________________
४४०
આ તારે જ પુત્ર મરીચિ મહાન ભાગ્યશાળી છે, પુણ્યશાળી છે. સર્વોચ્ચ કક્ષાનો જીવ છે એ પોતાની ભવપરંપરામાં ત્રણ શ્રેષ્ઠ પદવી પ્રાપ્ત કરશે. મરીચિ વાસુદેવ ચકવતી અને તીર્થકર એમ ત્રણ ત્રણ સર્વોચ્ચ પદવી પ્રાપ્ત કરશે. આજે જે ચોવીસીને હું પ્રથમ તીર્થંકર છું એ જ વીસીની શૃંખલામાં મરીચિ અંતિમ-છેલ્લે તીર્થકર થશે.
પિતાના જ પુત્ર મરીચિના વિષયમાં આવી ઉંચી ભવિષ્યવાણી સર્વજ્ઞ ભગવાન શ્રી આદીશ્વર ભગવાનના શ્રીમુખે સાંભળીને ભરતજી પ્રસન્ન થઈ ગયા. એ તો સ્વભાવિક જ છે ને! પોતાના પુત્રની પ્રશંસા. સાંભળીને કયા પિતાની છાતી ગજ ગજ ન ઉછળે? ભરતજી તરત જ પુત્ર મરીચિની પાસે આવ્યા. જો કે ચારિત્ર પાળવાની અશક્તિને લીધે મરીચિ ત્યારે ત્રિદંડી બની ગયા હતા. ભગવે વેશ ધારણ કર્યો હતો, માથા ઉપર છત્ર રાખ્યું હતું, પગમાં પાવડીઓ હતી, સાધુત્વનું પુરુ શુદ્ધ સ્વરૂપ તેમની પાસે નહોતું છતાં પણ ભરત મહારાજાએ પુત્ર મરીચિને ત્રણ પ્રદક્ષિણા ફરીને નમસ્કાર કર્યો ને સ્પષ્ટીકરણ કરતાં મરીચિને ચેકબે ચોકખું કહ્યું કે હું તારા આ ત્રિદંડીપણાને નમસ્કાર નથી કરતે, પરંતુ તું તારી ભાવિ ભવ પરંપરામાં વાસુદેવ, ચક્રવતી અને અંતિમ તીર્થંકર થવાને છું, તેથી તને ભાવિ તીર્થ કરને જીવ સમજીને હું વન્દન કરું છું. આટલું કહીને વન્દન કરીને ભરતજી તો ચાલ્યા ગયા અને અહીં મરીચિ તે પોતાના દાદા તીર્થ કર પ્રભુ દ્વારા કહેવાયેલી ભવિષ્યવાણીને ” પિતાજીના મુખે સાંભળીને ખૂબ ખૂ... બ રાજી થઈ ગયા. અન્દર મનમાં બેઠેલે માન કષાય જાગ્રત થઈ ગયે. જેવી રીતે મધુર મિઠાન સ્વાદેન્દ્રિયને ગમે છે, તે તેને વિષય છે, તેવી જ રીતે પ્રશંસા ગુણની સ્તુતિ, વખાણ સાંભળવાં એ બધે માનને ખોરાક છે, વિષય છે. બસ એમનું માન જાગ્રત થઈ ગયું મરીચિ ભવિષ્યમાં પિતાને ત્રણ ત્રણ પદવી મળશે અને પિતે સર્વોચ્ચ, સર્વશ્રેષ્ઠ જીવ છે
એ વાત સાંભળીને તે એટલા અભિમાનમાં આવી ગયા કે જેવી રીતે ઉકળતું દૂધ તપેલામાં સમાઈ નથી શકતુ ને બહાર ઉભરાવવા લાગે છે તેવી રીતે તેમને થયેલ આનંદ-માન મનમાં ન સમાયા, તીવ્ર અભિમાનમાં આવીને છત્ર દંડને લઈને તેઓ નાચવા લાગ્યા અને નાચતા નાચતા બાલવા માંડયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org