભાવ તે ખૂબ ઊંચે. હતે પણ વચમાં આવી ગયેલું માન ખરાબ હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિને માટે કાઉરસ ધ્યાનમાં ઉભા રહ્યા. જ્યાં સુધી કેટલા સમય સુધી ? પૂર બાર મહીના સુધી. એક વર્ષ સુધી કાઉસગ્નમાં ઉભા રહ્યા. આપણને એક કલાક સુધી ઉભા રહેવું પણ કેટલું મુશ્કેલ પડે છે? પક્ષીએ એ દાઢીમાં માળા બનાવી દીધા. પગ ઉપર થઈને ઘાસની વેલે માથા સુધી પહોંચી ગઈ. આવા સમયે મોકો જોઈને પિતા.
Page #40
--------------------------------------------------------------------------
________________
૪પ૩
તીર્થકર શ્રી કષભદેવ પ્રભુએ બ્રાહી–સુંદરિ સાથીઓને તેમની પાસે મોકલી જે પૂર્વાશ્રમની તેમની બહેને હતી. તેઓએ આવીને એટલું જ કહ્યું કે
વીરા મારા! ગજ થકી ઉતરે...ગજ ચઢે કેવળ ન હોય રે”
હે ભાઈ! તમે હાથી ઉપરથી નીચે ઉતરે, હાથી ઉપર ચઢવાથી કેવળજ્ઞાન નથી મળતું.
પિતાની બહેન સાદવીજીએનાં શબ્દો સાંભળીને એકા એક બાહુબલીજીનું મન કી ઉઠયું. અરે! આ સાધ્વીજીઓ છે. હું કેમ બોલે છે? હાથી કયાં છે? હું હાથી ઉપર કયાં બેઠે છું? કેવી વાતે કરે છે? પરંતુ સમજદારને તે ઈશારે જ પૂરત હોય છે. વિચાર કરતાં તેઓ જાતે જ સમજી ગયા. હા, હા, ખરી વાત છે. હું અભિમાન રૂપી હાથી ઉપર ચઢયો છું તે મને કેવળજ્ઞાન કયાંથી થાય? અરે! આ તે મારી મોટી ભૂલ છે. તરત નમ્ર બની ગયા. સારું, સારુ ચલો હમણાં જ જાઉં. અડ્રાણ ભાઈ એ ઉંમરમાં ભલે મારાથી નાના. છે પણ ચારિત્રની વયમાં તે તેઓ મારાથી મોટા છે જ. હું હમણાં જ જઈને તેમને વન્દન કર્યું. બસ, આત્મા જાગૃત થઈ ગયે પછી તે કઈ કહેવું જ નથી પડતું. ભાઈઓને વન્દન કરવા જવા માટે જે પગ ઉપાડ કે તરત જ કેવળજ્ઞાન થઈ ગયું. ફક્ત એક ડગલું ઉઠાવતામાં જ ! અર્થાત કેવળજ્ઞાન કેટલું નજદીકમાં હતું. ! આટલું પાસે હોવા છતાં પણ અભિમાનના પાતળા આવરણથી કેવળજ્ઞાનને રેકાઈ તો જવું જ પડયું.
