________________
૪૩૩
આવી છે. આજ ચાર કુળ પણ છે. લોકપૂજ્ય, લેકમાન્ય, લેપ્રસિદ્ધ સુન્દર જાતિ ઉચ્ચ જાતિ કહેવાય છે. ઈશ્વર પોતાની ઈચ્છાનુસાર કેઈને ઉચ્ચ જાતિમાં અને કોઈ નીચ-હલકી જાતિમાં મોકલી દે છે એવી વાત નથી. આ વાત બિલકુલ ખોટી છે. જે જીવે ઉચ્ચ ગોત્ર કમ બાંધ્યું હશે તે તે જીવ ઉચ્ચ જાતિમાં, ઉચ્ચ કુળમાં ઉત્પન થશે. નહીં તે નીચ ગોત્ર કર્મ બાંધવાના કારણ સ્વરૂપે જીવ નીચ હલકી જાતિમાં, હલકા કુળમાં ઉત્પન્ન થશે. પોતપોતાના બાંધેલા ઉચ્ચનીચ ગોત્ર કર્મ ઉપર તેને આધાર રહે છે. સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે – "आर्यदेश-सुजाति-कुलस्थान-सत्यकारैश्वर्याधुक्तर्ष सम्पादकत्वमुच्चैશોત્રાળો કમ્ ? –અર્થાત્ આર્યદેશ, સારી જાતિ, સારું શુભ કુળ, ઉચ્ચ સ્થાન, ઉચ્ચ પદ-સત્તા, માન-પાન, સત્કાર તથા ઋદ્ધિ, સિદ્ધિ, સંપત્તિ, વૈભવ આદિ અધર્યની પ્રાપ્તિ જીવને ઉચ્ચ નેત્ર કર્માનુસાર પ્રાપ્ત થાય છે અને એનાથી બરાબર વિપરીત જીવે જે અશુભ પાપ પ્રવૃત્તિથી–જાતિ વગેરેનું અભિમાન કરીને નીચ ગોત્ર કમ ઉપાજિત કર્યું હશે તે એને જતિ વગેરે હીન-નીચ મળશે. _ "चाण्डाल मुष्टिकव्याधमत्स्य बन्धदास्यादि भाव-सम्पादकत्वं नीचेगौ त्रस्य लक्षणम्"
ચંડાળ કુળમાં ઉત્પન્ન થવું શિકારી-પારધિપણું, માછીમાર, નોકર-ચાકર દાસ ગુલામપણું વગેરે નીચ નેત્ર કમ અનુસાર પ્રાપ્ત થાય છે તેથી કેઈ ઉચ્ચ જાતિ-કુળવાળાએ પોતાનાથી હલકી-નીચી કુળવાળાને જોઈને કદી પણ અભિમાન ન કરવું જોઈએ. એજ રીતે ચંડાલ, શુદ્ર જાતિ કે કુલમાં જન્મનારા જીવોએ પોતાનાથી ઉચ્ચ કુળ કે કુલમાં ઉત્પન્ન થનાર જીવો પ્રત્યે ઈષભાવ કે મત્સરવૃત્તિ કે દ્વેષને ભાવ કદી પણ ન રાખવું જોઈએ. કારણ કે અભિમાન અને ઈષ બને ખરાબ છે, બન્ને પાપ છે. અશુભ કર્મ છે. ઉચ્ચ જાતિવાળા જે અભિમાન કરશે તો તેનું પતન થશે ને તે દુઃખી થશે અને નીચ, હલકી, જાતિ કુળવાળા જે ઈષ કે દ્વેષ કરશે તે પણ તે દુઃખી થશે. અને પાપકર્મ જ છે. જન્મથી ચંડાલ અને કર્મથી ચંડાલ
આ સંસાર છે. સંસારમાં અનેક પ્રકારનાં જીવે છે. કેઈ જન્મ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org