Book Title: Papni Saja Bhare Part 10
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 41
________________ ૪૫૮ આવવા નથી દેતું અને વિનય વિના વિદ્યા કેવી રીતે પ્રાપ્ત થશે? માન-અભિમાન કરવાથી જ્ઞાન મળતું નથી અને જે મળેલું હોય તો પણ તે અભિમાન કરવાથી ચાલ્યું જાય છે. અને વિદ્યા-જ્ઞાન જ ન હેય તો પછી સમકત કયાંથી મેળવશે? આ રીતે એક પગથીયું નીચે ગબડવાથી આખી નીસરણી પરથી નીચે જ ગબડતા રહેશે. અભિમાની નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરી શકતા નથી, તે નવા જ્ઞાનથી વંચિત રહી જાય છે. એક કહેવત કહે છે કે, જાણ આગળ અજાણ રહીએ, આગ આગળ પાણી” જાણકારની સામે અણજાણ દેખાવું સારું છે. આગની આગળ જેમ પાણી જેવા બનીને રહેવામાં ફાયદો છે તે નમ્રતા રાખવામાં ફાયદો છે. અભિમાનીને ગર્વ દીવા સ્વપ્ના જેવો હોય છે. તે પોતે પિતાની મેળે જ પિતાના વિષયમાં પિતાને મોટો સમજી બેસે છે. હું આવે છું હું તેવો છું. અરે મારાથી મોટો બીજો છે જ કેણ? અરે ભાઈ ! તમે તમારી જાતને ગમે તે માની લે પણ પોતાના વિષયમાં પોતાની ધારણા કદાચ જૂઠી પણ હોય. તમે કેવા છે તે તમારે બીજાની દૃષ્ટિમાં જેવું પડે. આપણે બીજાની દષ્ટિએ કેવા છીએ? જેવી રીતે આપણે પિતાને દર્પણમાં જોઈએ છીએ. તેવી જ રીતે સમાજ તમારું દર્પણ છે. સમાજની દૃષ્ટિમાં તમારું સ્વરૂપ કેવું છે તેના ઉપર તમારા સ્વરૂપનો આધાર છે. પોતે પોતાની જાતે પોતાને કંઈક માની લેવું એ બેટી ધારણું છે એમાં અહંકારની માત્રા સ્પષ્ટ દેખાઈ આવે છે સત્તાધારીએને પોતાની સત્તાનું કેટલું અભિમાન હોય છે ? સત્તાને નશા માં અંધ-માન્ય કેટલીકવાર હજારગણું નુકસાન કરાવી દે છે સત્તા–મેટા ઉંચા પદની સત્તા જો માણસને પચે નહિ તે તેને અજીર્ણ થઈ જાય છે. તેના મનમાં સત્તાના મદ સમાત નથી. ભેજનનું અજીર્ણ તે કદાચ એક બે દિવસ માટે જ પેટમાં દર્દ ઊભું કરી દે છે. પરન્ત સત્તાનું અજીર્ણ તો હજારે માણસને મારી નાખશે. રાજ્યના ઊંચા પદ ઉપર બેઠેલા રાજાઓ, મંત્રીઓ અને સામંતોએ કેટલાઓને મોતને ભેટાડી દીધા છે. ધરતી પરના એમના અસ્તિત્વને જ મટાડી દીધું. એમનું નામનિશાન પણ બાકી નથી રાખ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46