અભિમાનથી નુકસાન –
કષાયથી કદી પણ કોઈને ફાયદો થાય એ સંભવિત જ નથી. કષાય સર્વથા નુકસાન કારક છે એમાં તો અંશમાત્ર પણ શંકાને સ્થાન નથી. માન વિનયને રોકે છે. સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે “માને વિનય ન આવે રે...વિનય વિના વિદ્યા નહિ....તે કિમ સમક્તિ પાવે રે.... રે જીવ માન ન કીજિએ.” માનની સઝાયના આ શહદો ઉપર ધ્યાન આપે. માન વિનય ગુણનું અવરોધક છે. એ વિનયને
Page #41
--------------------------------------------------------------------------
________________
૪૫૮
આવવા નથી દેતું અને વિનય વિના વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થશે? માન-અભિમાન કરવાથી જ્ઞાન મળતું નથી અને જે મળેલું હોય તો પણ તે અભિમાન કરવાથી ચાલ્યું જાય છે. અને વિદ્યા-જ્ઞાન જ ન હેય તો પછી સમકત કયાંથી મેળવશે? આ રીતે એક પગથીયું નીચે ગબડવાથી આખી નીસરણી પરથી નીચે જ ગબડતા રહેશે. અભિમાની નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તે નવા જ્ઞાનથી વંચિત રહી જાય છે. એક કહેવત કહે છે કે,
જાણ આગળ અજાણ રહીએ, આગ આગળ પાણી” જાણકારની સામે અણજાણ દેખાવું સારું છે. આગની આગળ જેમ પાણી જેવા બનીને રહેવામાં ફાયદો છે તે નમ્રતા રાખવામાં ફાયદો છે. અભિમાનીને ગર્વ દીવા સ્વપ્ના જેવો હોય છે. તે પોતે પિતાની મેળે જ પિતાના વિષયમાં પિતાને મોટો સમજી બેસે છે. હું આવે છું હું તેવો છું. અરે મારાથી મોટો બીજો છે જ કેણ? અરે ભાઈ ! તમે તમારી જાતને ગમે તે માની લે પણ પોતાના વિષયમાં પોતાની ધારણા કદાચ જૂઠી પણ હોય. તમે કેવા છે તે તમારે બીજાની દૃષ્ટિમાં જેવું પડે. આપણે બીજાની દષ્ટિએ કેવા છીએ? જેવી રીતે આપણે પિતાને દર્પણમાં જોઈએ છીએ. તેવી જ રીતે સમાજ તમારું દર્પણ છે. સમાજની દૃષ્ટિમાં તમારું સ્વરૂપ કેવું છે તેના ઉપર તમારા સ્વરૂપનો આધાર છે. પોતે પોતાની જાતે પોતાને કંઈક માની લેવું એ બેટી ધારણું છે એમાં અહંકારની માત્રા સ્પષ્ટ દેખાઈ આવે છે સત્તાધારીએને પોતાની સત્તાનું કેટલું અભિમાન હોય છે ? સત્તાને નશા માં અંધ-માન્ય કેટલીકવાર હજારગણું નુકસાન કરાવી દે છે સત્તા–મેટા ઉંચા પદની સત્તા જો માણસને પચે નહિ તે તેને અજીર્ણ થઈ જાય છે. તેના મનમાં સત્તાના મદ સમાત નથી. ભેજનનું અજીર્ણ તે કદાચ એક બે દિવસ માટે જ પેટમાં દર્દ ઊભું કરી દે છે. પરન્ત સત્તાનું અજીર્ણ તો હજારે માણસને મારી નાખશે. રાજ્યના ઊંચા પદ ઉપર બેઠેલા રાજાઓ, મંત્રીઓ અને સામંતોએ કેટલાઓને મોતને ભેટાડી દીધા છે. ધરતી પરના એમના અસ્તિત્વને જ મટાડી દીધું. એમનું નામનિશાન પણ બાકી નથી રાખ્યું.
