________________
૪૫૬
અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે. અલ્પજ્ઞ અને અજ્ઞાની જે વધારે માનઅભિમાન કરે છે, વધારે બોલે છે તે તે વધારે નુકસાન પણ કરે છે. જે તમારી પાસે હેય ને તમે વધારે અભિમાન કરતા હો તો હંમેશા એ વિચાર કરો કે હે જીવ! તારી પાસે તે શું છે? આ જગતમાં સૌથી વધારે ચરમ સીમા સુધીની, દરેક વસ્તુ જે કઈને પણ મળી હોય તો તે તીર્થકર મહાપુરૂષોને મળી છે. જ્ઞાન, તપ, રૂપ જાતી, કુળ, બલ, એશ્વર્ય વગેરે જગતની દરેક વસ્તુઓ ઉત્કૃષ્ટ રૂપમાં એમને મળી છે છતાં પણ કયારેયે લેશ માત્ર પણ અભિમાન કરવાનું નામ નથી લીધું. કયારેએ, કોઈ પણ તીર્થકરના જીવન ચરિત્રને તમે જોશે તો અંશ માત્ર પણ અભિમાન તેમણે સેવ્યું હોય તેવું જોવા નહિ મળે. આપણે પણ એ જ વિચારવું જોઈએ કે પુણ્યને વશ મને જે કંઈ મળ્યું છે તેનાથી વધારે ઘણા લોકોને મળ્યું હોય છે. તેથી હે જીવ! તું અભિમાન શા માટે કરે છે ? હજી પણ તું સમજ. કહ્યું છે કે
बलिभ्यो बलिनः सन्ति, वादिभ्यः सन्ति वादिनः । घनिभ्यो धनिनः सन्ति, तस्मादर्य त्यजेद् बुद्यः ।। કોઈક વાર બળવાનને પણ પિતાનાથી વધારે બળવાન ભેટી જાય છે. વાદિને પણ કદી ક પિતાના ઉપર શિરજોરી કરી જાય એવો વાદી મળી જાય છે અને ધનવાનને પણ પોતાનાથી વધારે ધનવાન મળી જાય છે. કદીક તેમની વચ્ચે સામ સામે ટક્કર પણ ઝીલાય છે. શેરને માથે જ્યારે સવાશેર મળી જાય છે ત્યારે આપણા અભિમાનનો પારો નીચે ઉતરી જાય છે. આ રીતે સ્પર્ધામાં ઉતરીને અપમાન પામીને પિતાના માનને ઓછું કરવું એના કરતાં પહેલેથી જ અભિમાન ન કરવું એ વધારે સારું છે. અર્થાત્ બુદ્ધિમાનની બુદ્ધિમત્તા એમાં છે કે તે અભિમાન ન કરે. સ્વાભિમાનથી જીવવું સારું છે.
તે શું આપણે અપમાન ભરી જીંદગી જીવવી? ના અભિમાન ન કરવાને અર્થ એ નથી કે અપમાનિત થઈને જીંદગી જીવે. અભિમાન કરવું તે ખરાબ છે. પણ સ્વાભિમાન સારુ છે. આમ ગૌરવ રાખવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org