________________
૪ર૭
છે. ગોવાળના પુત્ર સંગમે ખીરનું સુપાત્રને દાન કર્યું તેના ફળસ્વરૂપે બીજા ભવમાં તે શાલિભદ્ર બન્યું. રોજ ૯ દેવતાઈ પેટીઓ તેને ત્યાં ઉતરતી હતી. અમાપ ઋદ્ધિ-સિદ્ધિ, સમૃદ્ધિ, સંપત્તિ તેને મળી હતી એમાં કઈ આશ્ચર્યકારક વાત નથી પરંતુ આશ્ચર્ય તે એ વાતનું છે કે એમને મળેલી આ બધી સંપત્તિને ત્યાગ કર્યો ને અમર થઈ ગયાજશે. જે તેમણે મળેલી સંપત્તિનું અભિમાન કર્યું હોત તો તે તેમનું પતન થયું હોત. એ જ રીતે આજે કેઈને ભૂતકાળમાં સેવા, તપ, વૈયાવચ્ચ કરવાથી સુન્દર રૂપ અમાપ શક્તિ મળી હોય કે જ્ઞાને પાર્જનની સાધના કરવાથી તેના ફળસ્વરૂપે આજે જ્ઞાનબુદ્ધિ સારી મળી હોય, જાતિ સારી મળી હોય, ઉંચુ કુળ મળ્યું હોય, તે શું એ બધું અભિમાન કરવાને માટે મળ્યું છે? ના આજે આપણને જે મળ્યું છે તેની પાછળ આપણે ખૂબ ત્યાગ, તપશ્ચર્યા, સાધના કરેલી છે. આ બધું અનાયાસ નથી મળ્યું. કેઈએ એમને એમ ભેટ નથી આપ્યું. આ બધું ઈશ્વરે નથી આપ્યું. કારણ ઈશ્વર દેનાર દાતા નથી. જે તે આપ જ હોત તો તે પછી બધાયને એક સરખું જ આપત, એ પછી કેઈને એાછું, કોઈને વધારે અને કેને બિલકુલ નહિ આમ કેમ કરે ? શું ઈશ્વરને સ્વાથી, પક્ષપાતી માનો? ના, આપણું સ્વાર્થી બુદ્ધિને લીધે ઈશ્વરના સ્વરૂપને ન બગાડીએ. ઈશ્વરને તે આપણે દયાળ, કપાળ. દયાનો ભંડાર, કૃપાને સાગર એમ કહીને સંબોધીએ છીએ અને જે આપનારો. ઇશ્વર દયાનો ભંડાર છે. અર્થાત્ સ્વાથી નથી તે પછી તે પક્ષપાત શું કરવા કરે ? કેઈ ને બિલકુલ નહિ, કેઈને ઓછું અને કેઈને વધારે? એમ શું કરવા કરશે? આ રીતે જોવા જઈએ તે છેવટે આપણે એમ જ કહેવું પડશે કે ના, ના એ જીવના પિત પિતાના સારા ખરાબ કર્મોના આધારે ઈશ્વર આપે છે. તે એવું કહેવા કરતા કર્મ સત્તાને જ કેમ નથી માની લેતા? કમસત્તાને સ્વીકારીને પણ એની લગામ ઈશ્વરના હાથમાં પકડાવી દઈને ઈશ્વરના સ્વરૂપને વિકૃત કરવાની, ઈશ્વરને અનુગ્રહ કે નિગ્રહ કરનાર, ફળદાતા માનવાની કોઈ આવશ્યક્તા જ નથી, કર્મસત્તા જ ફળદાતા છે. જેવું કર્યું છે તેવું જરૂર મળશે. જે દાન-પુણ્ય કરીને કેઈને આપ્યું છે તે તમને જરૂર મળશે પણ જે કંઈને કંઈ આપ્યું જ ન હોય તે તમને કયાંથી મળશે? આ રીતે મળવું ન મળવું એ તો આપણા પુણ્ય-પાપ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org