Page #42
--------------------------------------------------------------------------
________________
૪૫૫
સંસારમાં આપણું માન, યશ, કીર્તિ વધે ત્યારે તે આપણે ખાસ સંભાળવું જોઈએ કે રખેને કયાંક, માન અભિમાન આપણામાં પ્રવેશી ન જાય. માન અનેક ગુણોને ઘાત કરે છે. તે ગંભીરતા અને ધીરજને તે પાસે ટૂંકવા જ નથી દેતું. પરિણામે માન કષાય મનુષ્યને ઉછુંખલ, ઉદ્ધત બનાવી દે છે. જે માનને પોતાની મર્યાદામાં વશમાં નથી રાખી શકતે તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે. વિચાર કરો કે સ્ત્રીઓ જે અભિમાન કરવા માંડશે તે તેનું પરિણામ કેવું આવશે. અરે ભાઈ! માન પણ કેણ લઈ શકે છે ? દૂધ પચાવવાની પણ શક્તિ ન હોય ત્યાં દૂધપાક, રબડી જેવી ભારે વસ્તુ કયાંથી પશે ? એને પણ પચાવવા માટે શક્તિ જોઈએ છીએ. એ જ રીતે માનને પણ પચાવવા માટે શક્તિ જોઈએ. દરેક જણ પોતાને મળતું માન પચાવી નથી શકતા. ત્યાં મહાન અનર્થ થઈ જાય છે. જો તમે ગંભીર અને ગુણવાન હશે તે માન તમને વધારે નહીં સતાવી શકે. ગંભીરતાને ગુણ આત્માનું રક્ષણ કરે છે. પહેલાથી જેનામાં ગંભીરતાને ગુણ હોય, તે જ પિતાને મળેલી ધન-સંપત્તિને, અશ્વર્યને પચાવી શકે છે. નહી તે ડું મળ્યું હોય તેના ઉપર પણ વધારે અભિમાન કરનારનું પતન થાય છે. એક ગરીબ માણસને પાંચ લાખની લોટરી લાગી. પાંચ લાખનું નામ પડતાં જ તે ખૂબ હર્ષાવેશમાં આવી ગયે. અરે વાહ ! વાહ ! ૫ લાખ. શું કમાલ થઈ ગઈ આ રીતે બેલતા, ઉછળતા, નાચતા તે બે દિવસમાં ગાંડો થઈ ગયો. પોતાની જાતને સાંભળી ન શકયે.
અભિમાન કેણુ વધારે કરે છે !
सम्पुर्ण कुम्भो न करोति शब्दम? घटो घोषमुपैति नुनम् । विद्वान् कुलोनो न करोति गर्व, गुणैविहीना बहु जल्पयन्ति ॥
કહેવાય છે કે પૂરે ભરેલે ઘડો છલકાતું નથી. અવાજ નથી થતું. પરંતુ જે ઘડે અડધે ભરેલ હોય તે તેને અવાજ થાય છે. પણ છલકાય છે. એ જ રીતે વિદ્વાન કુલીન જ્ઞાની અભિમાન નથી કરતો. પરંતુ ગુણરહિત અલપઝાની–અજ્ઞાની જ વધારે બોલ બોલ કરે છે. કહેવાય છે કે-“A little Knowledg is more dangerous.”
Page #43
--------------------------------------------------------------------------
________________
૪૫૬
અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે. અલ્પજ્ઞ અને અજ્ઞાની જે વધારે માનઅભિમાન કરે છે, વધારે બોલે છે તે તે વધારે નુકસાન પણ કરે છે. જે તમારી પાસે હેય ને તમે વધારે અભિમાન કરતા હો તો હંમેશા એ વિચાર કરો કે હે જીવ! તારી પાસે તે શું છે? આ જગતમાં સૌથી વધારે ચરમ સીમા સુધીની, દરેક વસ્તુ જે કઈને પણ મળી હોય તો તે તીર્થકર મહાપુરૂષોને મળી છે. જ્ઞાન, તપ, રૂપ જાતી, કુળ, બલ, એશ્વર્ય વગેરે જગતની દરેક વસ્તુઓ ઉત્કૃષ્ટ રૂપમાં એમને મળી છે છતાં પણ કયારેયે લેશ માત્ર પણ અભિમાન કરવાનું નામ નથી લીધું. કયારેએ, કોઈ પણ તીર્થકરના જીવન ચરિત્રને તમે જોશે તો અંશ માત્ર પણ અભિમાન તેમણે સેવ્યું હોય તેવું જોવા નહિ મળે. આપણે પણ એ જ વિચારવું જોઈએ કે પુણ્યને વશ મને જે કંઈ મળ્યું છે તેનાથી વધારે ઘણા લોકોને મળ્યું હોય છે. તેથી હે જીવ! તું અભિમાન શા માટે કરે છે ? હજી પણ તું સમજ. કહ્યું છે કે
