________________
૪૨૧
બધા જ મોહનીય કર્મથી બંધાયેલા છે. મોહનીય કર્મમાં જે કષાય મેહનીય છે, તેમાં ક્રોધ, માન, માયા, લોભ આ ચારેય કષાયોને સમાવેશ થઈ જાય છે. જેવી રીતે ક્રોધ એક કષાય છે અને તે આત્મગુણેને ઘાતક છે તેવી રીતે માન પણ કષાય છે અને તે પણ આત્મગુણેને ઘાતક છે. પોતાના અને પારકાના બન્નેના ગુણેને નાશ કરનાર છે. જેવી રીતે કોધ સમતા-ક્ષમાભાવને નાશ કરે છે, તેવી જ રીતે માન-અભિમાન, નમ્રતા, મૃદુતા ને વિનય–ગુણને નાશ કરે છે. માન-અભિમાન આત્માને ઉદ્ધત અને ઉછુંબલ બનાવે છે. હાથીના જેમ ઉન્મત્ત બનાવે છે. જેવી રીતે હાથીના ગંડસ્થલમાં મદ ઉત્પન્ન થાય છે અને હાથી મર્દોન્મત્ત બને છે. તેવી જ રીતે મનુષ્યમાં પણ મદ ઉત્પન્ન થાય છે. અભિમાનની દશામાં મનુષ્ય પણ મદમત્તમદથી ઉન્મત્ત બને છે ને મનફાવે તેમ વર્તે છે. માનને ઓળખે તેને ઓળખ જરૂરી છે. માન વિષે બરાબર જાણકારી પ્રાપ્ત કરે અને જે માનથી કેઈ ફાયદો નથી થતે ઉલટાનું નુકશાન જ થાય છે એમ લાગે તે એવા આંતરશત્રુને તમારી અંદર ન પ્રવેશવા દેતા તેને દ્વારા પર જ રોકી દેજે.
માનનું લક્ષણ (ચિ૯)
જેવો ક્રોધ આવે છે કે માણસ લાલચોળ થઈ જાય છે તેવી રીતે કેઈના ઉપર માનનું ભૂત સવાર થઈ જાય છે ત્યારે તેનું ચિત્ર સ્પષ્ટ રીતે દેખાઈ જાય છે. અભિમાનની ચાલમાં ફરક પડે છે તે ઘમંડમાં ચાલે છે. તેને ચાલતો જોઈને લાકે સારી રીતે સમજી શકે છે કે આને માનજવર લાગુ પડે છે. તે ખમીસના બે-ચાર બટન ખુલ્લા રાખીને ચાલે છે. કેલર ઊંચે ચઢાવીને ચાલે છે. ગરદન ઊંચી રાખીને ચાલે છે. જમીન ઉપર તે નજર જ નથી નાખતો જાણે કે તે દિવસે તારા ગણતો હોય તેમ ચાલે છે. અભિમાનીની ભાષામાં પણ પુરતું પરિવર્તન આવી ગયું હોય છે. તે બેલે છે ત્યારે પણ તેમાંથી અભિમાનને. રણકે પ્રગટતો હોય છે. મેં આમ કર્યું છે, મેં તેમ કર્યું છે. અરે, હું તે બધું જ કરી શકું છું અરે, મારા જેટલી તાકાત બીજા કોઈનામાં નથી. અરે, મારા જેટલું તો કરી જ ન શકે. આ રીતે વાતવાતમાં હું....હું કરે છે ચારે તરફ તેને પોતાની જ મોટાઈ દેખાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org