________________
૪૨૦
એ જીવ માત્રને જન્મ સિદ્ધ હક છે. દરેક જીવ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્ન કરે છે ને કરશે. અહીં સુધી તે કંઈ જ ખોટું નથી. પરંતુ પિતાને સુખ જોઈએ તેને અર્થ એ નથી કે આપણે બીજાને દુઃખી કરીને સુખી બનીએ. એ ઉચિત પણ નથી. કોઈને દુઃખી કરીને સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા ભારે નુકશાન કર્તા છે. કેઈનું સુખ આંચકી લઈને સુખી બનવાની ઈચ્છા બેટી છે. હા, જે તમારે સુખ જોઈએ તે પહેલા એ સુખ બીજાને આપે. તે તમને સુખ જરૂર મળશે.
પરાવર્તિત પ્રાર્થના કરો. દરેકનું ભલું થાય, દરેકનું કલ્યાથ થાય એવી પ્રાર્થના કરવામાં દરેકમાં તમારે પણ સમાવેશ થઈ જાય છે. તેથી સર્વના કલ્યાણમાં તમારું કલ્યાણ પણ સમાઈ જાય છે. પરંતુ જે તમે એવું વિચારે કે બીજાનું ભલે ગમે તે થાય, પરંતુ મારું તે ભલું થવું જ જોઈએ. ના, આમ કયારેય નહિ થાય. તેથી જ તમારે જે સુખ મેળવવું હોય તે બીજાને આપે તે તમને તે સુખ જરૂરથી મળશે. તમને માન સન્માન જોઈએ છે? ઠીક છે. પહેલાં તમે બીજાનું સન્માન કરવાની શરૂઆત કરે.....તમને પણ સન્માન જરૂર મળશે. જે આપણને જોઈતું હોય તેને પહેલા આપણે બીજાને માટે ત્યાગ કરતા શીખીએ. એ ઉત્તમ માગે છે. બીજાઓને માટે પોતાના સુખનું બલિદાન આપવું એ સૌથી મોટું બલિદાન છે. માન-અભિમાન
વિચાર કરે ! માન-અભિમાનને કણ નથી જાણતું ? નાના-મોટા, વૃદ્ધ-યુવાન સર્વ કેઈ સારી રીતે તેને જાણે ઓળખે છે. તેનાથી કાંઈ અજાણ્યું નથી. આ દરેક દ્વારા અનુભવાયેલી વસ્તુ છે, કષાય છે. ચારે ગતિમાં, પાંચે જાતિના દરેક જીવ માનથી ગ્રસ્ત છે. સ્વર્ગના દેવ–દેવીઓમાં પણ માન કષાય પડેલો જ છે. એટલે સુધી કે તિર્યંચ ગતિના પશુપક્ષિઓમાં પણ માન-અભિમાન પડેલું હોય છે. હાથીમાં અભિમાન અત્યંત હોય છે. અરે! એક વીછીને પણ એની પૂંછડીમાં જે થોડું ઝેર છે. તેનું અભિમાન છે ને એટલે તે પોતાની પૂંછડી ઊંચી રાખીને જ ફરે છે. કૂતરૂ પણ પોતાની પૂંછડી ઊંચી રાખીને ચાલે છે, તે એમ નથી વિચારતું કે આ પૂંછડીથી તે મારું ગુપ્ત અંગ ઢાંકી શકાય છે અને મનુષ્ય પણ પિતાની ડેક ઊંચી રાખીને ચાલે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org