________________
૪૩૬
છેવટે તો અમારી બ્રાહ્મણની જાતિ જ ઉંચી, અમારુ જ કુળ ઉંચું. બ્રાહ્મણ જ સૌથી ઉંચા કહેવાતા હોય છે, બ્રાહ્મણ જ સૌથી ઉંચા છે. બીજા બધા નીચા હોય છે. આ પ્રમાણે એટલે બધે જાતિને મદ કર્યો કે જેને લીધે તેમને નીચ ગાત્ર કર્મ બંધાઈ ગયું. અરે ભાઈજરા વિચાર તે કરે દીક્ષા લીધા પછી, સંન્યાસ લીધા પછી જાતિ, કુળ વિષે પૂછવાને, વિચાર કરવાને પ્રશ્ન જ કયાં રહે છે? કહેવામાં આવ્યું છે કે–
जाति न पूछियो साधुकी, पूछ लीजियो ज्ञान ।
मोल करो तलवार का, पडा रहने दो म्यान । જેવી રીતે તલવાર ખરીદતી વખતે તલવારની કિંમત કરીએ છીએ, એની ધાર તપાસીએ છીએ, પરંતુ તલવારને રાખવાનું જે મ્યાન હોય છે તેની કિંમત નથી કરતા. મ્યાન એમને એમ જ પડયું રહે છે.
એજ રીતે જે સાધુ સન્ત મળે છે. તેમની સાથે જ્ઞાન-ધ્યાનની ચર્ચા કરવી જોઈએ. જ્ઞાન મેળવવું જોઈએ. તેમના જાતિ, કુળ વિષે સાધુ, સન્ત, સંન્યાસીને કદી પણ પૂછવું ન જોઈએ. પૂછવાની આવશ્યકતા જ નથી રહેતી.
સોમદેવ મુનિએ પોતે બાંધેલા નીચ ગાત્ર કમને લીધે સ્વર્ગમાંથી વીને ગંગા નદીને કિનારે રહેતા બલકેટ નામના ચંડાલને ઘેર એની ગૌરી નામની પરિનની કુક્ષીથી જન્મ લીધું. ત્યાં તેમનું “હરિકેશી” એવું નામ પડયું. મેટા થયા પછી એકાદ પ્રસંગે તેમને જાતિ-સમરણ નામનું જ્ઞાન થયું. આત્મા જાગૃત થયે. નીચ જાતિમાં જન્મ એ પિતાના પાપકર્મનું ફળ છે એમ સમજીને વૈરાગ્ય વાસિત હૃદયથી સંસાર છેડીને દીક્ષા લીધી.
- સાધુત્વને માટે કોઈ પણ જાતિ, કુળને પ્રતિબંધ નથી. ફક્ત ચેગ્યતા, પાત્રતા હોવી જોઈએ. જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય હોવું જરૂરી છે. બસ પછી તે કઈ પણ જાતિને, કોઈ પણ કુળને માણસ કેમ ન હોય, તે ચારિત્ર લઈ શકે છે. ને પછી... તે આત્મજ્ઞાન, તપ, યાગ, તપશ્ચર્યાની કિંમત છે, જાતિ, કુળની કિંમત નથી, તે ગૌણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org