Book Title: Papni Saja Bhare Part 10
Author(s): Arunvijaymuni
Publisher: Dharmanath Po He Jainnagar Swe Mu Jain Sangh

View full book text
Previous | Next

Page 39
________________ ૪૫૨ તે ચાર મહિનામાં પણ ઝુકી જાય છે. એ રીતે પ્રત્યાખ્યાનીય માન જ મહીનાની અવધિ સુધીમાં મુકી જાય છે તેથી તેને કાષ્ટવત્ કહેવામાં આવ્યું છે. (૪) સંજવલન માન કષાય - આ તે બહુ જલ્દીથી નષ્ટ થઈ શકે તેવું અભિમાન છે. ચિત્રમાં દર્શાવ્યા અનુસાર એ વાંસની સેટી જેવું હોય છે. જોકે વાંસની સેટી સીધી ને કડક રહે છે છતાં પણ એને જે તરફ વાળીએ તે તરફ તે વળે છે. આ સંજવલન માન પણ તેના જેવું જ છે. અભિમાન ઘડી ક. ભર માટે આવી તો જાય છે. પરંતુ પછી તરત નમ્રતા પણ આવી જાય છે, સમજાવવાથી તે તરત ચરણમાં ઝુકી જાય છે. એની વધારેમાં વધારે લાંબી કાળ મર્યાદા ફક્ત દિવસની જ બતાવવામાં આવી છે. બાહુબલીજીનું અભિમાન : બાહુબલીએ ઉત્કૃષ્ટ વૈરાગ્ય ભાવથી યુદ્ધના મેદાનમાં જ પિતાની મુઠ્ઠીને માથા ઉપર લઈ જઈને કેશનું લેાચન કરીને દીક્ષા લઈ લીધી. પરંતુ અભિમાન આવ્યું ને થયું કે હમણાં હું સમવસરણમાં પ્રભુની પાસે નહીં જઉં કારણ કે અઠ્ઠાણુ ભાઈઓએ મારા પહેલા દીક્ષા લીધી છે. ને આમ તો એ બધા ઉંમરમાં મારાથી નાના છે. છતાં દીક્ષાનો પર્યાય એમને વધુ હોવાને કારણે મારે એમને વંદન કરવું પડશે. તેથી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ હું પ્રભુની પાસે જઈશ તેથી કેવળજ્ઞાનમાં આગળ વધી જવાને લીધે ચારિત્રમાં આગળ હોવા છતાં મારે નાના ભાઈએાને વંદન નહિ કરવું પડે. વિચાર તે કરે! કેવળજ્ઞાન જેવી પવિત્ર વસ્તુ પણ મેળવવાનું મન થવામાં વચ્ચે અભિમાન આવી ગયું. ભાવ ખરાબ નહતો, ભાવ તે ખૂબ ઊંચે. હતે પણ વચમાં આવી ગયેલું માન ખરાબ હતું. કેવળજ્ઞાનની પ્રાપ્તિને માટે કાઉરસ ધ્યાનમાં ઉભા રહ્યા. જ્યાં સુધી કેટલા સમય સુધી ? પૂર બાર મહીના સુધી. એક વર્ષ સુધી કાઉસગ્નમાં ઉભા રહ્યા. આપણને એક કલાક સુધી ઉભા રહેવું પણ કેટલું મુશ્કેલ પડે છે? પક્ષીએ એ દાઢીમાં માળા બનાવી દીધા. પગ ઉપર થઈને ઘાસની વેલે માથા સુધી પહોંચી ગઈ. આવા સમયે મોકો જોઈને પિતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46