________________
૪૧૬
ક્ષણિક ફાયદાની પાછળ વર્ષો સુધીનાં દુર્ગતિનાં દુખે છુપાયેલાં પડયા છે. ફક્ત દીર્ઘદશી બનીને પ્રત્યેક કાર્યનાં પરિણામને વિચાર કરીને અને કર્મ સત્તાના ફળને ધ્યાનમાં રાખીને જે આપણે ચાલીએ તે સેંકડો પાપથી બચી જઈએ. પરંતુ પાપની દૃષ્ટિ કષાય વૃત્તિવાળા જીની દષ્ટિ બહુ જ ટૂંકી હોય છે. ભવિષ્યનો વિચાર, કર્મસત્તાને વિચાર તેઓ ઘણે ખરો કરતાં જ નથી. અફસેસ એ વાતને છે કે કષાય કરવાની આદત ધીરે ધીરે કરીને આપણે જ આપણામાં રોપી છે, ને હવે એ આપણામાં ઘર કરી ચૂકી છે. હવે તો આપણે આપણું ચારે તરફ એવું વાતાવરણ બનાવી દીધું છે કે...બસ, હવે તે ક્રોધ, માન, માયા અથવા લેભ કર્યા વગર આપણને ચાલતું જ નથી દિવસ પસાર જ થતું નથી. થોડું થોડું ઝેર રેજેરોજ ખાઈને જેમ શરીરને વિષમય બનાવી લઈએ ને પછી વિષ ખાઈએ તે તેની શરીર ઉપર કઈ અસર પડતી નથી, તેવી જ રીતે નાનપણથી જ નાનેમેટો, એ છે-વત્તો કષાય કરતાં કરતાં આપણે એવી વૃત્તિ જ બનાવી દીધી છે....આદત જ પાડી દીધી છે કે જેમ જ હા, બીડી કે સીગારેટ પીધા વિના નથી ચાલતું તેમ કષાય કર્યા વિના નથી ચાલતું. તમે તમારી ચારે બાજુ એવું વાતાવરણ બનાવી દીધું છે કે ધીરેથી કહેલી વાત તે કેઈ સાંભળતું જ નથી, માનતું જ નથી. તમારે દીકરો, પતિન, નેકર વગેરે તમે શેડે ગુસ્સો કરીને બોલો છે તે જ સાંભળે છે, માને છે. એમાં એમને પણ કોઈ દેષ નથી, તમે જ તમારા ઘરમાં એવું વાતાવરણ બનાવી દીધું છે. હા, પહેલેથી જ કષાય કરતી વખતે જ તમને કેઈએ સમજાવ્યું હતું કે, “બહુ ક્રોધ કરવાથી હિંસક ગતિમાં જવું પડશે. સિંહ કે સર્પ થવું પડશે, બહુ લાભ કરવાદિ ઉંદર, બહુ અભિમાન કરવાથી હાથી અને માયા–કપટ કરવાથી શિયાળ આદિના ભ લેવા પડશે. ને એક વાર તિર્યંચ ગતિમાં પટકાયા પછી તેમાંથી બહાર નીકળીને મનુષ્ય થવું બહુ દુષ્કર છે એમ જ્ઞાનીએાએ ઠેર ઠેર ચેતવણું આપી છે. તમારે એવી હિંસક, નીચ ગતિમાં રખડપાટ કરવી છે? તે કોધાદિ કષા સે, નહિં તે ચેત અહીંથી જ એમાંથી મુક્ત થવાને પ્રયાસ કરે.” તે તે તમે અટક્યા હોત, સમજયા હતા, અને આજે તમે જેવી જીંદગી પસાર કરે છે તેવી કદાચ ન કરતા હોત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org