________________
૪૫૫
સંસારમાં આપણું માન, યશ, કીર્તિ વધે ત્યારે તે આપણે ખાસ સંભાળવું જોઈએ કે રખેને કયાંક, માન અભિમાન આપણામાં પ્રવેશી ન જાય. માન અનેક ગુણોને ઘાત કરે છે. તે ગંભીરતા અને ધીરજને તે પાસે ટૂંકવા જ નથી દેતું. પરિણામે માન કષાય મનુષ્યને ઉછુંખલ, ઉદ્ધત બનાવી દે છે. જે માનને પોતાની મર્યાદામાં વશમાં નથી રાખી શકતે તેની હાલત વધારે ખરાબ થઈ જાય છે. વિચાર કરો કે સ્ત્રીઓ જે અભિમાન કરવા માંડશે તે તેનું પરિણામ કેવું આવશે. અરે ભાઈ! માન પણ કેણ લઈ શકે છે ? દૂધ પચાવવાની પણ શક્તિ ન હોય ત્યાં દૂધપાક, રબડી જેવી ભારે વસ્તુ કયાંથી પશે ? એને પણ પચાવવા માટે શક્તિ જોઈએ છીએ. એ જ રીતે માનને પણ પચાવવા માટે શક્તિ જોઈએ. દરેક જણ પોતાને મળતું માન પચાવી નથી શકતા. ત્યાં મહાન અનર્થ થઈ જાય છે. જો તમે ગંભીર અને ગુણવાન હશે તે માન તમને વધારે નહીં સતાવી શકે. ગંભીરતાને ગુણ આત્માનું રક્ષણ કરે છે. પહેલાથી જેનામાં ગંભીરતાને ગુણ હોય, તે જ પિતાને મળેલી ધન-સંપત્તિને, અશ્વર્યને પચાવી શકે છે. નહી તે ડું મળ્યું હોય તેના ઉપર પણ વધારે અભિમાન કરનારનું પતન થાય છે. એક ગરીબ માણસને પાંચ લાખની લોટરી લાગી. પાંચ લાખનું નામ પડતાં જ તે ખૂબ હર્ષાવેશમાં આવી ગયે. અરે વાહ ! વાહ ! ૫ લાખ. શું કમાલ થઈ ગઈ આ રીતે બેલતા, ઉછળતા, નાચતા તે બે દિવસમાં ગાંડો થઈ ગયો. પોતાની જાતને સાંભળી ન શકયે.
અભિમાન કેણુ વધારે કરે છે !
सम्पुर्ण कुम्भो न करोति शब्दम? घटो घोषमुपैति नुनम् । विद्वान् कुलोनो न करोति गर्व, गुणैविहीना बहु जल्पयन्ति ॥
કહેવાય છે કે પૂરે ભરેલે ઘડો છલકાતું નથી. અવાજ નથી થતું. પરંતુ જે ઘડે અડધે ભરેલ હોય તે તેને અવાજ થાય છે. પણ છલકાય છે. એ જ રીતે વિદ્વાન કુલીન જ્ઞાની અભિમાન નથી કરતો. પરંતુ ગુણરહિત અલપઝાની–અજ્ઞાની જ વધારે બોલ બોલ કરે છે. કહેવાય છે કે-“A little Knowledg is more dangerous.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org