बलिभ्यो बलिनः सन्ति, वादिभ्यः सन्ति वादिनः । घनिभ्यो धनिनः सन्ति, तस्मादर्य त्यजेद् बुद्यः ।। કોઈક વાર બળવાનને પણ પિતાનાથી વધારે બળવાન ભેટી જાય છે. વાદિને પણ કદી ક પિતાના ઉપર શિરજોરી કરી જાય એવો વાદી મળી જાય છે અને ધનવાનને પણ પોતાનાથી વધારે ધનવાન મળી જાય છે. કદીક તેમની વચ્ચે સામ સામે ટક્કર પણ ઝીલાય છે. શેરને માથે જ્યારે સવાશેર મળી જાય છે ત્યારે આપણા અભિમાનનો પારો નીચે ઉતરી જાય છે. આ રીતે સ્પર્ધામાં ઉતરીને અપમાન પામીને પિતાના માનને ઓછું કરવું એના કરતાં પહેલેથી જ અભિમાન ન કરવું એ વધારે સારું છે. અર્થાત્ બુદ્ધિમાનની બુદ્ધિમત્તા એમાં છે કે તે અભિમાન ન કરે. સ્વાભિમાનથી જીવવું સારું છે.
તે શું આપણે અપમાન ભરી જીંદગી જીવવી? ના અભિમાન ન કરવાને અર્થ એ નથી કે અપમાનિત થઈને જીંદગી જીવે. અભિમાન કરવું તે ખરાબ છે. પણ સ્વાભિમાન સારુ છે. આમ ગૌરવ રાખવું
Page #44
--------------------------------------------------------------------------
________________
૪પ૭
જરૂરી છે. સ્વાભિમાન Self Respect અથવા સ્વવ્યક્તિત્વસ્થાપન Individuality થી જીવવું સારું છે. આ બધું સારું છે. અભિમાન ખરાબ છે. મનુષ્યના વિકાસ માટે એની ઈજજત-આબરૂને માટે સ્વાભિમાન તે મનુષ્ય જરૂર રાખવું જોઈએ. અપમાનથી અથવા અપમાનિત થતાં થતાં તે જીવન ન જીવે પણ સાથે સાથે કેઈનું અપમાન કરતાં કરતાં પણ મનુએ જીવન ન જીવવું જોઈએ. એનું પણ ધ્યાન રાખવું જોઈએ. જે તમે કેઈનું અપમાન કરશે તો તમારું અપમાન ચક્કસ થશે. કેનામાં વધારે શકિત છે?
અભિમાન કરવામાં વધારે શક્તિ જોઈએ કે અપમાન સહન કરવામાં વધારે શક્તિ જોઈએ? કેણ મહાન છે? સીધે ન્યાય કરે. અભિમાન કરનાર મહાન છે કે અપમાન સહન કરનાર મહાન છે ? અભિમાન કરવામાં કેટલી શક્તિ જોઈએ? એક મિનિટમાં અભિમાન કરી શકાશે ? પરનું અપમાન સહન કરવામાં બહુ લાંબો વખત લાગશે. એટલે અપમાન સહન કરનાર મહાન છે. માટે છે. જેવી રીતે “
ચ મા ” કહેવામાં આવે છે તેવી જ રીતે સહન કરનાર સાધક છે. સહન કરવું તે સાધના છે. અભિમાન કષાયથી કેવી રીતે બચવું ? “ મા મવા કિછે ?' શ્રી વીર પ્રભુએ ફરમાવ્યું છે કે – મૃદુતા, નમ્રતાથી માન કષાચને જીતવે જોઈએ. કદાચ આજે આપણે માન અભિમાનને પૂરેપૂરું ન જીતી શકીએ તો પણ તેને ધીરે ધીરે ઓછું તો કરવું જ જોઈએ. માનમુક્તિ જ પ્રશય છે આપણે સદા નિરભિમાની બનીએ.
