________________
४४८
વારંવાર તપ કરવાના અભ્યાસને લીધે ઘણી મોટી તપશ્ચર્યા સહેલાઈથી કરી શકે છે. પરંતુ એમની સામે લાલબત્તી ધરતા જ્ઞાની મહાપુરૂષોએ કહ્યું છે કે વધારે તપ તપીને જે ડુંક અભિમાન કરીએ તો એ કરેલા બધાય તપ ઉપર પાણી ફરી વળે છે. તપસ્વી તપશ્ચર્યાનું ફળ હારી જાય છે. તપસ્વીનું માન-સન્માન થાય છે. પણ એણે એનું અભિમાન ન કરવું જોઈએ. નહીં તો તે હાથમાં આવેલી બાજી ગુમાવી બેસશે. જેમ ક્રોધ કરવાથી તપ નિષ્ફળ જાય છે તેમ માન-અભિમાન કરવાથી પણ તપ સમાપ્ત થઈ જાય છે. કુરગ મુનિધી તપ નડતું થતું ને એમના સાથી મુનિએ માસક્ષમણની તપશ્ચર્યા કરતા હતા..... પરંતુ કષાયમાં કોધમાં-માનમાં આવીને તેઓ બાજી હારી ગયા. તપને ફેક કરી દીધું ને સમતાના સાધક કુરગડુ મુનિ બાજી જીતી ગયા. શ્રત (જ્ઞાન) નું અભિમાન
સંસારમાં દરેક જીવને પોત પોતાના કર્મને અનુસરે વધતી કે ઓછી બુધિ મળે છે. દરેકની બુધિ, દરેકનું જ્ઞાન એક સરખું નથી હતું. પોત-પોતાના જ્ઞાનાવરણીય કર્મના વધતા-ઓછા ક્ષેપક્ષને આધારે દરેક જીવને વધતી ઓછી બુદ્ધિ મળે છે. બુધિને આધાર ભેજન ઉપર નથી પરંતુ જ્ઞાનાવરણીય કર્મ ઉપર છે. તેથી બુધિશાળીએ પિતાના જ્ઞાનનું અભિમાન કદી પણ ન કરવું જોઈએ. જ્ઞાની પણ અભિમાન કરીને બાજી હારી જાય છે. નવા જ્ઞાનની પ્રાપ્તિથી વંચિત રહી જાય છે.
શાસ્ત્રમાં વાત આવે છે કે સ્થૂલિભદ્ર જેવા જ્ઞાની મહાત્માને જ્યારે એમની દીક્ષિત બહેન સેણા, વેણા, રેણુ વગેરે વંદન કરવા ગઈ, ત્યારે ધૂલિભદ્રજીના મનમાં અભિમાનને લીધે એ વિચાર આવ્યું કે, મારી બહેનોને દેખાડું તે ખરે કે હું પણ કંઈક છું આ અહંકારને લીધે તેઓ સિંહનું રૂપ લઈને ગુફામાં બેઠા બહેને ને ગુફામાં સિંહને બેઠેલા જોઈને ડરીને ભાગી ગઈ. ગુરૂ મહારાજે એનું રહસ્ય સમજી લીધું. સાધ્વીજીઓને ફરીથી વન્દન કરવા મોકલી. સ્થૂલિભદ્ર જેવા કાજળની કોટડીમાં રહીને કામને જીતનારા જ્ઞાનને ન પચાવી શક્યા, ન જીરવી શકયા. એ બનાવમાં આ કલિયુગની અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org