શુભ-ભવતુ
UF
Page #45
--------------------------------------------------------------------------
________________
૪૫૮
(૬) માન પાપ સ્થાનકની સઝાય.
પાપ સ્થાનક કહે સાતમું શ્રી જિનરાજ એ, માન માનવને હેય, દુરિત શિરતાજ એ, આઠ શિખર ગિરિરાજ તણું આડા વેલે, નાવે વિમલા લેક તિહાં કિમ તમ ટલે? પ્રજ્ઞ–મદ તપમદ વલી ગાત્ર મર્દ ભર્યા, આજીવિકા મદવંત ન મુક્તિ અંગી કર્યા, ક્ષપશમ અનુસાર જે એહ ગુણ વહે,
મદ કરે. એહમાં? નિર્મદ સુખ લહે ઉચ્ચભાવ દગ દેશે મદ જવર આકરે, હોય તેહને પ્રતિકાર કહે મુનિવર ખરે, પૂર્વ પુરૂષ સિંધુરથી લઘુતા ભાવવું, શુદ્ધ ભાવન તે પાવન શિવ સાધન નવું.... માને છેવું રાજ્ય લંકાનું રાવણે, નરનું માન હરે હરિ આવી અિરાવણે, સ્થૂલિભદ્ર કૃત-મદથી પામ્યા વિકાર એ, માને જીવને આવે નરક અધિકાર એ.... વિનય-ત-તપ-શીલ વિવર્ગ હણે સવે, માન તે જ્ઞાનને ભંજક હવે ભવ ભવે, લૂપક છેક વિવેક-નયનને માન છે, એહ જે છાંડે તાસ ન દુઃખ રહે પછે... માને બાહુબલી વરસ લગે કાઉસગ્ય રહ્યા, નિર્મલ ચકી સેવક દેય મુનિ સમ કહ્યા, સાવધાન ત્યજી માન જે ધ્યાન ધવલ ધરે, પરમા-સુજસ–૨માં તસ આલિંગન કરે....
Page #46
--------------------------------------------------------------------------
________________ શ્રી ધર્મ નાથસ્વામિને નમ : - પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સુબોધ સૂરીશ્વરજી મ. સા. તથા 5. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજ (રાષ્ટ્રભાષા ૨ન–વર્ધા, સાહિત્યરત્ન-પ્રયાગ, ન્યાય દશનાચાર્ય –મુંબઈ) a આદિ મુનિ મંડળના વિ. સ. 2045 ના જૈનનગરશ્રી સંઘમાં ચાલુ માસ દરમ્યાન શ્રી ધમનાથ પો. હે. જૈનનગર શ્વે. પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ મૂ. જન સંઘ-અમદાવાદ, વિજય ભક્તિસુરીશ્વરજી મ.સા. -તરફથી જાયેલ 16 રવિવારીયગક ચાતુર્માસિક રવિવારીય ધાર્મિક શિક્ષણ શિબિર જ ની અંતર્ગત ચાલતી પ. પૂ. મુનિરાજ શ્રી અરૂણવિજયજી મહારાજના 7 “પા.પ6[, અજા. ભારે” @ - વિષયક રવિવારીય સચિત્ર જાહેર પ્રવચન શ્રેણિ –ની પ્રસ્તુત દશમી પુસ્તિકા શ્રી ધર્મનાથ પ. હે. જૈનનગર શ્ય. . જન સંઘ તરફથી જૈનનગર-શારદામંદિર રોડ, પાલડી, અમદાવાદ-૭ પ્રસ્તુત પ્રવચન પુસ્તિકા છપાવી પ્રસિદ્ધ કરવામાં આવી છે. *નો. 2/T કૈલાસણ, 1161/ કોબી Jain E nelibrary.org